મસૂદો:આય એ સલવાત
આ લેખ સૂર એ અહઝાબની આયત નંબર 56 વિશે છે. સલવાત (દરૂદ) ની
આય એ સલાવત | |
| આયતની વિગતો | |
|---|---|
| આયતનું નામ | આય એ સલાવત |
| પારા | 22 |
| સામગ્રી માહિતી | |
| વિષય | પયગંબર (સ.) પર |
સલવાતની આયત (અરબી: آیه صَلَوات)માં અલ્લાહ અને ફરિશ્તાઓ દ્વારા પયગંબર મોહમ્મદ (સ.અ) પર દરૂદ અને રહેમત (સલવાત) મોકલવાનો ઉલ્લેખ છે અને તે ઈમાનવાળાઓને પણ પયગંબર (સ.અ) પર દરૂદ મોકલવાની આજ્ઞા આપે છે. ઘણા શિયા મુસ્લિમો આ આયત સાંભળીને તરત જ દરૂદ મોકલે છે. મગરિબની નમાઝ પછીના દુઆ-તાકીબાતમાં આ આયતના તિલવતની ભલામણ કરવામાં આવી છે.
તફ્સીરે અલ-મીઝાનમાં અલ્લામા તબાતબાઈ દરૂદ મોકલવાને અલ્લાહ અને ફરિશ્તાઓનું અનુસરણ કરવા તરીકે ઓળખાવ્યું છે. તફ્સીરે પેગામે કુરઆનમાં મકારિમ શીરાઝીના મત અનુસાર, સુન્ની હદીસ અને તફ્સીરની પુસ્તકોમાં આવેલી હદીસોના આધારે, પયગંબર (સ.અ)ના પરિવાર (આલ) પર દરૂદ મોકલવી પણ સૂર એ અહઝાબની આયત નંબર 56માં ઉલ્લેખિત દરૂદનો જ એક ભાગ છે.
આયત અને અનુવાદ
إِنَّ اللهَ وَ مَلائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يا أَيُّهَا الَّذينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَ سَلِّمُوا تَسْليماً ઇન્નલ્લાહા વ મલાઇકતોહુ યુસલ્લૂના અલન નબી યા અય્યોહલ લઝીના આમનૂ સલ્લૂ અલૈહે વ સલ્લિમૂ તસ્લીમા
અનુવાદ:બેશક અલ્લાહ અને તેના ફરિશ્તાઓ પયગંબર પર દરૂદ (સલવાત) મોકલે છે. હે ઈમાનવાળાઓ, તેમના પર સલવાત મોકલો અને સંપૂર્ણ આજ્ઞાપાલન સાથે તેમનું પાલન કરો.
સ્થાન અને મહત્વ

શૈખ તુસીની પુસ્તક 'મિસ્બાહુલ મુતહજ્જિદ'માં, હઝરત ફાતિમા (સ.અ.)ની તસ્બીહના પછી, મગરિબની નમાઝ પછીના વૈકલ્પિક દુઆ-અદાઓ તરીકે સલવાતની આયતના પાઠની ભલામણ કરવામાં આવી છે[૧] અને શૈખ અબ્બાસ કુમ્મીની 'મફાતીહુલ જનાન’માં પણ 'મિસ્બાહુલ મુતહજ્જિદ'ના ઉલ્લેખ સાથે આ જ વાત કહેવામાં આવી છે.[૨] ઇમામ મૂસા કાઝિમ (અ.સ.) પરથી પ્રસ્થાપિત છે કે જે વ્યક્તિ સુબહ અને મગરિબની નમાઝ પછી, ઊઠ્યા અથવા કોઈ સાથે વાત કર્યા વગર, સલવાતની આયતનો પાઠ કરે છે, અલ્લાહ તેની સો જરૂરિયાતો પૂરી કરે છે; જેમાંથી સત્તર આ જીવનમાં અને ત્રીસ આખેરત (પરલોક)માં છે.[૩]
કહેવાય છે કે દરેક નમાઝ પછી આશા (રજા)ના ઇરાદાથી સલવાતની આયતનો પાઠ કરવામાં કોઈ મનાઇ નથી.[૪] ઈરાનમાં, જમાત સાથે પઢાતી દરેક નમાઝ પછી એક વ્યક્તિ દ્વારા મોટેથી આ આયતનો પાઠ કરવામાં આવે છે અને નમાઝીઓ ત્રણ વાર દરૂદ મોકલે છે.
અર્થઘટન (તફસીર)
ચૌદમી સદી હિજરીના શિયા મુફસ્સિર અલ્લામા તબાતબાઈએ તફ્સીરે અલ-મીઝાનમાં, શિયા અને સુન્ની સ્રોતો પરથી મળી આવેલી કેટલીક હદીસોના આધારે જણાવ્યું છે કે દરૂદ મોકલવાની રીત એ છે કે ઈમાનવાળાઓએ અલ્લાહને પયગંબર અને તેમના પરિવાર (આલ) પર દરૂદ મોકલવાની પ્રાર્થના કરવી.[૫] તેમણે એ પણ જણાવ્યું છે કે ઈમાનવાળાઓ દ્વારા દરૂદ મોકલવું, અલ્લાહ અને ફરિશ્તાઓ દ્વારા પયગંબર (સ.અ) પર દરૂદ મોકલવાનું અનુસરણ છે અને તે પછીની આયત[૬]માં જે અલ્લાહ અને તેના પયગંબરને તકલીફ આપનારાઓને આ જીવન અને પરલોકમાં લાનત થયેલા કહેવામાં આવ્યા છે, તેના પર ભાર દર્શાવે છે.[૭] એક હદીસમાં, ઇમામ મૂસા કાઝિમ (અ.સ.)એ પયગંબર (સ.અ) પર અલ્લાહ, ફરિશ્તાઓ અને ઈમાનવાળાઓની સલવાત (દરૂદ)ના અર્થ વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ફરમાવ્યું હતું કે અલ્લાહની સલવાત તેની રહેમત (દયા) છે, ફરિશ્તાઓની સલવાત પયગંબર માટે તેમની પ્રશંસા અને સ્તુતિ છે અને ઈમાનવાળાઓની સલવાત તેમના માટે દુઆ (પ્રાર્થના) છે.[૮] મકારિમ શીરાઝી, જેઓ એક મરજએ તકલીદ પણ છે, તેમણે તેમની પુસ્તક 'પૈગામે કુરઆન'માં, શિયા અને સુન્ની હદીસોના આધારે, પયગંબર (સ.અ)ના પરિવાર અને સંબંધીઓ (આલ) પર દરૂદ મોકલવાને પણ દરૂદનો જ એક ભાગ ગણાવ્યો છે અને આ સંદર્ભમાં તેમણે સુન્ની હદીસ અને તફ્સીરની પુસ્તકોમાં આવેલી હદીસોનો ઉલ્લેખ કર્યો છે;[૯] જેમાં 'સહીહ-એ-બુખારી'[૧૦], 'સહીહ-એ-મુસ્લિમ'[૧૧], 'તફ્સીર અલ-દુર્રે અલ-મંસૂર’[૧૨] અને 'તફ્સીરે તબરી'[૧૩]નો સમાવેશ થાય છે.
ફઝલ બિન હસન તબરસી દ્વારા તેમની તફ્સીર 'મજમા-ઉલ-બયાન'માં ઇમામ જાફર સાદિક (અ.સ.) પરથી ઉલ્લેખિત એક હદીસ અનુસાર, જો કોઈ પયગંબર (સ.અ) પર એક વાર દરૂદ મોકલે છે, તો ફરિશ્તાઓ તેના પર દસ વાર દરૂદ મોકલે છે, તેના દસ ગુનાઓ માફ કરે છે અને તેના લેખા (નામ એ આમાલ)માં દસ નેકીઓ લખે છે.[૧૪]
દરૂદના વાજિબ (ફર્જ) હોવા પર દલીલ
શિયા મુફસ્સિર નાસિર મકારિમ શીરાઝીના કથન અનુસાર, સૂર એ અહઝાબની આયત નંબર 56 એ બાબત પર દલીલ કરે છે કે સમગ્ર જીવનકાળમાં એક વાર પયગંબર (સ.અ) પર દરૂદ મોકલવી વાજિબ (ફર્જ) છે.[૧૫] તેમજ સુન્ની વિદ્વાન અને 'અત-તાજ-ઉલ-જામે લિલ-ઉસૂલ'ના લેખક મંસૂર અલી નાસેફ પરથી પ્રસ્થાપિત છે કે વિદ્વાનોનો એકમત અનુસાર, આયતના શબ્દો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પયગંબર (સ.અ) પર દરૂદ અને સલામ મોકલવી વાજિબ છે.[૧૬] 'અત-તાજ-ઉલ-જામે'ના લેખકનો મત છે કે તમામ ઈમાનવાળાઓ પર દરૂદ અને સલામ મોકલવી વાજિબ છે અને મતભેદ તેના સમયને લઈને છે. ઇમામ શાફેઈએ તેને નમાઝના છેલ્લા તશહુદમાં વાજિબ ગણાવ્યું છે, જ્યારે ઇમામ માલિક બિન અનસે તેને સમગ્ર જીવનકાળમાં એક વાર વાજિબ ગણાવ્યું છે અને અન્ય વિદ્વાનોએ તેને દરેક મજલિસ (સભા)માં એક વાર વાજિબ ગણાવ્યું છે.[૧૭]
ફૂટનોટ્સ
- ↑ શૈખ તુસી, 'મિસ્બાહુલ મુતહજ્જિદ', 1418 હિજરી, પૃષ્ઠ 85.
- ↑ કુમ્મી, 'કુલ્લિયાતે મફાતીહુલ જનાન’, પ્રકાશન ઉસવા, પૃષ્ઠ 17.
- ↑ શૈખ સદૂક, ‘સવાબુલ આમાલ વ અકાબુલ આમાલ’, 1406 હિજરી, પૃષ્ઠ 156.
- ↑ "હુકમે ખ્વાંદને આયતે સલવાત પસ અઝ હર નમાઝ" (દરેક નમાઝ પછી સલવાતની આયત વાંચવાનો નિયમ), આયતુલ્લાહ મકારિમ શીરાઝીની સૂચના વેબસાઇટ.
- ↑ તબાતબાઈ, 'અલ-મીઝાન', 1393 હિજરી, ભાગ 16, પૃષ્ઠ 338.
- ↑ સૂર એ અહઝાબ, આયત નંબર 57.
- ↑ તબાતબાઈ, 'અલ-મીઝાન', 1393 હિજરી, ભાગ 16, પૃષ્ઠ 338.
- ↑ શૈખ સદૂક, ‘સવાબુલ આમાલ વ અકાબુલ આમાલ’, 1406 હિજરી, પૃષ્ઠ 156. 9. મકારિમ શીરાઝી, 'પૈગામે કુરઆન', 1381 શમ્સી (ફારસી કેલેન્ડર), ભાગ 9, પૃષ્ઠ 399-403.
- ↑ મકારિમ શીરાઝી, પૈગામે કુરઆન, ૧૩૮૧ શમ્સી, ભાગ ૯, પૃષ્ઠ ૩૯૮ - ૪૦૩
- ↑ બુખારી, 'સહીહ-એ-બુખારી', 1419 હિજરી, પૃષ્ઠ 937, હદીસ નંબર 4797.
- ↑ મુસ્લિમ નિશાપુરી, 'સહીહ-એ-મુસ્લિમ', 1412 હિજરી, ભાગ 1, પૃષ્ઠ 305, અધ્યાય 17, હદીસ નંબર 65.
- ↑ સુયુતી, 'અદ-દુર્ર-ઉલ-મંસૂર', 1420 હિજરી, ભાગ 6, પૃષ્ઠ 646-647.
- ↑ તબરી, 'તફ્સીર જામે-ઉલ-બયાન', 1422 હિજરી, ભાગ 19, પૃષ્ઠ 176.
- ↑ તબરસી, 'મજમા-ઉલ-બયાન', 1406 હિજરી, ભાગ 8, પૃષ્ઠ 579.
- ↑ મકારિમ શીરાઝી, 'પૈગામે ઇમામ અમીરુલ મોમિનીન', 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 200.
- ↑ મકારિમ શીરાઝી, 'પૈગામે ઇમામ અમીરુલ મોમિનીન', 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 200-201.
- ↑ મંસૂર નાસેફ, 'અત-તાજ-ઉલ-જામે', 1381-1382 હિજરી, ભાગ 5, પૃષ્ઠ 143.
નોંધ
1. સંભવત્ આનો અર્થ એ છે કે ઈમાનવાળાઓએ પયગંબર (સ.અ)ના સામે આત્મસમર્પણ કરવું જોઈએ અને તેમને તકલીફ આપીને પોતાને અલ્લાહની લાનત નો ભાગી ન બનવું જોઈએ.
સ્ત્રોતો
- કુરઆન મજીદ.
- બુખારી, મોહમ્મદબિન ઇસ્માઈલ, સહીહ અલ-બુખારી, સઉદી અરબ, બૈતુલ અફકાર અલ-દૌલિયા લિન-નશર વત-તૌઝી, 1419 હિજરી/1998 ઈસવી.
- "હુકમે ખ્વાંદને આયતે સલવાત પસ અઝ હર નમાઝ" (હર નમાઝ બાદ સલવાત કી આયત પઢને કા હુકમ), આયતુલ્લાહ મકારિમ શીરાઝી નિ વેબ સાઇટ, આખરી મુલાકાત: 11 તીર 1402 ફારસી સંવત.
- સુયૂતી, અબ્દુર્રહમાન બિન અબી બક્ર, તફ્સીર અદ-દુર્ર અલ-મંસુર ફી અત-તફ્સીર અલ-મંસુર, ભાગ 6, બેરૂત, દારુલ ફિક્ર, 1420 હિજરી/2000 ઈસવી.
- શૈખ સદૂક, મોહમ્મદ બિન અલી બિન બાબવૈહ, સવાબુલ આમાલ વ અકાબુલ આમાલ, કુમ, દારુશ શરીફ અર-રઝી, દૂસરી આવૃત્તિ, 1406 હિજરી.
- શૈખ તુસી, મોહમ્મદ બિન હસન, મિસ્બાહુલ મુતહજ્જિદ, બેરૂત, મુઅસ્સસાતુલ આલમી લિલ-મતબૂઆત, 1418 હિજરી/1998 ઈસવી.
- તબાતબાઈ, સય્યદ મોહમ્મદ હુસૈન, અલ-મીઝાન ફી તફ્સીર અલ-કુરઆન, બેરૂત, મુઅસ્સસાતુલ આલમી લિલ-મતબૂઆત, 1393 હિજરી/1973 ઈસવી.
- તબરસી, ફઝલ બિન હસન, મજમ-ઉલ-બયાન ફી તફ્સીર અલ-કુરઆન, બેરૂત, દારુલ મારિફા, 1406 હિજરી/1986 ઈસવી.
- તબરી, મોહમ્મદ બિન જરીર, તફ્સીર જામિઉલ બયાન અન તાવીલ આયી અલ-કુરઆન, તહકીક: અબ્દુલ્લાહ બિન અબ્દુલ મોહસિન અત-તુર્કી, [સ્થાન નહીં], દાર હિજર, 1422 હિજરિ/2001 ઈસવી.
- કુમ્મી, શૈખ અબ્બાસ, કુલ્લિયાતે મફાતીહુલ જનાન, [સ્થાન નહીં], ઈન્તિશારાતે ઉસવા: વાબસ્તે બે સાઝમાને હજ વ ઓકાફ વ ઉમૂરે ખૈરિયા, [તારીખ નહીં].
- મુસ્લિમ નિશાપુરી, સહીહ એ મુસ્લિમ, તહકીક: મોહમ્મદ ફુઆદ અબ્દુલ બાકી, બેરૂત, દાર ઇહ્યા અલ-કુતુબ અલ-અરબિયા, 1412 હિજરી/1991 ઈસવી.
- મકારિમ શીરાઝી, નાસિર, પૈગામે ઇમામે અમીરુલ મોમિનીન અલૈહિસ સલામ, તેહરાન, દારુલ કુતુબ અલ-ઇલ્મિયા, 1386 ફારસી સંવત.
- મકારિમ શીરાઝી, નાસિર વ હમકારાન, પૈગામે કુરઆન: રવિશે તાઝેઈ દર તફ્સીરે મવઝૂઈએ કુરઆન, તેહરાન, દારુલ કુતુબ અલ-ઇસ્લામિયા, 1381 ફારસી સંવત.
- મંસૂર નાસેફ, અત-તાજ અલ-જામિ લિલ-ઉસૂલ ફી અહાદીસ અર-રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ), પ્રકાશક: દાર ઇહ્યા અલ-કુતુબ અલ-અરબિયા - મિસ્ર, ત્રિજી આવૃત્તિ, 1381 - 1382 હિજરી = 1961 - 1962 ઈસવી.