આય એ ઇસરા

ઇસરા આયત (અરબી: آیه إسراء) સૂર એ ઇસરાની પહેલી આયત છે જે પયગંબરના મેરાજ વિશે અવતરિત (નાઝિલ) થઈ છે. આ આયત મુજબ, પયગંબર (સ.અ) રાત્રિના સમયે સૌપ્રથમ મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધી લઈ જવામાં આવ્યા અને તે પછી મેરાજ પર ચડ્યા. મેરાજની મુસાફરીનો ઉદ્દેશ્ય પયગંબર (સ.અ)ને અલ્લાહની નિશાનીઓની મહાનતા બતાવવાનો હતો. કેટલાક વ્યાખ્યાકારોએ આ આયતમાંથી પયગંબરના મેરાજની શારીરિકતા અને તેના મોજિઝા હોવાનો અર્થ લીધો છે, જ્યારે અન્યોનો માનવો છે કે પયગંબરની મુસાફરી મસજિદ અલ-અક્સા સુધી શારીરિક હતી અને મેરાજ પર તેમનો ચડવો આધ્યાત્મિક હતો.
પરિચય
સૂર એ ઇસરાની પહેલી આયત, જેમાં પયગંબર (સ.અ)ની મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધીની યાત્રાનો ઉલ્લેખ છે, તેને ઇસરા આયત કહેવામાં આવે છે.[૧]
“ | ” | |
— કુરઆન: સૂર એ ઇસરા આયત: 1 |
શાને-નુઝૂલ (અવતરણનું કારણ)
- મુખ્ય લેખ: મેરાજ
આ આયત મક્કાથી બૈતુલ મુકદ્દસ (યેરુશલેમ) સ્થિત મસજિદ અલ-અક્સા સુધી પયગંબર (સ.અ)ની યાત્રા વિશે અવતરિત થઈ છે.[૨] છઠ્ઠી હિજરી સદીના મુફસ્સિર શૈખ તબરસીના કથન મુજબ, જ્યારે પયગંબર (સ.અ)એ મસજિદુલ હરામમાં મગરિબ અને ઇશાની નમાઝ પઢી, ત્યાર પછી તેમની મેરાજ શરૂ થઇ અને તે જ રાતે તેઓ પાછા ફર્યા અને સુબહની નમાઝ પણ મસજિદુલ હરામમાં જ પઢી. આ વિષય પર બધા મુસલમાનો એકમત છે અને ઇબ્ને અબ્બાસ, ઇબ્ને મસઊદ, જાબિર બિન અબ્દુલ્લાહ અને હુઝૈફા જેવા કેટલાક સહાબાએ પણ આનો ઉલ્લેખ કર્યો છે.[૩]
વ્યાખ્યાકારોએ આ આયત હેઠળ પયગંબરના મેરાજની મુસાફરીના સમય, સ્થળ અને રીત જેવી વિગતો પર ચર્ચા કરી છે.[૪]
મેરાજના મોજિઝા હોવા પર આયતની સાબિતી
કેટલાક વ્યાખ્યાકારોએ ઇસરા આયતને પયગંબર (સ.અ.વ.)ના મોજિઝામાંથી એક તરીકે ઓળખાવી છે.[૫] જાફર સુબ્હાનીએ તેમની તફસીર 'મંશૂરે જાવેદ'માં લખ્યું છે કે પયગંબર (સ.અ)ની મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધીની રાત્રિની યાત્રા તેમનો એક મોજિઝો છે, જે આધુનિક સાધનો વિના, માનવ ક્ષમતાથી પરે, એક અજૂબો હતો.[૬] શિયા વિચારક મુરતદા મુતહરી (મૃત્યુ: 1358, શમ્સી)ના કથન મુજબ, આ આયતમાં સ્પષ્ટ રીતે પયગંબર માટે એક અસામાન્ય શારીરિક મુસાફરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; કારણ કે એવા સમયમાં જ્યારે મુસાફરીનું એકમાત્ર સાધન ઊંટ હતું, એક રાત્રિમાં આવી મુસાફરી મોજિઝા સિવાય બીજું કંઈ નથી હોતું.[૭] જો કે, આયતુલ્લાહ મકારિમ શીરાજીનો માનવા છે કે આ આયત એકલી પોતે જ મોજિઝા હોવા પર સ્પષ્ટ નથી, પરંતુ તેની તફસીરમાં જે હદીસો અને શાને-નુઝૂલ બતાવવામાં આવ્યા છે તેની સાથે મળીને તે પયગંબર (સ.અ)ના મોજિઝામાં આવે છે.[૮]
મેરાજની શારીરિકતા પર આયતની સાબિતી
વ્યાખ્યાકારોએ આ આયત હેઠળ મેરાજ શારીરિક હતો કે આધ્યાત્મિક, તે વિશે ચર્ચા કરી છે. અલ્લામા તબાતબાઈ (મૃત્યુ: 1360, શમ્સી)ના કથન મુજબ, તેમાંના મોટા ભાગના માને છે કે મેરાજ શારીરિક હતી;[૯] જો કે, અલ્લામા પોતે માને છે કે આ આયત અને સૂર એ નજ્મની આયતો પરથી જણાય છે કે પયગંબરની મુસાફરી મસજિદુલ હરામથી મસજિદ અલ-અક્સા સુધી શારીરિક હતી, પરંતુ મસજિદ અલ-અક્સાથી આકાશો તરફનો તેમનો ચડવો આધ્યાત્મિક હતો.[૧૦] આયતુલ્લાહ મકારિમ શીરાજીના કથન મુજબ, "બિ-અબ્દિહી" (તેના બંદા સાથે) શબ્દ પરથી જણાય છે કે મેરાજ શારીરિક હતી, કારણ કે આ શબ્દ દર્શાવે છે કે આ મુસાફરીમાં પયગંબરનું શરીર તેમની સાથે હતું.[૧૧] તેમજ જાફર સુબ્હાનીએ કહ્યું છે કે જો આ મુસાફરી આધ્યાત્મિક હોત તો "બિ-અબ્દિહી" શબ્દની જગ્યાએ "બિ-રૂહિહી" (તેની આત્મા સાથે) શબ્દનો ઉપયોગ થાત.[૧૨] પયગંબરના મેરાજનો ઉદ્દેશ્ય સમજાવવો વ્યાખ્યાકારોના કથન અનુસાર, "લિનુરિયહુ મિન આયાતિના" (તેને અમારી નિશાનીઓમાંથી કંઈક બતાવવા માટે) શબ્દસમૂહ મેરાજના ઉદ્દેશ્ય તરફ ઇશારો કરે છે.[૧૩] મેરાજનો ઉદ્દેશ્ય પયગંબર (સ.અ)ને અલ્લાહની નિશાનીઓની મહાનતા બતાવવાનો હતો, જેથી તેમની આત્મા મહાન બને અને માનવજાતના માર્ગદર્શન માટે વધુ તૈયાર થાય.[૧૪] તબરસી તેમની તફસીર 'મજમઉલ બયાન'માં મક્કાથી બૈતુલ મુકદ્દસ સુધી પયગંબરની રાત્રિની યાત્રા, આકાશો તરફ ચડવું અને પયગંબરોને જોવાનો આમાં સમાવેશ કરે છે.[૧૫] તેમજ આયતમાં "મિન" શબ્દ પરથી અર્થ લઈ શકાય છે કે આ મુસાફરીમાં પયગંબરે ઇશ્વરી મહાનતાની નિશાનીઓમાંથી થોડાક જ જોયા હતા, તે બધી જ નહીં.[૧૬]
ફુટનોટ
- ↑ મુઅસ્સિસાએ દાઇરતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી, ફરહંગે ફિકહે ફારસી, 1385 હિજરી શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 179.
- ↑ તબરસી, મજમઉલ બયાન, 1415 હિજરી કમરી, ભાગ 6, પૃષ્ઠ 215.
- ↑ તબરસી, મજમઉલ બયાન, 1415 હિજરી કમરી, ભાગ 6, પૃષ્ઠ 215.
- ↑ ઉદાહરણ માટે જુઓ: તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ ૭-35.
- ↑ સુબ્હાની, મંશૂરે જાવેદ, 1390 હિજરી શમ્સી, ભાગ 7, પૃષ્ઠ 216-217.
- ↑ સુબ્હાની, મંશૂરે જાવેદ, 1390 હિજરી શમ્સી, ભાગ 7, પૃષ્ઠ 216.
- ↑ મુતહરી, મજમૂઅએ આસારે ઉસ્તાદ શહીદ મુતહરી, 1384 હિજરી શમ્સી, ભાગ 26, પૃષ્ઠ 200.
- ↑ મકારિમ શીરાજી, પયામે કુરઆન, 1386 હિજરી શમ્સી, ભાગ 8, પૃષ્ઠ 343-344.
- ↑ તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 32.
- ↑ તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 32.
- ↑ મકારિમ શીરાજી, તફસીરે નમૂના, 1374 હિજરી શમ્સી, ભાગ 12, પૃષ્ઠ 9.
- ↑ સુબ્હાની, ફુરોગે અબદિય્યત, 1385 હિજરી શમ્સી, પૃષ્ઠ 370.
- ↑ તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 7.
- ↑ મકારિમ શીરાજી, તફસીરે નમૂના, 1374 હિજરી શમ્સી, ભાગ 12, પૃષ્ઠ 9-11.
- ↑ તબરસી, મજમઉલ બયાન, 1415 હિજરી કમરી, ભાગ 6, પૃષ્ઠ 218.
- ↑ તબાતબાઈ, અલ-મીઝાન, ઇસ્માઈલિયાન, ભાગ 13, પૃષ્ઠ 7; મકારિમ શીરાજી, તફસીરે નમૂના, 1374 હિજરી શમ્સી, ભાગ 12, પૃષ્ઠ 9-11.
સ્રોતો
- સુબ્હાની, જાફર. ફુરોગે અબદિય્યત. કુમ: બુસ્તાને કિતાબ, 1385 હિજરી શમ્સી.
- સુબ્હાની, જાફર. મંશૂરે જાવેદ. કુમ: મુઅસ્સિસાએ ઇમામ સાદિક (અ.સ.), 1390 હિજરી શમ્સી.
- તબાતબાઈ, સૈયદ મોહમ્મદ હુસૈન. અલ-મીઝાન ફી તફસીર અલ-કુરઆન. ઇસ્માઈલિયાન, તારીખ વગર.
- તબરસી, ફઝલ બિન હસન. મજમઉલ બયાન ફી તફસીર અલ-કુરઆન. બેરુત: મુઅસ્સિસતુલ આલમી, 1415 હિજરી કમરી.
- મુઅસ્સિસએ દાઇરાતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી. ફરહંગે ફિકહે ફારસી. કુમ: મુઅસ્સિસએ દાઇરાતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી, બીજી આવૃત્તિ, 1385 હિજરી શમ્સી.
- મુતહરી, મુરતઝા. મજમુઆએ આસારે ઉસ્તાદે શહીદ મુતહરી. તેહરાન: ઇન્તેશારાતે સદરા, સાતમી આવૃત્તિ, 1384 હિજરી શમ્સી.
- મકારિમ શીરાજી, નાસિર. પયામે કુરઆન. તેહરાન: દારુલ કુતુબિલ ઇસ્લામિયા, નવમી આવૃત્તિ, 1386 હિજરી શમ્સી.
- મકારિમ શીરાજી, નાસિર. તરજુમએ કુરઆને કરીમ. કુમ: ઇન્તેશારાતે દારુલ કુરઆનિલ કરીમ, બીજી આવૃત્તિ, 1373 હિજરી શમ્સી.
- મકારિમ શીરાજી, નાસિર. તફસીરે નમૂના. તેહરાન: દારુલ કુતુબિલ ઇસ્લામિયા, 32મી આવૃત્તિ, 1374 હિજરી શમ્સી.