લખાણ પર જાઓ

મસૂદો:સૂર એ આલે ઇમરાનની આયત ૧૬૪

વિકિ શિયામાંથી
આયતની વિગતો
સૂરામાં હાજરઆલે ઈમરાન
આયત નંબર૧૬૪
પારા૪
સામગ્રી માહિતી
નુઝૂલનું સ્થાનમદીના
વિષયએતેકાદી
વિશેલોકો પર પયગંબર (સ.અ)ની બેઅસતનું વર્ણન


સૂર એ આલે ઇમરાનની આયત નંબર 164 (અરબી: آیه ۱۶۴ سوره آل‌عمران) ઈમાનવાળાઓ માટે પયગંબર (સ.અ)ની બેઅસતની મહાન નેઅમત (અનુગ્રહ) દર્શાવે છે. તફસીરના વિદ્વાનોના કથન અનુસાર, પયગંબર (સ.અ)ની બેઅસતને ઈમાનવાળાઓ માટે એક નેઅમત એ કારણે કહી છે કે તેમણે તેમને અજ્ઞાન, મૂર્ખતા, અંધશ્રદ્ધા, શિર્ક અને અલ્લાહની યાતનાથી દૂર રાખ્યા. કહેવાય છે કે આ આયત તે સમયે નાઝિલ થઈ જ્યારે મુસ્લિમો મુશ્રિકો સાથે યુદ્ધના કારણે ઘોર મુશ્કેલીઓથી ગુજરી રહ્યા હતા. આ રીતે, તે (આ આયત) તેમને સમજાવતી હતી કે બદલામાં, તેમને સૌથી મોટી નેઅમત આપવામાં આવી છે અને તે છે પયગંબર (સ.અ) જેમણે તેમને તે ખુલ્લી ગુમરાહીમાંથી બચાવ્યા જેમાં તેઓ ફસાયેલા હતા.

પયગંબર (સ.અ)ની એક ખાસિયત જેની તરફ આ આયતે ઇશારો કર્યો છે, તે છે તેમનું માનવ હોવું. તફસીરના વિદ્વાનો કહે છે કે અલ્લાહ તઆલાએ હિદાયત (માર્ગદર્શન) માટે જિન અથવા ફરિશ્તાની જાતિ નહીં, પરંતુ મનુષ્યોની જાતિમાંથી જ પયગંબર મોકલવાનું કારણ એ છે કે, પ્રથમ તો તે મનુષ્યો માટે એક આદર્શ બની શકે; કારણ કે જો તે ફરિશ્તા હોત તો લોકો કહી શકતા કે તે ફરિશ્તા છે એટલે જ પાપ કરતા નથી. બીજું, જ્યારે તે મનુષ્યની જાતિમાંથી હોય, તો તેની વિચારશૈલી અને લાગણીઓ મનુષ્યો જેવી જ હોય છે અને તે મનુષ્યોની જરૂરિયાતો અને પરિસ્થિતિઓ સમજી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને મનુષ્યોનું સંસ્કારણ કરી શકે છે.

પયગંબર (સ.અ)ની બેઅસત: મોમિનો માટે મહાન નેઅમત

તફસીરના વિદ્વાનોના કથન અનુસાર, સૂર એ આલે ઇમરાનની આયત નંબર 164 એ સૂચવે છે કે પયગંબર ઇસ્લામ (સ.અ)ની બેઅસત અલ્લાહ તરફથી મોમિનો પરની સૌથી મોટી નેઅમતો (અનુગ્રહો) માંથી એક છે.[૧] જોકે, કેટલાક કુરઆનના તફસીરના વિદ્વાનો એ પણ કહે છે કે આ આયત ફક્ત પયગંબર ઇસ્લામ (સ.અ) જ નહીં, પરંતુ તમામ પયગંબરોની બેઅસતની નેઅમત તરફ સંકેત કરે છે.[૨]

બેઅસત નેઅમત હોવાના કારણ વિશે કહેવામાં આવ્યું છે કે પયગંબરની બેઅસત લોકોને અંધારેથી પ્રકાશ તરફ,[૩] અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ, દુઃખ અને અપમાનમાંથી સન્માન તરફ અને અલ્લાહની અવજ્ઞા અને અઝાબમાંથી તેની આજ્ઞાપાલન અને પ્રતિફળ તરફ દોરે છે અને લોકોને શિર્ક, બુત પરસ્તી અને અંધશ્રદ્ધાની અશુદ્ધિઓથી પણ શુદ્ધ કરે છે.[૪]

આ આયતમાં, બેઅસતની નેઅમત તરફ ઇશારો કરવા માટે "મિન્નત" શબ્દનો ઉપયોગ થયો છે, જેના બે સમજૂતીઓ આપવામાં આવી છે: એક એ કે "મિન્નત" નો અર્થ કંઈક છેદી નાખવું અથવા દૂર કરવું એવો થાય છે અને તેનો આશય એ છે કે પયગંબરના માધ્યમથી અંધકાર અને મુસીબતો લોકોથી દૂર થાય છે.[૫] બીજું એ કે "મિન્નત" નો અર્થ એક મોટી અને ભારે નેઅમત એવો થાય છે[૬] જે બેઅસતની નેઅમતની મહાનતા તરફ સંકેત કરે છે.[૭]

આ વિશે કે શા માટે અલ્લાહ તઆલાએ કહ્યું છે કે તેમણે મોમિનો પર મિન્નત (એહસાન) કર્યો છે, જ્યારે સૂર એ સબા ની આયત નંબર 28 મુજબ પયગંબર (સ.અ) તમામ મનુષ્યો માટે મોકલવામાં આવ્યા છે, તફસીરના વિદ્વાનોએ કહ્યું છે કે તેનું કારણ એ છે કે ફક્ત મોમિનોએ જ તેમની ઈમાનની ખાસિયત (ગુણ)ને કારણે[૮] આ મહાન નેઅમતનો લાભ લીધો છે[૯] અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે; જેમ કુરઆનમાં કહ્યું છે કે માર્ગદર્શન મુત્તકી (અલ્લાહથી ડરનારા) માટે છે.[૧૦]

કહેવાય છે કે આ આયત ઓહદની લડાઈ પછી નવા મુસ્લિમોના એક જૂથના પ્રશ્નના જવાબમાં અવતરિત (નઝિલ) થઈ હતી, જેમણે પૂછ્યું હતું કે અમે આટલી બધી મુશ્કેલીઓથી શા માટે ગ્રસ્ત થયા છીએ અને અલ્લાહ તઆલાએ આ આયતના અવતરણ દ્વારા તેમને કહ્યું કે જો તમે નુકસાન સહન કર્યું છે, તો તેના બદલામાં, તમને સૌથી મોટી નેઅમત આપવામાં આવી છે અને તે છે પયગંબર (સ.અ) જે તમને ખુલ્લી ગુમરાહીઓમાંથી રોકે છે.[૧૧]

لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِنْ أَنْفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ
લકદ મન્નલ્લાહુ અલલ મોમિનીના ઇઝ બઅસ ફીહિમ રસૂલં મિન અન્ફુસિહિમ, યતલૂ અલૈહિમ આયાતિહી વ યુઝક્કીહિમ વ યુઅલ્લિમુહુમુલ કિતાબા વલ હિક્મા, વ ઇન કાનૂ મિન કબલુ લ ફી ઝલાલિં મુબીન.
અનુવાદ: નિઃશંક અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓ પર મોટો અહેસાન (ઉપકાર) કર્યો છે, જ્યારે તેમણે તેમની જ માણસોમાંથી તેમની વચ્ચે એક રસૂલ (પયગંબર) મોકલ્યા, જે તેમને તેની આયતો વાંચી સંભળાવે છે, તેમને પાક-સાફ કરે છે અને તેમને કિતાબ (કુરઆન) અને હિકમત (જ્ઞાન-શાણપણ) શિખવે છે. અને હકીકતમાં તેઓ પહેલાં ખુલ્લી ભટકમાં હતા.



પયગંબરનું માનવ સ્વરૂપ

"મિન અન્ફુસિહિમ" (તેમની જ માંહેના)

તફસીરના વિદ્વાનો વચ્ચેની એક ચર્ચા આ આયતમાં આવેલા "મિન અન્ફુસિહિમ" (તેમની જ માંહેના) શબ્દોને લઈને છે. તબરસી (ર.અ.) જેવા મુફસ્સિરે આ શબ્દોના સંભવિત અર્થો વિશે ત્રણ શક્યતાઓ રજૂ કરી છે: 1. પયગંબર તે લોકોની જ કોમ અને જનજાતિમાંથી હોય છે જેમની પાસે તેમને મોકલવામાં આવ્યા હોય. 2. પયગંબર તેમની જ ભાષા બોલતા હોય. 3. પયગંબર મનુષ્ય જાતિમાંથી હોય, ફરિશ્તા અથવા જિનમાંથી નહીં.[૧૨]

કેટલાક મુફસ્સિરો, ત્રીજા અર્થના આધારે, કહે છે કે પયગંબર (સ.અ)નો એક ફાયદો તેમનું માનવ હોવું છે; ફરિશ્તા અથવા જિન હોવાની વિરુદ્ધમાં[૧૩] અને મનુષ્ય જાતિમાંથી પયગંબર મોકલવું મનુષ્યો માટે બમણી નેઅમત છે.[૧૪] તેમનું માનવું છે કે જ્યારે પયગંબર મનુષ્ય જાતિમાંથી હોય, તો તેમની વિચારશૈલી, લાગણીઓ, ક્ષમતાઓ અને ઇચ્છાઓ મનુષ્યો જેવી જ હોય છે.ફઝલુલ્લાહ, મિન વહયિલ કુરઆન, 1439 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 461.[૧૫] તે મનુષ્યોની જરૂરિયાતો અને પરિસ્થિતિઓને સમજી શકે છે અને તે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મનુષ્યોનું સંસ્કારણ કરી શકે છે.[૧૬]

આ ઉપરાંત, એ પણ કહેવામાં આવ્યું છે કે મનુષ્યો માટે પયગંબરનું આદર્શ બનવું ત્યારે જ શક્ય છે જ્યારે પ્રચારક, પ્રચારિત (જેને સંદેશ આપવામાં આવે છે) ની જાતિમાંથી હોય, લોકો તેના ઇતિહાસને જાણતા હોય અને તેના પર ભરોસો કરતા હોય અને તે લોકોની પહોંચમાં હોય; જ્યારે જો, ઉદાહરણ તરીકે, પયગંબર ફરિશ્તાઓની જાતિમાંથી હોય અને પાપ ન કરે, તો લોકો માટે એ પ્રશ્ન બાકી રહે છે કે શું તે એટલા માટે નહીં કે ફરિશ્તાઓમાં વાસના અને ભૂખ નથી, તેથી જ તેઓ પાપ કરતા નથી.[૧૭]

કુરઆનની તિલાવત: લોકોના શિક્ષણનો આધાર

સૂર એ આલે ઇમરાનની આયત નંબર 164 પયગંબર (સ.અ)ના પ્રચારક કાર્યક્રમને પણ રેખાંકિત કરે છે.[૧૮] શિયા મુફસ્સિર મકારિમ શીરાઝી (ર.અ.) એ આ આયતના ભાગોના આધારે પયગંબર (સ.અ)ના ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમો નીચે પ્રમાણે વર્ણવ્યા છે: 1. લોકોને ઇલાહી આયતો સંભળાવવી, જેથી તેઓ તે આયતોથી પરિચિત થઈ શકે. 2. આયતોનું શિક્ષણ આપવું, જેનો અર્થ લોકોના અંતરમાં આયતોની સત્યતાઓ દાખલ કરવી એવો થાય છે. 3. આત્માઓની શુદ્ધિ અને નૈતિક અને માનવીય સિદ્ધાંતોના આધારે લોકોનું સંસ્કારણ.[૧૯]

બેઅસત પહેલાં લોકોની ખુલ્લી ગુમરાહી

સૂર એ આલે ઇમરાનની આયત નંબર 164 નો અંતિમ ભાગ જાહિલિય્યહ (અજ્ઞાનતાનો યુગ) ને "ખુલ્લી ગુમરાહી" તરીકે વર્ણવે છે.[૨૦] આ વર્ણનના કારણ વિશે કહેવામાં આવ્યું છે કે જાહિલિય્યહના સમયની ગુમરાહી એવી હતી કે મનુષ્યો સરળતાથી તે ગુમરાહીને ઓળખી શકતા નહોતા.[૨૧] હવા-પરસ્તી, નકારાત્મક મૂલ્યોનો પ્રચલન અને ધર્મના શિક્ષણથી વંચિત અજ્ઞાનતાને પયગંબર (સ.અ)ના પ્રકટ થાયા પહેલાં લોકોની ગુમરાહીના પ્રદર્શન તરીકે ગણવામાં આવ્યા છે.[૨૨] તફસીરના વિદ્વાનોએ કહ્યું છે કે બેઅસત પહેલાં મોમિનોની ગુમરાહી અને પયગંબર (સ.અ)ના શિક્ષણોની છાંયડીમાં તેમની હિદાયત (માર્ગદર્શન) યાદ અપાવવાથી, યુદ્ધથી ઉત્પન્ન થયેલી મુશ્કેલીઓને સહન કરવામાં તેમની ઇચ્છાશક્તિને મજબૂત કરવામાં મદદ મળતી અને તેના માટે કૃતજ્ઞતા ઉત્પન્ન થતી.[૨૩]

તફસીરના વિદ્વાનો આ આયતના આ ભાગનો હવાલો આપીને માને છે કે એક મહાન નેઅમતનું મહત્વ ત્યારે સ્પષ્ટ થાય છે જ્યારે આપણે તેનો લાભ લેવાના યુગની તુલના પહેલાના યુગો સાથે કરીએ છીએ. પયગંબરોની બેઅસતની નેઅમતને વધુ સારી રીતે સમજવા માટે આ આયતે પણ પયગંબરો પહેલાંના ઇતિહાસ તરફ સંકેત કર્યો છે અને તેને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે બેઅસત આજના મનુષ્યની ઘણી નેઅમતો જેવી કે સભ્યતા, વિજ્ઞાનનો અભ્યાસ, અંધશ્રદ્ધાથી મુક્તિ, વગેરેનો મૂળ સ્ત્રોત રહી છે.[૨૪]

ફૂટનોટ

  1. ↑ તબરસી, મજમઉલ બયાન, 1372 શમ્સી, ભાગ 2, પૃષ્ઠ 875; મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 157-158; ફઝલુલ્લાહ, મિન વહયિલ કુરઆન, 1439 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 461; નજફી, તફસીરે આસાન, 1398 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 60; કરાઅતી, તફસીરે નૂર, 1383 શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 642; હાશેમી રફસંજાની, તફસીરે રાહનુમા, 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 124.
  2. ↑ રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 321; કરાઅતી, તફસીરે નૂર, 1383 શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 642.
  3. ↑ મુદર્રિસી, મિન હુદલ કુરઆન, 1419 હિજરી, ભાગ 1, પૃષ્ઠ 693.
  4. ↑ મુગનિયા, અલ-કાશિફ, 1424 હિજરી, ભાગ 2, પૃષ્ઠ 197.
  5. ↑ તબરસી, મજમઉલ બયાન, 1372 શમ્સી, ભાગ 2, પૃષ્ઠ 875.
  6. ↑ રાગિબ ઇસ્ફહાની, અલ-મુફરદાત, 1404 હિજરી, ભાગ 1, પૃષ્ઠ 474.
  7. ↑ હાશેમી રફસંજાની, તફસીરે રાહનુમા, 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 124; કરાઅતી, તફસીરે નૂર, 1383 શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 642.
  8. ↑ તબાતબાઈ, અલ-મીઝાન, 1390 હિજરી, ભાગ 4, પૃષ્ઠ 57.
  9. ↑ ફઝલુલ્લાહ, મિન વહયિલ કુરઆન, 1439 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 461; રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 322.
  10. ↑ તબરસી, મજમઉલ બયાન, 1372 શમ્સી, ભાગ 2, પૃષ્ઠ 876; મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 158.
  11. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 158.
  12. ↑ તબરસી, મજમઉલ બયાન, 1372 શમ્સી, ભાગ 2, પૃષ્ઠ 876.
  13. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 158-159; નજફી, તફસીરે આસાન, 1398 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 60.
  14. ↑ રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 321; હાશેમી રફસંજાની, તફસીરે રાહનુમા, 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 125.
  15. ↑ ફઝલુલ્લાહ, મિન વહયિલ કુરઆન, 1439 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 461.
  16. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 159; રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 322; નજફી, તફસીરે આસાન, 1398 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 60.
  17. ↑ કરાઅતી, તફસીરે નૂર, 1383 શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 642; મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 159.
  18. ↑ ફઝલુલ્લાહ, મિન વહયિલ કુરઆન, 1439 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 461.
  19. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 159.
  20. ↑ ફઝલુલ્લાહ, મિન વહયિલ કુરઆન, 1439 હિજરી, ભાગ 3, પૃષ્ઠ 461; રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 324.
  21. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 160; રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 321.
  22. ↑ હાશેમી રફસંજાની, તફસીરે રાહનુમા, 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 126.
  23. ↑ હાશેમી રફસંજાની, તફસીરે રાહનુમા, 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 126.
  24. ↑ મકારિમ શીરાઝી, તફસીરે નમૂના, 1371 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 160; હાશેમી રફસંજાની, તફસીરે રાહનમા, 1386 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 126; કરાઅતી, તફસીરે નૂર, 1383 શમ્સી, ભાગ 1, પૃષ્ઠ 643; રેઝાઈ ઇસ્ફહાની, તફસીરે કુરઆને મેહર, 1387 શમ્સી, ભાગ 3, પૃષ્ઠ 324.

સ્ત્રોતો

  • રાગિબ ઇસ્ફહાની, હુસૈન બિન મોહમ્મદ: અલ-મુફરદાત ફી ગરીબિલ કુરઆન, [પ્રકાશન સ્થળ નથી], દફ્તરે નશરે અલ-કિતાબ, બીજી આવૃત્તિ, 1404 હિજરી.
  • રેઝાઈ ઇસ્ફહાની, મોહમ્મદ અલી: તફસીરે કુરઆને મેહર, કુમ, પઝૂહેશહાએ તફસીર વ ઉલૂમે કુરઆની, પહેલી આવૃત્તિ, 1387 શમ્સી.
  • તબાતબાઈ, સય્યદ મોહમ્મદ હુસૈન: અલ-મીઝાન ફી તફસીરિલ કુરઆન*, બેરુત, મુઅસસસ અલ-આલમી લિલ મત્બૂઆત, બીજી આવૃત્તિ, 1390 હિજરી.
  • તબરસી, ફઝલ બિન હશમ્સી: મજમઉલ બયાન ફી તફસીરિલ કુરઆન, તેહરાન, નાસિર ખુસરો, ત્રીજી આવૃત્તિ, 1372 શમ્સી.
  • ફઝલુલ્લાહ, મોહમ્મદ હુસૈન: તફસીર મિન વહયિલ કુરઆન, બેરુત, દાર અલ-મલક લિલ તબાઅતે વ નશર વ તવઝી, ત્રીજી આવૃત્તિ, 1439 હિજરી.
  • કરાઅતી, મોહસિન: તફસીરે નૂર, તેહરાન, મરકજે ફરહંગી દર્સહાએ અઝ કુરઆન, પહેલી આવૃત્તિ, 1383 શમ્સી.
  • મુદર્રિસી, મોહમ્મદ તકી: મિન હુદલ કુરઆન, તેહરાન, દાર મુહિબ્બી અલ-હુસૈન (અ.સ.), પહેલી આવૃત્તિ, 1419 હિજરી.
  • મુગનિયા, મોહમ્મદ જવાદ: અલ-તફસીર અલ-કાશિફ, કુમ, દાર અલ-કિતાબ અલ-ઇસ્લામી, પહેલી આવૃત્તિ, 1424 હિજરી.
  • મકારિમ શીરાઝી, નાસિર: તફસીરે નમૂના, તેહરાન, દાર અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, દસમી આવૃત્તિ, 1371 શમ્સી.
  • નજફી, મોહમ્મદ જવાદ: તફસીરે આસાન, તેહરાન, કિતાબફુરૂશી ઇસ્લામિયા, પહેલી આવૃત્તિ, 1398 હિજરી.
  • હાશેમી રફસંજાની, અકબર: તફસીરે રાહનુમા, કુમ, બુસ્તાને કિતાબ, પાંચમી આવૃત્તિ, 1386 શમ્સી.