લખાણ પર જાઓ

મસૂદો:રહમતુન લિલ આલમીન (ઉપનામ)

વિકિ શિયામાંથી

રહમતુન લિલ આલમીન" (અરબી: رَحمةٌ لِلعالَمین) નો અર્થ છે - "બધા જગત માટે કૃપા". આ હઝરત મોહમ્મદ (સ.અ)નું એક ઉપનામ છે, જે સૂર એ અલ-અંબિયાની આયત નંબર 107 માં વપરાયું છે. હઝરત મોહમ્મદ (સ.અ) માટે 'રહમત' શબ્દ અન્ય આયતોમાં પણ વપરાયો છે, જેમ કે સૂર એ અત-તૌબાની આયત નંબર 128 અને આલે ઇમરાનની આયત નંબર 159. 'નબીઉર રહમહ' અથવા 'રહમતના પયગંબર' એ પણ આ જ કુરાનિક અભિવ્યક્તિ પરથી લીધેલ પયગંબરના અન્ય ઉપનામો છે.[૧]

'રહમતુન લિલ આલમીન' ની અભિવ્યક્તિ શિયા ઇમામો તરફથી મળેલી હદીસોમાં પણ પયગંબર મોહમ્મદ (સ.અ) માટે વપરાઈ છે. ઉદાહરણ તરીકે, 'બસાઇરુદ દરજાત' [૨] માં આવેલી હદીસો, અથવા તફસીરે ફુરાતે કૂફીમાં ઇમામ હસન મુજતબા (અ.સ.) તરફથી બયાન કરાયેલી હદીસ,[૩] અથવા ઇમામ બાકિર (અ.સ.) તરફથી એક હદીસ જેમાં જુમાની નમાઝના ખુતબામાં આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.[૪] તેવી જ રીતે, ઇમામ કાઝિમ (અ.સ.) તરફથી એક હદીસ[૫] અને બીજી એક હદીસ જે સ્વયં પયગંબર મોહમ્મદ (સ.અ) તરફથી વર્ણવવામાં આવી છે.[૬]

શિયા અને સુન્ની તફસીર લેખકોએ પયગંબરના 'રહમત' (કૃપા) હોવા માટે ત્રણ અર્થો જણાવ્યા છે: તેમનો પયગામ સાર્વત્રિક અને શાશ્વત હોવું, બધા માટે સુખ અને સદ્ગતિ, અને ઇલાહી અઝાબથી રક્ષણ કરનાર હોવું.[૭] તફસીર લેખકોના કહેવા મુજબ, અહીં 'અઝાબ' નો અર્થ 'અઝાબે ઇસ્તિસાલ' (સંપૂર્ણ વિનાશ) છે, જે સમગ્ર લોકોને નાશ કરી નાખે છે.[૮] મુલ્લા ફતહુલ્લાહ કાશાનીએ સૂર એ અલ-અન્ફાલની આયત નંબર 33 પરથી આ અર્થ લીધો છે, જેમાં પયગંબર (સ.અ)ને સંબોધિત કરીને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમે લોકો વચ્ચે છો, ત્યાં સુધી અલ્લાહ તઆલા તેમને અઝાબ નહીં કરે.[૯] ફૈઝ કાશાનીએ 'તફસીરે સાફી' માં જમીનમાં ધસી જવું (ખસ્ફ), રૂપાંતરણ (મસખ) અને સંપૂર્ણ વિનાશ (ઇસ્તિસાલ) ના અઝાબથી સુરક્ષિત રહેવાને પણ આ 'રહમત' (કૃપા) ના ઉદાહરણો ગણાવ્યા છે.[૧૦]

સંબંધિત લેખો:

ખાતમુન્નબિય્યીન (ઉપનામ)

ફૂટનોટ

  1. ↑ હાશેમી શાહકબાદી, "બરરસી એ મફહુમે રહમતુન લિલ આલમીન દર સીરએ નબવી’ સીરતે નબવીમાં 'રહમતુન લિલ આલમીન' ની વિભાવનાનો અભ્યાસ", પૃષ્ઠ 39.
  2. ↑ સફ્ફાર કુમી, બસાઇરુદ દરજાત, 1404 હિજરી, ભાગ 1, પૃષ્ઠ 381.
  3. ↑ કૂફી, તફસીરે ફુરાત કૂફી, 1410 હિજરી, પૃષ્ઠ 197.
  4. ↑ કુલૈની, અલ-કાફી, 1364 હિજરી શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 422.
  5. ↑ કુલૈની, અલ-કાફી, 1364 હિજરી શમ્સી, ભાગ 4, પૃષ્ઠ 148.
  6. ↑ કુલૈની, અલ-કાફી, 1364 હિજરી શમ્સી, ભાગ 6, પૃષ્ઠ 395.
  7. ↑ ગઝનફરી અને ઝારેઈ, રહમતુન લિલ આલમીન બુદન દર કુરઆન અઝ નિગાહે તફાસીરે ફરીકૈન, "ફરીકૈન તફસીરોની દ્રષ્ટિએ કુરઆનમાં પયગંબર (સ.) નું 'રહમતુન લિલ આલમીન' હોવું", પૃષ્ઠ 70.
  8. ↑ ઉદાહરણ તરીકે જુઓ: અબુલફુતુહ રાઝી, રૌઝઉલ જનાન, ભાગ 13, પૃષ્ઠ 289; કાશાની, મનહજુસ-સાદિકીન, 1371 હિજરી શમ્સી, ભાગ 6, પૃષ્ઠ 117.
  9. ↑ કાશાની, મનહજુસ સાદિકીન, 1371 હિજરી શમ્સી, ભાગ 6, પૃષ્ઠ 117.
  10. ↑ ફૈઝ કાશાની, અલ-સાફી, 1416 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 358.

સ્ત્રોતો

  • અબુલફુતુહ રાઝી, હુસૈન બિન અલી, રૌઝઉલ જનાન વ રૂહુલ જનાન, મશહદ, બુન્યાદ-એ-ઝોહિશહાએ ઇસ્લામી, 1371 હિજરી શમ્સી.
  • સફ્ફાર કુમી, મોહમ્મદ બિન હસન, બસાઇરુદ દરજાત ફી ફઝાઇલે આલે મોહમ્મદ, તહકીક: મોહસિન કુચબાગી, કુમ, મકતબે આયતુલ્લાહ અલ-મરઅશી, 1404 હિજરી.
  • ગઝનફરી, અલી અને મુસ્તફા ઝારેઈ બલુત બંગાન, રહમતુન લિલ આલમીન બુદન દર કુરઆન અઝ નિગાહે તફાસીરે ફરીકૈન, "ફરીકૈન તફસીરોની દ્રષ્ટિએ કુરઆનમાં પયગંબર (સ.અ) નું 'રહમતુન લિલ આલમીન' હોવું", ફસલનામ-એ-મુતાલઆતે તકરીબી મઝાહિબે ઇસ્લામી, નંબર 41, પાયિઝ 1394 હિજરી શમ્સી.
  • ફૈઝ કાશાની, મુલ્લા મોહસિન, અલ-સાફી, તેહરાન, મકતબે સદ્ર, 1373 હિજરી શમ્સી.
  • કાશાની, મુલ્લા ફતહુલ્લાહ, મનહજુસ સાદિકીન ફી ઇલ્ઝામિલ મુખાલિફીન, તેહરાન, ઇસ્લામિયા, 1378 હિજરી શમ્સી.
  • કુલૈની, મોહમ્મદ બિન યાકૂબ, અલ-કાફી, તસહીહ: અલી-અકબર ગફ્ફારી, તેહરાન, દાર-અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, 1364 હિજરી શમ્સી.
  • કૂફી, ફુરાત બિન ઇબ્રાહીમ, તફસીરે ફુરાત અલ-કૂફી, તહકીક: મોહમ્મદ અલ-કાઝિમ, તેહરાન, વિઝારતે ફરહંગ વ ઇરશાદે ઇસ્લામી, 1410 હિજરી.
  • હાશેમી શાહકબાદી, સય્યદ રિઝા, બરરસી એ મફહુમે રહમતુન લિલ આલમીન દર સીરએ નબવી, "સીરતે નબવીમાં 'રહમતુન લિલ આલમીનની વિભાવનાનો અભ્યાસ", મુતાલઆત-એ-અહલ-એ-બૈત-શનાસી, નંબર 1, પાયિઝ વ ઝિમિસ્તાન 1393 હિજરી શમ્સી.