લખાણ પર જાઓ

મસૂદો:અબુસ સિબ્તૈન

વિકિ શિયામાંથી

અબુસ સિબ્તૈન (અરબી: ابوالسِبطَین) પયગંબર (સ.અ)[૧] અને ઇમામ અલી (અ.સ)[૨]ના કુન્નિયત (ઉપનામો)માંનો એક છે.

કરબલામાં સિબ્તૈન નામની એક યુનિવર્સિટી

અબુસ સિબ્તૈન નો અર્થ છે બે નાતી-નવાસા (સિબ્ત)ના પિતા. હદીસો અનુસાર, સબ્તૈન શબ્દથી હસનૈન (ઇમામ હસન અને ઇમામ હુસૈન (અ.સ.))નો અર્થ લેવાયો છે;[૩] આથી જ, ઇસ્લામી સંસ્કૃતિમાં ઇમામ હસન (અ.સ.)ને પયગંબરના 'સિબ્તુલ અકબર' (મોટા નાતી) અને ઇમામ હુસૈન (અ.સ.)ને 'સિબ્તુલ અસગર' (નાના નાતી) તરીકે ઓળખવામાં આવે છે.[૪] શિયાઓની કેટલીક જગ્યાઓ અને કેન્દ્રોનું નામ પણ સિબ્તૈન પરથી રખાયું છે, જેમ કે લખનઊ, ભારતમાં ઈમામબાળા સિબ્તૈનાબાદ અને કુમ, ઈરાનમાં મોઅસ્સિએ જહાની સિબ્તૈન (અલ-સિબ્તૈન ગ્લોબલ ફાઉન્ડેશન). જો કે, દસમી હિજરી સદીના શિયા ભાષાશાસ્ત્રી ફખરુદ્દીન તુરૈહી ને 'સિબ્ત' નો અર્થ કોમ અને ઉમ્મત (સમુદાય) તરીકે કર્યો છે અને સંભાવના જણાવી છે કે આ કુન્યા પયગંબર (સ.અ)ની સંતતિનો હસનૈન દ્વારા ફેલાવો દર્શાવે છે.[૫]

હઝરત ફાતિમા (સ.અ.) માટે "ઉમ્મુસ સિબ્તૈન" (બે નાતીઓની માતા)ની અભિવ્યક્તિ પણ કેટલાંક ધાર્મિક ગ્રંથોમાં વપરાઈ છે.[૬]

સંબંધિત શોધો

અબુર રૈહાનતૈન

ફુટનોટ

  1. ↑ ઇબ્ને શહર આશોબ, મનાકિબે આલે અબી તાલિબ, 1379 હિજરી, ભાગ 1, પૃષ્ઠ 154.
  2. ↑ મજલિસી, બિહારુલ અન્વાર, 1403 હિજરી, ભાગ 10, પૃષ્ઠ 19; બિયૂમી મિહરાન, અલ-ઇમામા વ અહલુલ બૈત, દારુન નહઝતિલ અરબીયા, 1995 ઈસવી, ભાગ 2, પૃષ્ઠ 9.
  3. ↑ ઇબ્ને શાઝાન, અલ-ફઝાઇલ, 1363 સન, પૃષ્ઠ 83.
  4. ↑ મોહદ્દિસી, ફરહંગે આશૂરા, 1376 સન, પૃષ્ઠ 220.
  5. ↑ તુરૈહી, મજમઉલ બહરૈન, 1375 સન, ભાગ 4, પૃષ્ઠ 251.
  6. ↑ ઇબ્ને કવલવિયહ કુમ્મી, કામિલુઝ ઝિયારાત, 1356 સન, ભાગ 1, પૃષ્ઠ 325.

સ્ત્રોતો

  • ઇબ્ને શાઝાન, શાદાન બિન જિબ્રીલ, અલ-ફઝાઇલ, કુમ, પ્રકાશક, રજા, 1363 સન.
  • ઇબ્ને શહર આશોબ, મુહમ્મદ બિન અલી, મનાકિબે આલે અબી તાલિબ (અ.સ.), કુમ, પ્રકાશક, અલ્લામા, 1379 હિજરી.
  • ઇબ્ને કવલવયહ કુમ્મી, જાફર બિન મોહમ્મદ, કામિલુઝ ઝિયારાત, સંપાદક, અબ્દુલ હુસૈન અમીની, નજફ, પ્રકાશક દારુલ મુરતઝવિયા, 1356 સન.
  • બિયૂમી મિહરાન, મુહમ્મદ, અલ-ઇમામા વ અહલુલ બૈત (અ.સ.), કાહેરા, પ્રકાશક, દારુન નહઝતિલ અરબીયા, 1995 ઈસવી.
  • તુરૈહી, ફખરુદ્દીન બિન મુહમ્મદ, મજમઉલ બહરૈન, સંશોધન અને સંપાદન, અહમદ હુસૈની અશ્કુરી, તેહરાન, પ્રકાશક, મુરતઝવી, 1375 સન.
  • મજલિસી, મોહમ્મદ બાકિર, બિહારુલ અન્વાર*, બેરુત, પ્રકાશક, દારુ ઇહયા અલ-તુરાસ અલ-અરબી, 1403 હિજરી.
  • મોહદ્દિસી, જવાદ, ફરહંગે આશૂરા, પ્રકાશક, મારૂફ, કુમ, 1417 હિજરી/1376 સન.