લખાણ પર જાઓ

મસૂદો:ખાતમુન્નબિય્યીન (ઉપનામ)

વિકિ શિયામાંથી

આ લેખ ખાતમુન્નબિય્યીનના ઉપનામ વિશે છે. ઇસ્લામના પયગંબરના જીવન અને વ્યક્તિત્વથી પરિચિત થવા માટે, મદખલ, હઝરત મોહમ્મદ (સ.અ) જુઓ.

ખાતમુન્નબિય્યીન અને ખાતમુલ-અન્બિયા (અરબી: خاتَم‌ُ النَّبیین પયગંબરોના છેલ્લા) એ કુરઆની શબ્દસમૂહ અને હઝરત મોહમ્મદ બિન અબ્દુલ્લાહના ઉપનામોમાંનું એક છે, જે તેમની ખાતમિયત (છેલ્લા હોવું) અને નબુવ્વતના અંત થવાનો સૂચક છે.[૧]ખાતમુન્નબિય્યીનની અભિવ્યક્તિ સૂરા અહઝાબની આયત ૪૦, જે ખાતમિયતની આયત તરીકે પ્રખ્યાત છે, માં આવી છે.[૨]

આ બે અભિવ્યક્તિઓ હદીસી ગ્રંથો અને ઇમામો (અ.સ) થી ઉલ્લેખિત શબ્દસમૂહોમાં, જેમ કે સહીફ-એ-સજ્જાદિયાની સત્તરમી દુઆમાં, સિફ્ફીન યુદ્ધમાં ઇમામ અલી (અ.સ)ના કેટલાક ખુતબાઓમાં,[૩] પુસ્તક "કુર્બુલ ઇસનાદ" માં ઇમામ અલી (અ.સ.)ની એક હદીસમાં,[૪] અને "ઉસૂલે કાફી" માં એક રિવાયતમાં[૫] પણ ઉપયોગમાં લેવાઈ છે.

બહાઈઓ, જેમણે ૧૨મી હિજરી સદીમાં નવા ધર્મના ઉદયનો દાવો કર્યો છે, ક્યારેક કહ્યું છે કે "ખાતમ" નો અર્થ અંગૂઠીની નગીની છે[૬] જે પયગંબર-એ-અકરમ (સ.અ)ના ખાસ સ્થાનનો સૂચક છે અને તેમને પયગંબરોની શોભા તરીકે વર્ણવ્યા છે, પૂરા થયેલા (અંત કરનાર) ના અર્થમાં નહીં.[૭] કેટલાકે એ પણ કહ્યું છે કે કુરઆને "ખાતમુન્નબિય્યીન" નો ઉપયોગ કર્યો છે, "ખાતમુલ-મુર્સલીન" નો નહીં. તેથી, પયગંબર છેલ્લા નબી (સંદેશવાહક) છે, છેલ્લા રસૂલ (પ્રેરિત) નહીં, અને તેમના પછી કોઈ બીજો રસૂલ પણ મોકલાઈ શકે છે.[૮]

મુસ્લિમ વિદ્વાનોએ જવાબમાં કહ્યું છે કે "ખાતમ" મૂળરૂપે પૂર્ણ કરવાનું સાધન છે અને અંગૂઠીને પણ આ જ કારણે "ખાતમ" નામ આપવામાં આવ્યું છે કારણ કે ભૂતકાળમાં ચિઠ્ઠીઓ પર અંગૂઠી સાથે મુદ્રા લગાવીને પૂર્ણ કરવામાં આવતી. તેથી, "ખાતમ" શબ્દનો ઉપયોગ "શણગાર" ના અર્થમાં, આયતથી મળતા અર્થના વિરુદ્ધ છે.[૯] તેમજ જેમ "તફસીરે નમૂના" માં આવ્યું છે, રિસાલતનો દરજ્જો નબુવ્વત કરતાં ઉંચો છે અને જે વ્યક્તિ રિસાલત પર પહોંચે છે તે પહેલાં નબી હોય છે. પરિણામે, જ્યારે નબુવ્વત પૂરી થાય છે, તો રિસાલત પણ પૂરી થાય છે.[૧૦]

ઈરાન અને અન્ય ઇસ્લામિક દેશોમાં, કેટલીક મસ્જિદો, દીની સ્કૂલો, યુનિવર્સિટીઓ, વગેરે "ખાતમુન્નબિય્યીન" અને "ખાતમુલ-અન્બિયા" ના નામથી નામ આપવામાં આવ્યા છે.[૧૧] તેમજ આ ઉપનામમાંથી લીધેલા શબ્દસમૂહો જેમ કે "અસ-સલામુ અલા ખાતમિન્નબિય્યીન" (પયગંબરોના છેલ્લા પર રહમત હો) અંગૂઠીઓની નગીનીઓ પર કોતરવામાં આવે છે.

સંબંધિત વિષયો

રહમતુન લિલ-આલમીન (ઉપનામ)

ફૂટનોટ

  1. ↑ તબરસી, મજ્મઉલ બયાન, ૧૪૧૫ હિજરી, ભાગ ૮, પૃષ્ઠ ૧૬૬ જુઓ
  2. ↑ સૂર એ અહઝાબ, આયત ૪૦.
  3. ↑ અલ-મિન્કરી, વાકેઅતુસ સિફ્ફીન, ૧૪૦૪ હિજરી, પૃષ્ઠ ૨૨૪ અને ૨૩૬.
  4. ↑ હિમયરી, કુર્બુલ ઇસનાદ, ૧૪૧૩ હિજરી, પૃષ્ઠ ૯.
  5. ↑ કુલૈની, અલ-કાફી, ૧૩૬૩ શમ્સી, ભાગ ૨, પૃષ્ઠ ૫૮૫.
  6. ↑ મીર્ઝા હુસૈન અલી બહા, ઇકાન, પૃષ્ઠ ૧૩૬; આરિફી, ખાતમિયત, ૧૩૮૬ શમ્સી, પૃષ્ઠ ૬૫ થી ઉદ્ધરણ.
  7. ↑ હુસૈની તબાતબાઈ, માજરા-એ-બાબ વ બેહા, પૃષ્ઠ ૧૬૩: આરિફી, ખાતમિયત, ૧૩૮૬ શમ્સી, પૃષ્ઠ ૬૨ થી ઉદ્ધરણ.
  8. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, ૧૩૭૪ શમ્સી, ભાગ ૧૭, પૃષ્ઠ ૩૩૮.
  9. ↑ મિસ્બાહ, રાહ-ઓ-રાહનુમાશનાસી, ૧૩૭૬ શમ્સી, પૃષ્ઠ ૧૮૦.
  10. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, ૧૩૭૪ શમ્સી, ભાગ ૧૭, પૃષ્ઠ ૩૩૮.
  11. ↑ ઉદાહરણ માટે, "હૌઝ એ ઇલ્મિયા ખાતમુન્નબિય્યીન (સ.અ)", હઝરત આયતુલ્લાહ અલ-ઉઝમા મોહસિની (ર.હ.) ની અધિકૃત વેબસાઈટ; "મોઅર્રફી-એ-દાનિશગાહ", દાનિશગાહે ખાતમુન્નબિય્યીન (સ.અ)ની વેબસાઈટ જુઓ.

સ્ત્રોતો

  • હિમયરી, અબ્દુલ્લાહ બિન જાફર, કુર્બુલ ઇસ્નાદ, કુમ, મુઅસ્સિસએ આલુલ બૈત, પ્રથમ આવૃત્તિ, 1413 હિજરી.
  • "હૌઝ એ ઇલ્મિયા ખાતમુન્નબિય્યીન (સ.અ)", હઝરત આયતુલ્લાહ અલ-ઉઝમા મોહસિની (રહ.) ની સત્તાવાર વેબસાઇટ, પોસ્ટની તારીખ:2 ઓગસ્ટ, 2020, મુલાકાતની તારીખ: 27 આબાન, 1402 શમ્સી.
  • તબરસી, ફઝલ બિન હસન, મજ્મઉલ બયાન, વિદ્વાનો અને વિશિષ્ટ સંશોધકોની સમિતિ દ્વારા સંશોધન, સય્યદ મોહસિન અમીન દ્વારા પ્રસ્તાવના, બેરૂત, મુઅસ્સસાતુલ આલમી લિલ મત્બુઆત, પ્રથમ આવૃત્તિ, 1415 હિજરી / 1995 ઈ.
  • આરેફી શીરદગી, મોહમ્મદ ઇસહાક, ખાતમિયત વ પુર્સિશહાએ નૌ, મશહદ, દાનિશગાહે ઉલૂમે ઇસ્લામી રિઝવી, પ્રથમ આવૃત્તિ, 1386 શમ્સી.
  • કુલૈની, મોહમ્મદ બિન યાકૂબ, અલ-કાફી, તેહરાન, દાર અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, 1363 શમ્સી.
  • મિસ્બાહ યઝદી, મોહમ્મદ તકી, રાહ વ રાહનુમાશનાસી, કુમ, મુઅસ્સિસએ તાલીમી વ પેઝોહિશીએ ઇમામ ખુમૈની, 1376 શમ્સી.
  • મકારિમ શીરાઝી, નાસિર, તફ્સીરે નમૂના, તેહરાન, દાર અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, પ્રથમ આવૃત્તિ, 1374 શમ્સી.
  • અલ-મિન્કરી, નસર બિન મુઝાહિમ, વાકેઅતુસ સિફ્ફીન, સંપાદન: અબ્દુસ્સલામ મોહમ્મદ હારૂન, કુમ, કિતાબખાનાએ આયતુલ્લાહ મરઅશી નજફી, 1404 હિજરી.