લખાણ પર જાઓ

બેઅસત

વિકિ શિયામાંથી

પયગંબર (સ.અ.) ની બેઅસત (અરબી: بِعثَة) નો અર્થ છે હઝરત મોહમ્મદ (સ.અ.) ને અલ્લાહ તરફથી પયગંબર તરીકે પસંદ કરવામાં આવ્યા હોવા અને ઇસ્લામના ધર્મ તરફ બોલાવવા માટે મોકલવામાં આવ્યા હોવા. પયગંબર (સ.અ.) તેમની ચાલીસ વર્ષની ઉંમરે, ગુફા હિરા માં, રિસાલત (પયગંબરી) માટે મોકલવામાં આવ્યા હતા. પયગંબરની બેઅસત ને ઇસ્લામી ધર્મનો પ્રારંભિક બિંદુ અને હિજાઝમાં મૂર્તિપૂજાના અંતની પૂર્વભૂમિકા માનવામાં આવે છે. પયગંબર (સ.અ.) પર ઉતરનારી પહેલી આયતો સૂર એ અલકની પ્રારંભિક આયતો હતી, ત્યારબાદ સૂર એ મુદ્દસ્સિરની પ્રારંભિક આયતો ઉતરી જે પયગંબર (સ.અ.) ને ઊઠવાનું અને તેમનો આહ્વાન શરૂ કરવાનું કહે છે.

શિયાઓના મતે, બેઅસત નો સમય 27 રજબનો રહ્યો છે. આ કારણોસર શિયા સંસ્કૃતિમાં, આ દિવસ ઈદે મબઅસ (બેઅસત નો તહેવાર) તરીકે ઓળખાય છે અને તે દિવસે ઉત્સવો યોજાય છે.

પરિચય અને મહત્વ

પયગંબર (સ.અ.) ની બેઅસત નો અર્થ ઇસ્લામના પયગંબરને પયગંબરી માટે પસંદ કરવા અને લોકોને ઇસ્લામના ધર્મ તરફ બોલાવવા માટે અલ્લાહ તરફથી મોકલવા એવો થાય છે.[] પયગંબર ઇસ્લામ (સ.અ.) ની બેઅસત ને મુસલમાનો પર અલ્લાહની સૌથી મોટી નેઅમતોમાંથી એક ગણાવવામાં આવી છે, જે વિશે મુફસ્સિરીન (કુરઆનના વ્યાખ્યાકારો) કહે છે કે કુરઆનની આયતોમાં, જેમ કે સૂર એ આલે ઇમરાનની આયત 164 માં પણ તેનો ઉલ્લેખ આવ્યો છે.[] આ આયતના એક ભાગમાં આવ્યું છે: "ચોક્કસ અલ્લાહે મોમિનો પર એહસાન (અનુગ્રહ) કર્યો કે તેમની જ માંથી એક પયગંબરને તેમની વચ્ચે મોકલ્યો, જેથી તે તેમને તેની આયતો વાંચી સંભળાવે અને તેમને પાક (પવિત્ર) કરે અને તેમને કિતાબ (કુરાન) અને હિકમત (જ્ઞાન) શિખવે." બેઅસત ના વિષય પર કુરઆનની અન્ય કેટલીક આયતો નીચે મુજબ છે: સૂર એ માઇદાની આયત 19, સૂર એ ફતહની આયત 28, અને સૂર એ જુમાની આયત 2.[]

બેઅસત ના સમયે જઝીરતુલ અરબ (અરબ પ્રદેશ)

જાફર સુબ્હાનીના મતે, પયગંબર (સ.અ.) ની બેઅસત ના સમયે, હિજાઝના લોકોમાં પ્રચલિત ધર્મ મૂર્તિપૂજા હતો અને મદીનામાં માત્ર થોડાક યહૂદીઓ રહેતા હતા અને નજરાનમાં ઈસાઈઓ રહેતા હતા.[] અલબત્ત, ખૂબ જ ઓછી સંખ્યામાં એવા લોકો પણ હતા જે તોહીદ (એકેશ્વરવાદ) નો ધર્મ ધરાવતા હતા, જેમને "હનીફાન" કહેવામાં આવતા.[] પયગંબર (સ.અ.) પણ આ જ તોહીદ માનનારાઓમાંથી એક હતા.[] મકારિમ શીરાઝીએ ખુત્બા નં. 89 નહજુલ બલાગાની વ્યાખ્યામાં, પયગંબર (સ.અ.) ની બેઅસત નો સમય અગાઉના પયગંબરોના 500 થી 600 વર્ષ પછીનો ગણાવ્યો છે.[] તેમણે આ ખુત્બાના આધારે તે સમયની સાંસ્કૃતિક સ્થિતિનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે: સમાજ અરાજકતાથી ગ્રસ્ત હતો, વ્યર્થ યુદ્ધો સામાન્ય રીતે થતા હતા, લોકોમાં ભીષણ ગરીબી હતી અને અસુરક્ષા અને અનિચ્છનીય વર્તન જેમ કે સંતાનોને મારી નાખવું અને હરામ (નિષિદ્ધ) વસ્તુઓનો વપરાશ પ્રચલિત હતો.[]

રિસાલતનો પ્રારંભ

ઇતિહાસ સંશોધક પેશવાઈના કહેવા પ્રમાણે, પયગંબર (સ.અ.) ને રિસાલત (પયગંબરી) માટે પસંદ કરવામાં આવે તે પહેલાં, ગેબ (અદૃશ્ય) જગતના રહસ્યો તેમના પર પ્રગટ થતા હતા અને ગેબી સંદેશાઓ તેમના કાન સુધી પહોંચતા હતા.[] ઇતિહાસ સંશોધક મોહમ્મદ હુસૈન રજબીએ ઇમામ હાદી (અ.સ.) થી એક હદીસના આધારે કહ્યું છે કે પયગંબર (સ.અ.) બેઅસત પહેલાં હિરા નામની ગુફા માં જતા હતા અને આકાશમાં અલ્લાહની શક્તિ અને રહેમત (દયા) ના ચિહ્નો જોઈને, અલ્લાહની મહાનતા વિશે વિચારતા હતા અને પછી ઇબાદત (ઉપાસના) કરતા હતા.[૧૦] ઇતિહાસકારોએ લખ્યું છે કે પયગંબર (સ.અ.) ગુફા-એ-હિરામાં હતા ત્યારે જિબ્રીલ (અ.સ.) તેમના પર ઉતર્યા અને નબુવત (પયગંબરી) ની શરૂઆત તરીકે સૂર એ અલકની પ્રારંભિક આયતો ઉતારી[૧૧] અને આ રીતે, પયગંબર (સ.અ.) પયગંબરી માટે મોકલવામાં આવ્યા.[૧૨] ત્યારબાદ સૂર એ મુદ્દસ્સિરની પ્રારંભિક આયતોના અવતરણ સાથે, તેમણે ઇસ્લામના ધર્મ તરફનો પોતાનો આહ્વાન ઘરના વાતાવરણથી શરૂ કર્યો અને પહેલા લોકો જેમણે તેમના પર ઈમાન લાવ્યા તે હઝરત ખદીજા (સ.અ.), ઇમામ અલી (અ.સ.) અને ઝૈદ બિન હારિસા હતા.[૧૩]

પયગંબરની વહીના ફરિશ્તા સાથે પહેલી વાતચીત

કેટલાક ઇતિહાસકારોએ પયગંબર (સ.અ.) અને જિબ્રીલ (અ.સ.) વચ્ચેની પહેલી વાતચીત પયગંબર (સ.અ.) ના જુબાનીમાં રિપોર્ટ કરી છે. મોહમ્મદ ઇબ્રાહીમ આયતીના મતે, પહેલી અને બીજી હિજરી સદીના ઇતિહાસકાર ઇબ્ને ઇસહાકે આ પ્રમાણે વર્ણન કર્યું છે:

રસૂલુલ્લાહ (સ.અ.) ને કહ્યું કે જ્યારે હું સૂઈ રહ્યો હતો, જિબ્રીલ (અ.સ.) રેશમના કપડામાં લખેલી એક ચીજ લઈને મારી પાસે આવ્યા અને કહ્યું: "પઢો." મેં કહ્યું: "હું પઢી શકતો નથી." પછી તેમણે મને એટલો દબાવ્યો કે મેં વિચાર્યું કે હું મરી જઈશ. પછી તેમણે મને છોડી દીધો અને કહ્યું: "પઢો." મેં કહ્યું: "હું પઢી શકતો નથી." ફરીથી તેમણે મને એટલો દબાવ્યો કે મેં વિચાર્યું કે હું મરી જઈશ. પછી તેમણે મને છોડી દીધો અને કહ્યું: "પઢો." મેં કહ્યું: "હું શું પઢું?" અને . તેમણે કહ્યું: અને મેં આ શબ્દો ફક્ત એટલા માટે કહ્યા હતા કે તેઓ મને એકલો છોડી દે અને ફરીથી મારી સાથે આવું ન કરે. તેઓએ કહ્યું:

«اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ. خَلَقَ الْإِنْسَانَ مِنْ عَلَقٍ. اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ. الَّذِي عَلَّمَ بِالْقَلَمِ. عَلَّمَ الْإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ؛ بخوان به نام.»

ઇકરા બિસમિ રબ્બિકલ્લઝી ખલક. ખલકલ ઇન્સાના મિન અલક. ઇકરા વ રબ્બુકલ અક્રમ. અલ્લઝી અલ્લમા બિલ કલમ. અલ્લમલ ઇન્સાના મા લમ યઅલમ; (તમારા પાલનહારના નામથી પઢો જેણે પેદા કર્યું. મનુષ્યને લોહીના થક્કામાંથી પેદા કર્યો. પઢો અને તમારો પાલનહાર અત્યંત ઉદાર છે. જેણે કલમ દ્વારા શિક્ષણ આપ્યું. મનુષ્યને તે શિક્ષણ આપ્યું જે તે જાણતો નહોતો".)[૧૪]

તો મેં તે પઢી લીધી. પછી તેમણે મને છોડી દીધો અને મારી પાસેથી ચાલ્યા ગયા અને હું નીંદરમાંથી જાગ્યો, જ્યારે એવું લાગ્યું કે આ આયતો, લેખનની જેમ, ચોક્કસપણે મારા હૃદય પર અંકિત થઈ ગઈ હતી. પછી હું બહાર નીકળ્યો અને જ્યારે પહાડોની વચ્ચે પહોંચ્યો, ત્યારે મેં આકાશમાંથી એક અવાજ સાંભળ્યો જે કહેતો હતો: હે મોહમ્મદ, તમે અલ્લાહના રસૂલ (પયગંબર) છો અને હું જિબ્રીલ છું.[૧૫]

હિરા ગુફા, પયગંબર (સ.અ.) ની બેઅસત નું સ્થાન જે મક્કાના નૂર નામના પહાડ (જબલે નૂર) પર સ્થિત છે

પયગંબર (સ.અ.) ની બેઅસત નું વર્ષ અને દિવસ

ઇસ્લામી ઇતિહાસ અને શિયા ધર્મના નિષ્ણાત સય્યદ જાફર મુરતઝાના અહેવાલ મુજબ, મોટાભાગના ઇતિહાસકારોનો અભિપ્રાય છે કે પયગંબર (સ.અ.) ચાલીસ વર્ષની ઉંમરે પયગંબરી માટે મોકલવામાં આવ્યા હતા.[૧૬] તેમાં યાકૂબી (ઇંતિકાલ: ત્રીજી હિજરી સદી) પણ સામેલ છે જે કહે છે કે જ્યારે પયગંબર (સ.અ.)ની ઉંમર ચાલીસ વર્ષ પૂર્ણ થઈ, ત્યારે તેમને પયગંબરી માટે પસંદ કરવામાં આવ્યા.[૧૭] તેમ છતાં, અન્ય સમયગાળા પણ વર્ણિત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, સીર એ ઇબ્ને ઇસહાક (પહેલી અને બીજી હિજરી સદીમાં જીવન ગાળનાર) ના પુસ્તકમાં, ચાલીસ વર્ષની ઉંમર ઉપરાંત, એક વાતચીત પણ આવે છે જે કહે છે કે પયગંબર (સ.અ.) ત્રેવીસ વર્ષની ઉંમરે મોકલવામાં આવ્યા હતા.[૧૮] બીજા મત મુજબ, પંદર વર્ષની ઉંમરે બેઅસત થઈ હતી.[૧૯]

શિયાઓમાં બેઅસત ના દિવસ વિશે પ્રચલિત મત 27 રજબનો છે[૨૦] અને અહલે સુન્નતનો પ્રચલિત મત રમઝાનના મહિનાનો છે.[૨૧] તબરીના ઇતિહાસ મુજબ, અહલે સુન્નતમાં આ મહિનાના કયા દિવસે તે થયું તેના ઉપર મતભેદ છે.[૨૨] યાકૂબી અને મસઊદી (ચોથી હિજરી સદીના ઇતિહાસકાર) ના આ બે મતોથી અલગ મત છે અને તેઓ કહે છે કે પયગંબર (સ.અ.) રબી-ઉલ-અવ્વલના મહિનામાં મોકલવામાં આવ્યા હતા.[૨૩]

શિયા સંસ્કૃતિમાં બેઅસત નું સ્થાન

મુખ્ય લેખ: ઈદે મબઅસ

શિયા સંસ્કૃતિમાં, 27 રજબને ઈદે મબઅસ (બેઅસત નો તહેવાર) તરીકે ઓળખવામાં આવે છે અને આ અવસરે ઉત્સવો યોજાય છે. આ દિવસ ઈરાન[૨૪] અને ઇરાકના કેટલાક પ્રદેશોમાં[૨૫] સરકારી રજા છે.

બેઅસત ની યાદમાં ટિકિટ

બેઅસત કવિતામાં

ઝોલિદા નિશાપુરી

આન શબ, સુકૂત-એ-ખલવત-એ-ગાર-એ-હિરા શિકસ્ત

બા આન શિકસ્ત, કામત-એ-લાત ઓ ઉઝ્ઝા શિકસ્ત

આમદ બહ ગુશ-એ-ખતમ-એ-રસુલાન નિદા, બેખ્વાન

મોહર-એ-સુકૂત-એ-લાલ-એ-બશર ઝાન નિદા શિકસ્ત

બા ખ્વાનદન-એ-નખ્વાનદ-એ-અલિફબા, તિલિસ્મ-એ-જહલ

દર સરઝમીન-એ-રુકન ઓ મકામ-એ-અસા શિકસ્ત


હમીદરેઝા બર્કુઈ

બશર રસીદ બેહ આઈન-એ-રાસ્તીન ઇમશબ ખુદા નમૂદ બરૂન, દસ્ત અઝ આસ્તીન ઇમશબ રસીદ હલકા-એ-તોહીદ રા નગીન ઇમશબ તુલૂઅ કર્દ રુખ-એ-આફતાબ-એ-દીન ઇમશબ ઝુહૂર-એ-મક્તબ-એ-ખૈરુલવરા મુબારક બાદ તુલૂઅ-એ-નૂર ઝ ગાર-એ-હિરા મુબારક બાદ બશારત એ અય હમએ-દુખ્તરાન-એ-ઝિંદે-બહ-ગૂર મુહમ્મદ આમદે, પાયાન યાફ્તે સુલત-એ-ઝૂર

હમીદ રેઝા બુરકઇ મનુષ્ય સાચા ધર્મ સુધી પહોંચી ગયા આજની રાત અલ્લાહએ બાહર કાઢ્યો, આસ્તીન (બાંય)માંથી હાથ આજની રાત તોહીદ (એકેશ્વરવાદ)ની સાંકળને મળી ગયો નગીનો આજની રાત ધર્મના સૂર્યનો ચહેરો ઊગ્યો આજની રાત ખૈરુલ વરા" (સર્વશ્રેષ્ઠ સૃષ્ટિ)ના મજહબ (ધર્મ)નો ઉદય મુબારક હો ગુફા-એ-હિરામાંથી પ્રકાશનો ઉદય મુબારક હો હે સજીવન દફન કરવામાં આવેલી બધી પુત્રીઓ, શુભ સમાચાર મોહમ્મદ આ ગયા છે, જુલમની સત્તાનો અંત આવી ગયો છે.[૨૬]

દુઆની પુસ્તકોમાં, બેઅસત ની રાત અને દિવસ માટે કેટલીક ઇબાદતો (ક્રિયાઓ) ઉલ્લેખિત છે જેને પૂર્ણ કરવી મુસ્તહબ (પસંદગીનીય) છે.[૨૭]

મોનોગ્રાફ

  • તારીખે અસરે બેઅસત, મોહમ્મદ હુસૈન રજબી;
  • જહાન દર અસર-એ-બેઅસત , લેખક: મોહમ્મદ જવાદ બાહુનર અને અકબર હાશેમી રફસંજાની;
  • તારીખે ઇસ્લામ; અરસએ દિગર અંદીશી વ ગુફ્તગૂ (અસરે બેઅસત ), લેખક: હુસૈન અલીઝાદે અને અબ્દુલ મજીદ મઆદીખ્વાહ;
  • ઐ જામેહ બર સર કશીદેહ બરખીઝ; દાસ્તાને બેઅસતે પયગંબર (સ.અ.), લેખક: મોહમ્મદ રેઝા સરશાર.

ફૂટનોટ

  1. હાએરી, "બેઅસત", પૃષ્ઠ ૨૭૫.
  2. તબરસી, મજમઉલ બયાન, ૧૩૭૨ હિજરી શમ્સી, ભાગ ૨, પૃષ્ઠ ૮૭૫; મકારિમ શીરાઝી, તફ્સીર નમુના, ૧૩૭૧ હિજરી શમ્સી, ભાગ ૩, પૃષ્ઠ ૧૫૭-૧૫૮; ફઝલુલ્લાહ, મિન વહયિલ્ કુર્આન, ૧૪૩૯ હિજરી કમરી, ભાગ ૩, પૃષ્ઠ ૪૬૧.
  3. برخى آيات مربوط به رسالت و بعثت پيامبر(ص)"બરખી આયાત મુતઅલ્લિક બે રિસાલત ઓ બેઅસતે પયગંબર(સ.અ)", પાયગાહે તખસુસી-એ કુર્આને કરીમ.
  4. સુબ્હાની, ફરોગ અબદિયત, ૧૩૮૫ હિજરી શમ્સી, પૃષ્ઠ ૬૩.
  5. સુબ્હાની, ફરોગ અબદિયત, ૧૩૮૫ હિજરી શમ્સી, પૃષ્ઠ ૬૪.
  6. સુબ્હાની, ફરોગ અબદિયત, ૧૩૮૫ હિજરી શમ્સી, પૃષ્ઠ ૨૦૫.
  7. મકારિમ શીરાઝી, પયગામે ઇમામે અમીરુલ મોમિનીન(અ.સ), ૧૩૮૬ હિજરી શમ્સી, ભાગ ૩, પૃષ્ઠ ૬૧૮.
  8. મકારિમ શીરાઝી, પયગામે ઇમામે અમીરુલ મોમિનીન(અ.સ), ૧૩૮૬ હિજરી શમ્સી, ભાગ ૩, પૃષ્ઠ ૬૧૮ - ૬૨૪.
  9. પીશવાઈ, તારીખે ઇસ્લામ અઝ જાહિલીયત તા રહલતે પયગંબરે ઇસ્લામ(સ.અ), ૧૩૮૨ હિજરી શમ્સી, પૃષ્ઠ ૧૨૭ ઓ ૧૨૮.
  10. રજબી, તારીખે અસરે બેઅસત, ૧૩૮૪ હિજરી શમ્સી, પૃષ્ઠ ૬૮.
  11. સુબ્હાની, ફરોગ અબદિયત, ૧૩૮૫ હિજરી શમ્સી, પૃષ્ઠ ૨૧૫.
  12. આયતી, તારીખે પયગંબરે ઇસ્લામ, ૧૩૬૯ હિજરી શમ્સી, પૃષ્ઠ ૮૫-૮૬.
  13. આયતી, તારીખે પયગંબરે ઇસ્લામ, ૧૩૬૯ હિજરી શમ્સી, પૃષ્ઠ ૮૯.
  14. સૂરહ એ અલક, આયાત ૧ થી ૫.
  15. સૂરહ એ અલક, આયાત ૧ થી ૫.
  16. અલ-આમિલી, અસ્સહીહ મિન સીરતિન નબીય્યિલ આઝમ, ૧૪૨૬ હિજરી કમરી, ભાગ ૨, પૃષ્ઠ ૨૮૯.
  17. યાકૂબી, તારીખ અલ-યાકૂબી, દારે સાદિર, ભાગ ૨, પૃષ્ઠ ૨૨.
  18. ઇબ્ને ઇસહાક, સીર એ ઇબ્ને ઇસહાક, ૧૩૯૮ હિજરી કમરી/૧૯૭૮ ઈસવી, ભાગ ૧, પૃષ્ઠ ૧૩૪.
  19. અલ-આમિલી, અસ્સહીહ મિન સીરતિન નબીય્યિલ આઝમ, ૧૪૨૬ હિજરી કમરી, ભાગ ૨, પૃષ્ઠ ૨૮૯.
  20. આયતી, તારીખે પયગંબરે ઇસ્લામ, ૧૩૬૯ હિજરી શમ્સી, પૃષ્ઠ ૮૩; અલ-આમિલી, અસ્સહીહ મિન સીરતિન નબીય્યિલ આઝમ, ૧૪૨૬ હિજરી કમરી, ભાગ ૨, પૃષ્ઠ ૨૯૦.
  21. આયતી, તારીખે પયગંબરે ઇસ્લામ, ૧૩૬૯ હિજરી શમ્સી, પૃષ્ઠ ૮૪.
  22. તબરી, તારીખ અલ-તબરી, ૧૮૭૯ ઈસવી, ભાગ ૨, પૃષ્ઠ ૪૪.
  23. આયતી, તારીખે પયગંબરે ઇસ્લામ, ૧૩૬૯ હિજરી શમ્સી, પૃષ્ઠ ૮૩; યાકૂબી, તારીખુલ્ યાકૂબી, દારે સાદિર, ભાગ ૨, પૃષ્ઠ ૨૨.
  24. لایحه قانونی تعیین تعطیلات رسمی کشور"લાયેહે કાનૂની તઅયીને તતઅલ્લીલાતે રસ્મી-એ કિશ્વર", મુન્દરિજ દર સાઇટે મરકઝે પજૂહેશહાએ મજલિસ.
  25. النجف تعطّل الدوام الرسمي غدًا الخميسમુન્દરિજ દર સાઇટે બગ્દાદઉલ્ યૌમ.
  26. بعثت رسول(ص) در شعر فارسیબેઅસતે રસૂલ(સ) દર શેઅરે ફારસી-એ ઇમ્રૂઝ
  27. કુમ્મી, મફાતીહુલ જિનાન, ૧૩૮૮ હિજરી શમ્સી, પૃષ્ઠ ૨૪૮-૨૫૫.

સ્રોતો

  • النجف تعطّل الدوام الرسمي غدًا الخميس"અન્-નજફ્ તુઅત્તિલદ્ દવામુલ્ રસ્મી ગદન્ અલ્-ખમીસ", મુન્દરિજ દર સાઇટે બગ્દાદઉલ્ યૌમ, તારીખે દરજે મતલબ: ૨૦૨૪/૨/૭ ઈસવી, તારીખે બાઝદીદ: ૧૪/૪/ ૨૦૨૫ ઈસવી.
  • આયતી, મોહમ્મદ ઇબ્રાહીમ, તારીખે પયગંબરે ઇસ્લામ, તેહરાન, દાનિશગાહે તેહરાન, ૧૩૬૯ હિજરી શમ્સી.
  • ઇબ્ને ઇસહાક, મોહમ્મદ બિને ઇસહાક, સીર એ ઇબ્ને ઇસહાક, બેરૂત, ૧૩૯૮ હિજરી કમરી/૧૯૭૮ ઈસવી.
  • અંસારી, મોહમ્મદ રેઝા, "રજબ", દર દાનિશનામહે દાઇરાતુલ મઆરિફે તશય્યો (ભાગ ૮), કુમ, સઈદ મોહીબી, ૧૩૭૯ હિજરી શમ્સી.
  • برخى آيات مربوط به رسالت و بعثت پيامبر(ص) "બરખી આયાત મુતઅલ્લિક બે રિસાલત ઓ બેઅસતે પયગંબર(સ)", પાયગાહે તખસુસી-એ કુર્આને કરીમ, તારીખે બાઝદીદ ૨૪ ફરવર્દીન ૧૪૦૪ હિજરી શમ્સી.
  • بعثت رسول(ص) در شعر فارسی/ امروز قلب عالم و آدم، حرای توست"બેઅસતે રસૂલ(સ) દર શેઅરે ફારસી-એ ઇમ્રૂઝ દિલે આલમ ઓ આદમ હરાયે તુસ્ત", ખબરગુઝારી-એ મેહર, તારીખે દરજ ૫ ઉર્દીબહિશત ૧૩૯૬ હિજરી શમ્સી, તારીખે બાઝદીદ ૨૪ ફરવર્દીન ૧૪૦૪ હિજરી શમ્સી.
  • પીશવાઈ, મહદી, તારીખે ઇસ્લામ અઝ જાહિલીયત તા રહલતે પયગંબરે ઇસ્લામ(સ), કુમ, નિહાદે નુમાયંદગી-એ મકામે મોઅઝ્ઝમે રહબરી દર દાનિશગાહહા. દફ્તરે નશરે મઆરિફ, ૧૩૮૨ હિજરી શમ્સી.
  • હાએરી, સૈયદ મહદી, "બેઅસત", દર દાનિશનામહે દાઇરાતુલ મઆરિફે તશય્યો (ભાગ ૩), કુમ, સઈદ મોહીબી, ૧૩૮૦ હિજરી શમ્સી.
  • دعای شب مبعث"દુઆ-એ શબે મબઅસ કુલ્લિયાતે મફાતીહુલ જિનાન બા તર્જુમેહે ઉસ્તાદ હુસૈન અંસારીયાન", પાયગાહે ઇત્તિલા રેસાની-એ ઉસ્તાદ હુસૈન અંસારીયાન, તારીખે બાઝદીદ ૨૪ ફરવર્દીન ૧૪૦૪ હિજરી શમ્સી.
  • રજબી, મોહમ્મદ હુસૈન, તારીખે અસરે બેઅસત, કુમ, મરકઝે આમૂઝિશે ઇલેકત્રોનીકી-એ દાનિશગાહે કુર્આન ઓ હદીસ, ૧૩૮૪ હિજરી શમ્સી.
  • زیارت امیرالمومنین حضرت امام علی(ع) در شب و روز مبعث "ઝિયારતે અમીરુલ મોમિનીન હઝરતે ઇમામ અલી(અ.સ) દર શબ ઓ રૂઝે મબઅસ", પાયગાહે ઇત્તિલા રેસાની-એ ઉસ્તાદ હુસૈન અંસારીયાન, તારીખે બાઝદીદ ૨૪ ફરવર્દીન ૧૪૦૪ હિજરી શમ્સી.
  • સુબ્હાની, જાફર, ફરોગે અબદિયત; તજ્ઝિયા ઓ તહ્લીલે કામેલી અઝ ઝિંદગી-એ પયગંબરે અકરમ(સ.અ), કુમ, બુસ્તાને કિતાબ, ચાપે બીસ્ત ઓ યકમ, ૧૩૮૫ હિજરી શમ્સી.
  • તબરસી, ફઝલ બિને હસન, મજમઉલ્ બયાન ફી તફ્સીરિલ કુર્આન, તેહરાન, નાસિર ખુસરો, ચાપે સિવ્વુમ, ૧૩૭૨ હિજરી શમ્સી.
  • તબરી, મોહમ્મદ બિને જરીર, તારીખ અલ-તબરી, બેરૂત, ૧૮૭૯ ઈસવી.
  • આમિલી, સૈયદ જાફર મુરતઝા, અસ્સહીહ મિન સીરતિન નબીય્યિલ આઝમ, કુમ, દારુલ હદીસ, ૧૪૨૬ હિજરી કમરી.
  • ફઝલુલ્લાહ, મોહમ્મદ હુસૈન, તફ્સીર મિન વહયિલ કુર્આન, બેરૂત, દારુલ મલિક લિત તિબાઅહ વન્ નશ્ર વત્ તવઝી, ચાપે સિવ્વુમ, ૧૪૩૯ હિજરી કમરી.
  • કુમી, અબ્બાસ, મફાતીહુલ જિનાન, તર્જુમે એ હુસૈન અંસારીયાન, કુમ, દારુલ ઇરફાન, ૧૩૮૮ હિજરી શમ્સી.
  • મકારિમ શીરાઝી, નાસિર, પયગામે ઇમામે અમીરુલ મોમિનીન(અ.સ), તેહરાન, દારુલ કુતુબિલ ઇસ્લામિયહ, ચાપે અવ્વલ, ૧૩૮૬ હિજરી શમ્સી.
  • لایحه قانونی تعیین تعطیلات رسمی کشور "લાયેહે કાનૂની તઅયીને તતઅલ્લીલાતે રસ્મી-એ કિશ્વર", મરકઝે પઝોહેશહાએ મજલિસે શૂરાયે ઇસ્લામી, મસૂબ ૮ તીરમાહ ૧૩૫૯ હિજરી શમ્સી, તારીખે બાઝદીદ: ૨૪ ફરવર્દીન ૧૪૦૪ હિજરી શમ્સી.
  • મકારિમ શીરાઝી, નાસિર, તફ્સીરે નમુના, તેહરાન, દારુલ્ કુતુબિલ ઇસ્લામિયહ, ચાપે દહુમ, ૧૩૭૧ હિજરી શમ્સી.
  • યાકૂબી, અહમદ બિને અબી-યાકૂબ, તારીખ અલ-યાકૂબી, બેરૂત, દારે સાદિર, તારીખ વગર.