મસૂદો:આય એ તઅસ્સી
આય એ તઅસ્સી (અરબી: آية التأسي) (અહઝાબ: 21) પયગંબર (સ.અ) ને એક સારા ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરે છે અને મુસ્લિમોને તેમનું અનુસરણ (ઇતાઅત) કરવા અને તેમનો વિરોધ કરવાથી બચવા માટે કહે છે.
આ આયત અહઝાબના યુદ્ધની આયતોની વચ્ચે નાઝિલ થઈ હતી. કેટલાક ટિપ્પણીકારોના મતે, પયગંબર (સ) નું આદર્શ હોવું આ યુદ્ધ માટે વિશિષ્ટ નથી.પરંતુ તે તમામ સમય, સ્થળો અને પયગંબર (સ.અ)ના તમામ કાર્યો, ઉક્તિઓ અને પરંપરાઓ (સુન્નત) નો સમાવેશ કરે છે. તે તમામ મુસ્લિમો માટે એક સતત અને અચળ ફરજ છે; પરંતુ જે લોકો અલ્લાહની કૃપા અને કયામતના દિવસ પર વિશ્વાસ રાખે છે અને અલ્લાહના સ્મરણથી એક ક્ષણ પણ અજાણ નથી રહેતા તેઓ જ આ આદર્શનો લાભ લઈ શકે છે . કેટલાક ટીકાકારો પયગંબર (સ.અ)નું અનુસરણ કરવાને અનિવાર્ય (વાજિબ) માને છે, જ્યારે અન્ય તેને ઇચ્છનીય (મુસ્તહબ) માને છે; જેમ કે કેટલાક અન્ય લોકો તફસીલી અભિગમ રાખે છે અને ધાર્મિક બાબતોમાં અનુસરણને અનિવાર્ય અને ઐહિક (દુન્યવી) બાબતોમાં ઇચ્છનીય માને છે.
આયત અને અનુવાદ
| “ | ” | |
| — કુરઆન: સૂર એ અહઝાબ, આયત 21, અનુવાદ: ફૌલાદવંદ | ||
આય એ તઅસ્સીનું મહત્વ
સૂરહ અલ-અહઝાબની આયત 21 ને આય એ તઅસ્સી (આદર્શ તરીકે સ્વીકારવા સંબંધિત આયત) નામ આપવામાં આવ્યું છે.[૧] કારણ કે આ આયતમાં પયગંબર (સ.અ)ને "ઉસ્વતુન હસનહ" (શ્રેષ્ઠ આદર્શ) તરીકે ઓળખવામાં આવ્યા છે: "બેશક તમારા માટે અલ્લાહના રસૂલમાં એક ઉત્તમ આદર્શ છે, તે વ્યક્તિ માટે જે અલ્લાહ અને આખેરતના દિવસ પર આશા રાખે છે અને અલ્લાહને ઘણું યાદ કરે છે." (અહઝાબ: 21) અલ્લાહ તઆલા આ આયતમાં, અગાઉની આયતોમાં કપટીઓ (મુનાફિકો)ને ઠપકો આપ્યા[૨] પછી અને સાચા મોમિનોના કેટલાક ગુણોનો ઉલ્લેખ કરતા પહેલા, પયગંબર (સ.અ)ને મોમિનો માટે માર્ગદર્શક અને આદર્શ તરીકે પ્રસ્તુત કરે છે અને મુસ્લિમો અથવા (મુકલ્લફીન) ફરજ પાલન કરનારાઓ[૩] અથવા જે લોકોએ પયગંબર (સ.અ)નું અનુસરણ નથી કર્યું અને તેમની અવજ્ઞા કરી છે,[૪] તેમને પયગંબર (સ.અ)નું અનુસરણ કરવા અને તેમની અવજ્ઞા કરવાથી બચવાની તાકીદ કરે છે.[૫] આ આયત સાચા મુસ્લિમને તે વ્યક્તિ ગણે છે જેણે પયગંબર (સ.અ)નું અનુસરણ કર્યું હોય અને તેમના કોઈપણ આદેશની અવજ્ઞા ન કરી હોય.[૬] કુરઆન સૂર એ મુમ્તહિનાની આયત 4 અને 6 માં હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ને શિર્ક અને મુશ્રિકીનથી દૂર રહેવામાં એક આદર્શ તરીકે પ્રસ્તુત કરે છે.[૭] (યાદદાશ્ત ૧)
ઉસ્વતુન (ઉસ્વાહ)નો અર્થઘટન
ઉસ્વાહ શબ્દનો શાબ્દિક અર્થ "માર્ગદર્શક" થાય છે[૮] અને તે એ સ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યારે મનુષ્ય બીજાનું અનુસરણ કરતી વખતે ધારણ કરે છે;[૯] એટલે કે, અનુસરણ અને અનુકરણ કરવાની સ્થિતિ.[૧૦] અથવા તે અન્ય લોકોના સારા કાર્યોનું અનુસરણ અને અનુકરણ કરવા માટે વપરાય છે (૧૧) અને આ આયતમાં પયગંબર (સ.અ)નું અનુસરણ કરવાના અર્થમાં આવે છે; (૧૨ એવી રીતે કે પયગંબર (સ.અ) મનુષ્ય માટે અનુસરણ અને અનુકરણ કરવા માટેનો શ્રેષ્ઠ નમૂનો છે અને તેમનું અનુસરણ કરીને, તે પોતાને સુધારી શકે છે અને સીધા માર્ગ પર આવી શકે છે.૧૩) આયતના અર્થ અને તફસીર સંબંધમાં, કેટલાક તફસીરની પુસ્તકોમાં અસંખ્ય હદીસો ઉલ્લેખિત છે;[14] જેમ કે ઇબ્ને અબ્બાસની હદીસના આધારે ઉસ્વતુન હસનહનો અર્થ પયગંબર (સ.અ.) ની સુન્નત (રીતરિવાજ) ગણાવ્યો છે.[15] કેટલાક મુફસ્સિરીન (તફસીરના વિદ્વાનો) ને આયતના અર્થ વિશે વાસ્તવમાં બે મત રજૂ કર્યા છે: પહેલો કે પયગંબર (સ.અ) પોતે જ ઉસ્વ એ હસનહ (સુંદર આદર્શ) છે, અથવા બીજો કે પયગંબર પોતે આદર્શ નથી, પરંતુ તેમનામાં એવો ગુણ છે જે અનુસરણ (અનુકરણ) કરવા લાયક છે.[16] આદર્શ લેવાની શરતો અલ્લાહ તઆલા આ આયતમાં પયગંબર (સ.અ)ને તે લોકો માટે શ્રેષ્ઠ આદર્શ તરીકે પ્રસ્તુત કરે છે જે અલ્લાહની કૃપા અને કયામતના દિવસ પર ઈમાન ધરાવે છે ૧૭) અને દુનિયા અને આખેરતના ૧૮) સવાબ (જે નેક અમલનો ફળ છે) પર આશા રાખે છે; ૧૯) જે લોકો અલ્લાહના સ્મરણથી એક ક્ષણ પણ અજાણ નથી રહેતા અને સતત અલ્લાહને યાદ કરતા રહે છે ૨૦) અને દરેક પરિસ્થિતિમાં, મુશ્કેલી હોય કે સુખ, અલ્લાહના સ્મરણથી અજાણ નથી રહેતા ૨૧) અને આશાને ઘણી આજ્ઞાપાલન સાથે જોડે છે; ૨૨) જોકે કેટલાકે "ઝિક્રે કસીર" (ઘણું સ્મરણ) નો અર્થ પાંચ વખતની નમાઝથી તાબીર કર્યો છે. ૨૩) તેથી, આયતના આગળના ભાગને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે મૂળ (અલ્લાહ) અને પરલોક પર ઈમાન અને અલ્લાહનું સતત સ્મરણ જ પયગંબર (સ.અ.)ના અનુસરણ માટે પ્રેરણા છે ૨૪).
પયગંબરના અનુસરણની સીમા આ આયતના સામાન્ય અર્થને ધ્યાનમાં રાખતા, પયગંબર (સ.અ)નું આદર્શ હોવું લડાઈ અને અન્ય તમામ ક્ષેત્રોનો સમાવેશ કરે છે. ૨૫) પયગંબર (સ.અ)નું અનુસરણ ઉક્તિઓ અને વર્તન ૨૬) બંનેમાં અને બીજા શબ્દોમાં કહીએ તો, તમામ ક્રિયાઓ, સ્થિતિઓ અને નૈતિકતામાં માનવામાં આવે છે. ૨૭) જેમ કે મકારિમ શીરાઝી તેમની તફસીર પુસ્તક "તફસીરે નમૂના" માં માને છે કે પયગંબર (સ.અ) ઉચ્ચ ચારિત્ર્ય, દૃઢતા અને ધીરજ, સજાગતા, સમજદારી, એકનિષ્ઠા, અલ્લાહ તરફ ધ્યાન, અને મુશ્કેલીઓ અને સમસ્યાઓ આગળ ઘૂંટણ ન ટેકવું, આ બધામાં તમામ મુસ્લિમો માટે શ્રેષ્ઠ આદર્શ અને માર્ગદર્શક છે.૨૮) કેટલાક અન્યોએ પયગંબર (સ.અ)ના અનુસરણની સીમા ફક્ત ધીરજ (સબર) ૨૯) અથવા લડાઈઓમાં પયગંબર (સ.અ)ની ક્રિયાઓ અને ઘણાં ઘા અને મુશ્કેલીઓ સહન કરવા સુધી મર્યાદિત રાખી છે ૩૦) અને પયગંબર (સ.અ)ની અન્ય ક્રિયાઓનું અનુસરણ, જોકે યોગ્ય ૩૧) ગણાવે છે, પરંતુ વાજિબ નથી ગણતા.૩૨)
આય એ તઅસ્સી અહઝાબની લડાઈ સંબંધિત આયતોના સંદર્ભમાં નાઝિલ થઈ છે. કેટલાકે "લકુમ" (તમારા માટે) શબ્દને ધ્યાનમાં રાખીને આ આયતના સંબોધિત ખંદકની લડાઈમાં હાજર લોકોને ગણ્યા છે જેમણે મુશ્કેલીઓના સમયમાં પયગંબર (સ.અ)ને છોડી દીધા હતા; (૩૩) પરંતુ અન્ય ટીકાકારો આ આયતના સંબોધિત લોકોને ફક્ત ખંદકની લડાઈમાં હાજર લોકો સુધી મર્યાદિત નથી માનતા અને માને છે કે પયગંબર (સ.અ) તમામ ક્ષેત્રોમાં તમામ મોમિનો માટે શ્રેષ્ઠ આદર્શ છે (૩૪) અને તેમનું અનુસરણ તમામ મુસ્લિમો માટે એક સતત અને અચળ ફરજ છે. (૩૫)
તઅસ્સી (અનુસરણ)નો હુકમ
પયગંબર (સ.અ)ના અનુસરણની અનિવાર્યતા (વુજૂબ) અથવા ઇચ્છનીયતા (ઇસ્તિહબાબ) પર વિદ્વાનોમાં મતભેદ છે; કેટલાકે પયગંબર (સ.અ)નું અનુસરણ અનિવાર્ય (વાજિબ) ગણાવ્યું છે (નોંધ ૩) અને અન્યોએ આ હુકમનો મૂળભૂત સિદ્ધાંત ઇચ્છનીય (મુસ્તહબ) ગણાવ્યો છે, જ્યાં સુધી તેની અનિવાર્યતા પર કોઈ પુરાવો ન હોય; અને કેટલાક અન્યોએ તફસીલી અભિગમ અપનાવ્યો છે; એવી રીતે કે ધાર્મિક બાબતોમાં પયગંબર (સ.અ)નું અનુસરણ અનિવાર્ય છે અને ઐહિક (દુન્યવી) બાબતોમાં ઇચ્છનીય (ઇસ્તેહ્બાબ) છે. ૩૬)
આયતના સંદેશો
મોહસિન કરાતીએ તેમની પુસ્તક "તફસીરે નૂર" માં આ આયતમાંથી કેટલાક સંદેશો લીધા છે; તેમાંનો એક એ છે કે આદર્શોનો પરિચય કરાવવો એ શિક્ષણની એક પદ્ધતિ છે અને સારા આદર્શનો પરિચય લોકોના માર્ગદર્શનમાં મદદરૂપ થઈ શકે છે અને નકલી આદર્શોનું અનુસરણ કરવાથી રોકી શકે છે. ૩૭) તેમજ, પુસ્તક "તફસીરે કુરઆને મેહર"ના લેખકે, આ આયતમાંથી એક અર્થઘટનમાં, તમામ મનુષ્યો માટે આદર્શની આવશ્યકતા ઉપરાંત, ઇસ્લામના નેતાને તમામ માટે શ્રેષ્ઠ આદર્શ ગણાવ્યા છે.૩૮)
સંબંધિત વિષયો સીરતે નબવી
- ↑ મુઅસ્સિસએ દાઇરતુલ મઆરિફે ફિકહે ઇસ્લામી, ફરહંગે ફિકહ, 1426 હિજરી, ભાગ. 1, પૃષ્ઠ 168.
- ↑ નિઝામુલ આરજ, ગરાઇબુલ કુરઆન, 1416 હિજરી, ભાગ. 5, પૃષ્ઠ 455.
- ↑ તુસી, અત તિબ્યાન, બેરૂત, ભાગ. 8, પૃષ્ઠ 328; તબરસી, મજમઉલ બયાન, 1372 શમ્સી, ભાગ. 8, પૃષ્ઠ 548; સબ્ઝવારી, ઇરશાદુલ અઝહાન, 1419 હિજરી, પૃષ્ઠ 425.
- ↑ કુરતુબી, અલ-જામિઓ લિ-અહકામ-ઇલ-કુરઆન, 1364 શમ્સી, ભાગ. 14, પૃષ્ઠ 155, તબરી, જામિઓલ બયાન, 1412 હિજરી, ભાગ. 21, પૃષ્ઠ 91.
- ↑ સઅલબી, અલ-કશફ વ-અલ-બયાન, 1422 હિજરી, ભાગ. 8, પૃષ્ઠ 22; તબરી, જામિઓલ-બયાન, 1412 હિજરી, ભાગ. 21, પૃષ્ઠ 91.
- ↑ મુગ્નિયહ, અત-તફસીરુલ કાશિફ, 1424 હિજરી, ભાગ. 6, પૃષ્ઠ 205.
- ↑ સૂર એ મુમ્તહિનહ, આયત 4, 6.
- ↑ ઇબ્ને મન્ઝૂર, લિસાનુલ અરબ, બેરૂત, ભાગ. 14, પૃષ્ઠ 35.
- ↑ રાગિબ ઇસ્ફહાની, મુફરદાત્ અલફાઝ-ઇલ-કુરઆન, બેરૂત, પૃષ્ઠ 76.
- ↑ ઇબ્ને-એ અતીયહ, અલ-મુહરર-ઉલ-વજીઝ, 1422 હિજરી, ભાગ. 4, પૃષ્ઠ 377; રઝાઈ ઇસ્ફહાની, તફસીર-એ કુરઆન-એ મેહર, 1387 શમ્સી, ભાગ. 16, પૃષ્ઠ 330.