લખાણ પર જાઓ

મસૂદો:અબુલ કાસિમ (ઉપનામ)

વિકિ શિયામાંથી

અબુલ કાસિમ (અરબી:ابوالقاسم ) હઝરત મોહમ્મદ (સ.અ), પયગંબર ઇસ્લામની કુન્નિયત છે.[૧] કાસિમ, પયગંબરના પુત્રના જન્મ પછી, તેમને અબુલકાસિમના ઉપનામથી ઓળખવામાં આવ્યા.[૨] શૈખ સદૂક (મુત્યુ; 381, હિજરી) એ એક હદીસનો હવાલો આપીને, આ કુન્નિય્ત પયગંબર (સ.અ) પ્રત્યેના ઈમાન અને કુફ્રમાંથી લીધેલો બતાવ્યો છે, જે લોકોને જન્નત અને જહન્નમ તરફ વિભાજિત કરે છે.[૩] તે જ હદીસના આધારે તેમણે એ પણ જણાવ્યું છે કે ઇમામ અલી (અ.સ.) જન્નત અને જહન્નમના વિભાજક હોવાથી પયગંબર (સ.અ)ને અબુલકાસિમ કહેવામાં આવે છે; કારણ કે પયગંબર ઇમામ અલી (અ.સ.)ના પિતા અને અન્ય મુસ્લિમોના પિતા ગણાય છે.[૪]

આ પણ જુઓ: હદીસે કસીમુન નારે વલ જન્નહ (જહન્નમ અને જન્નતનો વિભાજક)

મોહમ્મદ બિન અલી અરદબીલીના "જામિઉર રુવાત" મુજબ, આ કુન્નિયત ઇમામ સજ્જાદ (અ.સ.)ને પણ આપવામાં આવી છે.[૫] અને તે ઇમામ મહદી (અ.જ.) માટે પણ વપરાઇ છે.[૬] અક્તમી સદીના શિયા રિજાલ વિદ્વાન એનાયતુલ્લાહ કોહપાઈના કથન અનુસાર, હઝરત મહદી (અ.જ) માટે અબુલકાસિમ કુન્નીયતનો ઉપયોગ પયગંબર (સ.અ) વધારે કરતાં હતા.[૭]

શૈખ હુર્રે આમેલી "વસાઇલુશ શિયા" માં માને છે કે જો કોઈનું નામ મોહમ્મદ હોય, તો તેના માટે અબુલકાસિમ કુન્નીયત રાખવી મક્રૂહ (નાપસંદીદા) છે.[૮] ઈરાનના નોંધણી વિભાગમાં નોંધાયેલા નામોના અહેવાલ મુજબ, અબુલકાસિમ 1297 થી 1380 શમ્સી (1918-2001)ની સમયઅવધિમાં ઈરાનીઓના ટોચના 100 પુરુષ નામોમાં સમાવેશ થાય છે.[૯]

ફૂટનોટ

  1. ↑ કોહપાઈ, મજમાઉર રિજાલ, 1364 શમ્સી, ભાગ 7, પૃષ્ઠ 193.
  2. ↑ મજલિસી, બિહારુલ અન્વાર, 1403 હિજરી, ભાગ 16, પૃષ્ઠ 107.
  3. ↑ શૈખ સદૂક, મઆનીયુલ અખબાર, 1403 હિજરી, પૃષ્ઠ 52.
  4. ↑ શૈખ સદૂક, મઆનીયુલ અખબાર, 1403 હિજરી, પૃષ્ઠ 52.
  5. ↑ અરદબીલી, જામિઉર રુવાત, 1403 હિજરી, ભાગ 2, પૃષ્ઠ 462.
  6. ↑ નૂરી, નજમે સાકિબ, 1384 શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 89.
  7. ↑ કોહપાઈ, મજમાઉર રિજાલ, 1364 શમ્સી, ભાગ 7, પૃષ્ઠ 193.
  8. ↑ હુર્રે આમેલી, વસાઇલુશ શિયા, 1409 હિજરી, ભાગ 21, પૃષ્ઠ 399-400.
  9. ↑ گزارشی جالب از یکصد نام برتر ایرانیان در قرن حاضرગુઝારિશી જાલિબ અઝ યકસદ નામે બરતર ઈરાનીયાન દર કર્ને હાઝર"

સ્ત્રોતો

  • અરદીબીલી, મોહમ્મદ બિન અલી, જામિઉર રુવાત વ ઇઝાહતુલ ઇશતિબાહાત અન તુરુક વલ અસનાદ, બેરુત, દારુલ અઝવા, પહેલી આવૃત્તિ, 1403 હિજરી.
  • હુર્રે આમેલી, મોહમ્મદ બિન હસન, તફસીલુ વસાઇલિશ શિયા ઇલા તહસીલે મસાઇલિશ શરીઆ, કુમ, મુઅસ્સિસએ આલે બૈત (અ.સ.), પહેલી આવૃત્તિ, 1409 હિજરી.
  • શૈખ સદૂક, મઆનીયુલ અખબાર*, કુમ, દફ્તરે નશરે ઇસ્લામી (જામિઆતુલ મુદર્રિસીન), 1403 હિજરી.
  • કોહપાઈ, એનાયતુલ્લાહ, મજમઉર રિજાલ, કુમ, ઇસ્માઈલિયાન, બીજી આવૃત્તિ, 1364 શમ્સી.
  • گزارشی جالب از یکصد نام برتر ایرانیان در قرن حاضر"ગુઝારિશી જાલિબ અઝ યકસદ નામે બરતર ઈરાનીયાન દર કર્ને હાઝર" આઈ.ટી.એલ., જોવાની તારીખ: 9 બેહમન 1402 શમ્સી.
  • મજલિસી, મોહમ્મદ બાકિર બિન મોહમ્મદ તકી, બિહારુલ અન્વાર અલ-જામિઆ લિ દુરરિ અખબારિલ આઇમ્મતિલ અતહાર (અ.સ.), બેરુત, દારુ ઇહયાઇત તુરાસિલ અરબી, બીજી આવૃત્તિ, 1403 હિજરી.
  • નૂરી, હુસૈન, નજમે સાકિબ દર અહવાલે ઇમામે ગાઇબ (અ.સ.), કુમ, મસ્જિદે મુકદ્દસે જમકરાન, 1384 શમ્સી.