લખાણ પર જાઓ

આય એ અહલે ઝિક્ર

વિકિ શિયામાંથી
આય એ અહલે ઝિક્ર

"અહલુ અલ-ઝિક્ર" (અરબી ‍‍=اَهلُ‌الذّکر) અથવા "પ્રશ્નની આયત" (સૂરા અન-નહલ: ૪૩ અને સૂરા અલ-અંબિયા: ૭) લોકો, ખાસ કરીને મુશ્રિકોને, પયગંબર મોહમ્મદ (સ.અ) ની પયગંબરીની સત્યતા વિશે જ્ઞાન રાખનારાઓ (અહલે ઇલ્મ) પૂછવાનો આહ્વાન કરે છે. આ આયત ત્યારે (નાઝિલ) અવતરિત થઈ જ્યારે મક્કાના મુશ્રિકોએ પયગંબર મોહમ્મદ (સ.અ) ના આહ્વાનને નકાર્યું અને કહ્યું કે અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓમાંથી પયગંબર પસંદ કરવો જોઈએ.

તફસીરના વિદ્વાનોના મતે, આ આયતોમાં "અહલુલઝિક્ર" શબ્દનો અર્થ યહૂદી અને ઈસાઈ વિદ્વાનો અથવા પૂર્વેની કોમોના ઇતિહાસ અને ખબરોથી પરિચિત વિદ્વાનો થાય છે, અને "પ્રશ્ન" નો અર્થ પયગંબરીની નિશાનીઓ વિશે પૂછવું થાય છે જે તેમની પુસ્તકોમાં મોજૂદ છે.

શિયા અને સુન્ની પુસ્તકોમાંથી અનેક હદીસોના સંદર્ભમાં, તફસીરના વિદ્વાનોએ આ બે આયતો હેઠળ સ્પષ્ટ કર્યું છે કે "અહલે ઝિક્ર" નો સૌથી સ્પષ્ટ ઉદાહરણ અહલે બૈત (અ.સ.) છે, જેમનેથી ધાર્મિક હુકમો અને તફસીર શીખવા જોઈએ.

કેટલાક ઉસૂલી (ન્યાયશાસ્ત્ર) પુસ્તકોમાં, ખબરે વાહિદ ની સત્યતા સાબિત કરવા માટે આ આયતનો સંદર્ભ આપવામાં આવ્યો છે.

માનવ જાતિમાંથી પયગંબરનો મોકલવો

તબરસી, તેમની તફસીર "મજમઉલ બયાન" માં, "અહલુઝિક્ર" આયતની શરૂઆતનો ભાગ આ સૂચવે છે કે અલ્લાહે તેના પયગંબરને મનુષ્યોની જાતિમાંથી મોકલ્યા જેથી લોકો તેમને જોઈ શકે, તેમની સાથે વાત કરી શકે અને તેમના શબ્દો સમજી શકે; તેથી મનુષ્યને બદલે ફરિશ્તાને સંદેશ વહેંચવા માટે પયગંબર તરીકે નિયુક્ત કરવો યોગ્ય નથી.[]

અલ્લામા તબાતબાઈ પણ આ આયતને રસૂલોના મોકલવાની રીત સમજાવતી માને છે, જેથી મુશ્રિકોને ખબર પડે કે ધાર્મિક આમંત્રણ એક સામાન્ય આમંત્રણ છે. આમાં ફરક એટલો જ છે કે અલ્લાહ વહી દ્વારા આ આહ્વાનના માલિકોને તે બધું મોકલે છે જે દુનિયા અને આખેરતની ભલાઈ માટે છે, અને કોઈ અદૃશ્ય શક્તિ નથી જે લોકોની ઇચ્છા અને પસંદગીને રદ્બાતલ કરે અને તેમને ધાર્મિક આહ્વાન સ્વીકારવા માટે મજબૂર કરે, અને તેમને ધાર્મિક આમંત્રણ સ્વીકારવા દબાણ કરી શકે, અને કોઈ પણ પયગંબર દાવો કરતા નથી કે વિશ્વ પર શાસન કરતી વર્તમાન વ્યવસ્થા તેની અક્રિય શક્તિ દ્વારા નાશ પામવાની છે.[] તેમના મતે, આયતના બીજા ભાગ " فَسْئَلُوا أَهْلَ الذِّكْرِ إِنْ كُنْتُمْ لا تَعْلَمُونَ" નો ઝાહિર (સ્પષ્ટ અર્થ) ભલે પયગંબર (સ.અ) અને તેમની કોમને સંબોધિત હોય, પરંતુ તે તમામ લોકો, ખાસ કરીને મુશ્રિકોને સંબોધિત છે કે જેઓ પયગંબરીના આહ્વાનની સત્યતા નથી સમજતા, તેમણે જ્ઞાન રાખનારાઓ (અહલે ઇલ્મ) પાસેથી પૂછવું જોઈએ.[] અલ્લામા તબાતબાઈનું માનવું છે કે ભલે આયતનો ઝાહિર અર્થ સર્વસામાન્ય હોય, પયગંબર (સ.અ) અને મોમિનો, જેઓ પયગંબરો (જે સામાન્ય મનુષ્યો છે) અને તેમના મિશન વિશે અલ્લાહની સુન્નત (રીત) જાણે છે, તેમને "અહલુઝિક્ર" પાસેથી પૂછવાની જરૂર નથી, અને મુશ્રિકો, જેઓ પયગંબરની પયગંબરી અને રિસાલત પર ઇમાન લાવતા નથી, પણ તેનો મજાક ઉડાવે છે અને તેને પાગલ માને છે; પરિણામે, માત્ર તૌરાતના અનુયાયીઓ (યહૂદીઓ) જ, આ ધ્યાનમાં રાખીને કે તેઓ પણ પયગંબર સાથે દુશ્મની રાખે છે, આ આયતના સંબોધિત રહે છે.[]

મકારિમ શીરાઝી તેમની તફસીર "નમૂના" માં આયતના બીજા ભાગ (માહિત લોકો પાસેથી પૂછવું)ને આ વાસ્તવિકતાની પુષ્ટિ અને સમર્થન માને છે કે મનુષ્યો તક વહી પહોંચાડવાનું કામ પયગંબરોનું કર્તવ્ય છે, સામાન્ય રીતે, અદૃશ્ય શક્તિ અને કુદરતના નિયમો તોડીને લોકોને આહ્વાન સ્વીકારવા અને તમામ ભટકાવો છોડવા માટે મજબૂર કરવા નહીં, કારણ કે જો એવું હોત તો ઇમાન લાવવું એ ગૌરવ અને પરિપૂર્ણતા ન હોત.[]

આયત અને અનુવાદ

અનુવાદ: "અને (એ રસૂલ!) અમે તમારાથી પહેલાં પણ જે (પયગંબરો) મોકલ્યા હતા તે સિવાય (બીજા) નહોતા, પણ (તેઓ પણ) પુરુષો જ હતા, જેની તરફ અમે વહી કરતા હતા, તો જો તમને (આ વાતની) ખબર ન હોય તો ઝિક્ર (આગળની કિતાબો)ના જાણનારાઓને પૂછી લો."

શાને નુઝૂલ (અવતરણનું કારણ)

ઇબ્ને અબ્બાસ (ર.અ.) થી વર્ણિત છે કે જ્યારે મોહમ્મદ (સ.અ) પયગંબર તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યારે મક્કાના લોકોને આ વાત ગમી નહીં અને તેમણે તેમની પયગંબરી નકારી. તેમણે કહ્યું કે અલ્લાહ એટલો મહાન છે કે મનુષ્યોમાંથી પયગંબર પસંદ કરે! મુશ્રિકોના દાવાના જવાબમાં, આ આયત અને સૂર એ યૂનુસની બીજી આયત, "શું લોકો માટે આ આશ્ચર્યની વાત છે કે અમે તેમની જાતના એક પુરુષ પર વહી કરી?" નાઝિલ થઈ.[] એ પણ કહેવામાં આવ્યું છે કે "અહલુઝિક્ર"ની આયત મુશ્રિકોના જવાબમાં અવતરિત થઈ જેઓ કહેતા હતા કે અલ્લાહનો પયગંબર ફરિશ્તાની જાતિમાંથી કેમ ન હોવો જોઈએ.[]

અહલે ઝિક્ર અને તેના ઉદાહરણો

તફસીરના વિદ્વાનોએ "અહલુઝિક્ર"ની આયત હેઠળ "અહલુઝિક્ર"ના અર્થ અને તેના ઉદાહરણોની ચર્ચા કરી છે. તફસીરના વિદ્વાનોના મતે, આ આયતના સંદર્ભ (સિયાક)ને ધ્યાનમાં રાખીને, "અહલુઝિક્ર"નો અર્થ અહલે ઇલ્મ અને નિષ્ણાતો થાય છે; જે ઝિક્ર (કુર્આન, આસમાની કિતાબો, વગેરે) સાથે સૌથી વધુ સંબંધ અને સામ્યતા ધરાવે છે અને આ આયતોમાં, "અહલુઝિક્ર" એ યહૂદી અને ઈસાઈ વિદ્વાનો[] અથવા પૂર્વેના લોકોના સમાચાર અને પૂર્વેની કોમોની સ્થિતિથી પરિચિત વિદ્વાનો છે.[] "પ્રશ્ન" નો અર્થ પયગંબરીની નિશાનીઓ વિશે પૂછવું થાય છે જે તેમની પુસ્તકોમાં મોજૂદ છે.[૧૦] તેમ છતાં, તફસીરના વિદ્વાનોએ "અહલુઝિક્ર" ની વ્યાપક વિભાવના લીધી છે અને તેના માટે અન્ય ઉદાહરણો પણ આપ્યા છે. શિયા અને સુન્ની તફસીરના વિદ્વાનોમાં "અહલુઝિક્ર"ના ઉદાહરણ વિશે બે દૃષ્ટિકોણ છે:

અહલે બૈત (અ.સ.)

શિયા તફસીરના વિદ્વાનોએ અનેક હદીસો[૧૧] [નોંધ 1]ના આધારે "અહલુઝિક્ર" ના સ્પષ્ટ અને સંપૂર્ણ ઉદાહરણ તરીકે અહલે બૈત (અ.સ.) ને માન્યું છે.[૧૨] સુન્ની તફસીરોમાં પણ, હદીસોના આધારે, જેમાં સુદ્દી દ્વારા હારિસ થી ઇમામ અલી (અ.સ.) થી વર્ણિત એક હદીસનો સમાવેશ થાય છે, "અહલુઝિક્ર" નો અર્થ મોહમ્મદ, અલી, ફાતિમા, હસન અને હુસૈન (અ.સ.) તરીકે થયો છે; જે (અહલે ઇલ્મ) જ્ઞાનના લોકો અને તઅવીલ (આંતરિક અર્થ) અને તન્ઝીલ (અવતરિત આયતો)ના ભંડાર છે.[૧૩] સુન્ની તફસીરના વિદ્વાનો કુર્તુબી અને તબરી, સૂરા અલ-અંબિયાની આયત 7 હેઠળ એક હદીસ વર્ણવે છે જેમાં અલી (અ.સ.) આ આયતના (નુઝૂલ) અવતરણના સમયે કહે છે: "નહનુ અહલુઝિક્ર" (અમે જ ઝિક્રના લોકો છીએ).[૧૪]

"બસાઇર અદ-દરજાત" નામક પુસ્તકમાં, "ફી અઇમ્મતે આલે મોહમ્મદ અન્નહુમ અહલુઝિક્ર અલ્લઝીના અમર અલ્લાહુ બિ સુઆલિહિમ"«فی ائمة آل محمد انهم اهل الذکر الذین امر الله بسؤالهم؛ (આલે મોહમ્મદના ઇમામો (અ.સ.) એ જ "અહલુઝિક્ર" છે જેમનેથી પૂછવાનો અલ્લાહે હુકમ ફરમાવ્યો છે) નામના પ્રકરણમાં 28 હદીસો વર્ણવવામાં આવી છે જેમાં "અહલુઝિક્ર" નો અર્થ અહલે બૈત (અ.સ.) તરીકે થયો છે.[૧૫] ઉદાહરણ તરીકે, આ પ્રકરણની અગિયારમી હદીસમાં ઇમામ જાફર સાદિક (અ.સ.) થી વર્ણિત છે કે આયતની તફસીર કરતા તેમણે ફરમાવ્યું: "ઝિક્ર" થી મોહમ્મદ (સ.અ) નો ઉલ્લેખ છે અને અમે ઇમામો તેમના (ઝિક્રના) લોકો છીએ અને અમારેથી જ પૂછવું જોઈએ.[૧૬] કુલૈનીએ "કાફી" માં "ઇન્ના અહલુઝિક્ર અલ્લઝીના અમર અલ્લાહુલ ખલ્ક બિ સુઆલિહિમ હુમ અલ-અઇમ્મા" (નિઃસંદેહ, "અહલુઝિક્ર" જેમનેથી પૂછવાનો અલ્લાહે સૃષ્ટિને હુકમ ફરમાવ્યો છે, તે ઇમામો છે) નામનું પ્રકરણ રજૂ કર્યું છે.[૧૭] મજલિસીએ "બિહારુલ અન્વાર" માં "ઇન્નહુમ (અલ-અઇમ્મા) અલૈહિમુસ સલામ અઝ-ઝિક્ર વ અહલુઝિક્ર" (નિઃસંદેહ, તેઓ (ઇમામો) જ "ઝિક્ર" અને "અહલુઝિક્ર" છે) નામના પ્રકરણમાં એવી હદીસો વર્ણવી છે જેમાં "અહલુઝિક્ર" થી શિયા ઇમામોનો ઉલ્લેખ થયો છે.[૧૮]

ઉપરોક્ત હદીસોની સમજૂતીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ઇમામોએ કહ્યું છે કે અમે "અહલુઝિક્ર" છીએ, ત્યારે તેનો અર્થ આયતનો ઝાહિર (સ્પષ્ટ) અર્થ નથી; કારણ કે મક્કાના કાફિરો માટે ઇમામો પાસેથી કંઈ પૂછવું શક્ય નહોતું, અને જો પૂછવામાં આવે તો પણ તેઓ ઇમામોની વાતને પ્રમાણિકતા (હુજ્જત) નહીં માને, જેમ કે તેઓ પયગંબર (સ.અ) ની વાત સ્વીકારતા નહોતા; તેથી આ હદીસોનો હેતુ ઉદાહરણ આપવાનો છે. એ સમજૂતી સાથે કે દરેક વસ્તુ તેના નિષ્ણાતો પાસેથી પૂછવી જોઈએ. જે રીતે પૂર્વેની કોમોના વિદ્વાનો પાસેથી પયગંબરોના માનવ હોવા વિશે પૂછવું જોઈએ, તે જ રીતે ઇસ્લામની તફસીર અને હુકમો પણ માસૂમ ઇમામો (અ.સ.) પાસેથી પૂછવા જોઈએ.[૧૯]

મકારિમ શીરાઝી કહે છે કે અહલે બૈત "અહલુઝિક્ર" ના સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે એ સ્વીકારવું, આ આયતનું અવતરણ અહલે કિતાબ (આસમાની કિતાબોના લોકો)ના વિદ્વાનો વિશે હોવા સાથે વિરોધાભાસી નથી; કારણ કે તફસીરની હદીસોમાં આ વસ્તુ ઘણી વાર પુનરાવર્તિત થઈ છે અને ચોક્કસ ઉદાહરણો અસ્તિત્વમાં છે જે આયતની વ્યાપક વિભાવનાને મર્યાદિત નથી કરતા.[૨૦]

વિદ્વાનો (ઉલમા)

કેટલાક સંશોધકોના કથન અનુસાર, મોટેભાગે (સિયાકે આયત) આયતના સંદર્ભને ધ્યાનમાં રાખીને, "અહલુઝિક્ર" નો અર્થ અહલે કિતાબ અથવા જ્ઞાનના લોકો (ઉલમા) તરીકે થયો છે.[૨૧] "અહલુઝિક્ર" નો અર્થ તે તમામ લોકોને સમાવે છે જેમની પાસે વધુ જ્ઞાન અને જાણકારી છે. આ આયતને બુદ્ધિગમ્ય સિદ્ધાંતો અને સામાન્ય તર્કના નિયમોમાંના એક તરફ માર્ગદર્શન માનવામાં આવે છે, જે અજ્ઞાનીઓએ દરેક કળા અને ક્ષેત્રમાં વિદ્વાનો તરફ વળવાની જરૂરિયાત વિશે વાત કરે છે, અને એટલા માટે જ સ્પષ્ટ છે કે આ આદેશ તઅબ્બુદી (બિન-તર્કસંગત આજ્ઞા) નથી અને તેનો આદેશ (અમ્ર) પણ મૌલવી નથી અમ્ર ઇરશાદી છે.[૨૨]

સુન્ની તફસીરના વિદ્વાનોએ "અહલુઝિક્ર" માટે પંદર અર્થો કર્યા છે,[૨૩] જેમાંથી તેનો અર્થ ત્રણ જૂથો થાય છે: "સામાન્ય રીતે અહલે કિતાબ (તૌરાત અને ઇન્જીલ સિવાયની દરેક કિતાબ) અથવા ખાસ (ઉદાહરણ તરીકે, તૌરાતના લોકો)", "અહલે કુર્આન"[૨૪] અને "અહલે બૈતના વિદ્વાનો".[૨૫]

આયતનો ફિકહી (ન્યાયિક) ઉપયોગ

મુજ્તહિદના ફતવાની સત્યતા સાબિત કરવા

મુજ્તહિદ (ન્યાયશાસ્ત્રી) પાસેથી તકલીદ (અનુસરણ) કરવાની જરૂરિયાત અથવા તેના ફતવાની સત્યતા સાબિત કરવા માટે આ આયતનો દલીલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે; એટલે કે, જે લોકો ફિકહના હુકમો નથી જાણતા, તેમણે મુજ્તહિદો પાસે પાછા ફરવું જોઈએ જે ફિકહના હુકમોથી પરિચિત છે.[૨૬] કેટલાકે આપત્તિ કરી છે કે આ આયતમાં "અહલુઝિક્ર" થી શિયા ઇમામોનો ઉલ્લેખ થાય છે અને તેથી તે ફકીહો (ન્યાયશાસ્ત્રી) પાસેથી પૂછવું અને તેમની પાસે પાછા ફરવાનો સમાવેશ કરતો નથી.[૨૭] સૈયદ અબુલકાસિમ ખોઈએ આ આપત્તિના જવાબમાં કહ્યું છે કે "અહલુઝિક્ર" એક સામાન્ય શીર્ષક છે જે વિવિધ સંજોગોમાં વિવિધ ઉદાહરણો સ્વીકારે છે; ઇમામો (અ.સ.) ની હાજરીના સમયમાં, તેઓ "અહલુઝિક્ર"ના ઉદાહરણ છે અને તેમનેથી પૂછવું જોઈએ અને તેમની પાસે પાછા ફરવું જોઈએ, અને ગેરહાજરી (ગૈબત)ના સમયમાં, લોકોની તુલનામાં ફકીહો "અહલુઝિક્ર"ના ઉદાહરણ છે અને લોકોએ તેમની પાસે પાછા ફરવું જોઈએ.[૨૮]

ખબરે વાહિદ ની સત્યતા સાબિત કરવા માટે આયતનો ઉપયોગ

ઉસૂલે ફિકહ (ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો)માં, કેટલાકે "ખબરે વાહિદ" (એક જ સ્તરની વર્ણિત હદીસ)ની સત્યતા સાબિત કરવા માટે "અહલુઝિક્ર"ની આયતનો સંદર્ભ આપ્યો છે; આ દલીલ સાથે કે જ્યારે આયતમાં "અહલુઝિક્ર" પાસેથી પૂછવું જરૂરી ગણાવવામાં આવ્યું છે, તો તેમની વાત સ્વીકારવી પણ જરૂરી થાય છે; નહીંતર પૂછવાની જરૂરિયાત નિરર્થક હશે.[૨૯] જો કે, આ દલીલ પર આપત્તિઓ પણ કરવામાં આવી છે. તેમાંના એક, શૈખ મુરતઝા અંસારીએ કહ્યું છે કે હદીસોના આધારે, "અહલુઝિક્ર" થી ઇમામોનો ઉલ્લેખ થાય છે, તેમની હદીસોના રાવીઓ (વર્ણનકર્તાઓ)નો નહીં.[૩૦]

ફૂટનોટ

  1. તબરસી, મજમઉલ બયાન, ૧૩૭૧ શમ્સી, ભાગ ૬, પૃષ્ઠ, ૫૫૭.
  2. તબાતબાઈ, અલ-મીઝાન, ૧૩૯૦ હિજરી, ભાગ ૧૨, પૃષ્ઠ,૨૫૬.
  3. તબાતબાઈ, અલ-મીઝાન, ૧૩૯૦ હિજરી, ભાગ ૧૨, પૃષ્ઠ, ૨૫૭.
  4. તબાતબાઈ, અલ-મીઝાન, ૧૩૯૦ હિજરી, ભાગ ૧૨, પૃષ્ઠ, ૨૫૭-૨૫૮.
  5. મકારિમ શીરાઝી, તફસીર નમૂના, ૧૩૭૧ શમ્સી, ભાગ ૧૧, પૃષ્ઠ,૨૪૧.
  6. મુહક્કિક, નમૂના બયાનાત દર શાને નુઝૂલે આયાત, ૧૩૬૧ શમ્સી, પૃષ્ઠ, ૪૮૧.
  7. મુહક્કિક, નમૂના બયાનાત દર શાને નુઝૂલે આયાત, ૧૩૬૧ શમ્સી, પૃષ્ઠ, ૪૮૧.
  8. અબૂહય્યાન, અલ-બહ્ર અલ-મોહીત, ૧૪૨૦ હિજરી, ભાગ ૬, પૃષ્ઠ, ૫૩૩; તબાતબાઈ, અલ-મીઝાન, ૧૩૯૦ હિજરી, ભાગ ૧૨, પૃષ્ઠ, ૨૫૮; મકારિમ શીરાઝી, તફસીર નમૂના, ૧૩૭૧ શમ્સી, ભાગ ૧૧, પૃષ્ઠ, ૨૪૪.
  9. તબરસી, મજમઉલ બયાન, ૧૩૭૨ શમ્સી, ભાગ ૬, પૃષ્ઠ, ૫૫૭; તબાતબાઈ, અલ-મીઝાન, ૧૩૯૦ હિજરી, ભાગ ૧૨, પૃષ્ઠ, ૨૫૮; મકારિમ શીરાઝી, તફસીર નમૂના, ૧૩૭૧ શમ્સી, ભાગ ૧૧, પૃષ્ઠ, ૨૪૪.
  10. અસગરપૂર કુરામલકી, "અહલુઝિક્ર", પૃષ્ઠ, ૧૩૨.
  11. કુલૈની, અલ-કાફી, ૧૪૦૭ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૨૧૦-૨૧૧.
  12. હુવૈઝી, નૂર અલ-સકલૈન, ૧૪૧૫ હિજરી, ભાગ ૩, પૃષ્ઠ, ૫૫; મકારિમ શીરાઝી, તફસીર નમૂના, ૧૩૭૧ શમ્સી, ભાગ ૧૧, પૃષ્ઠ, ૨૪૪.
  13. હસકાની, શવાહેદ અલ-તન્ઝીલ, ૧૪૧૧ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૪૩૨.
  14. કુર્તુબી, અલ-જામેઉ લિ અહકામ અલ-કુરઆન, ૧૩૬૪ શમ્સી, ભાગ ૧૧, પૃષ્ઠ, ૨૭૨; તબરી, જામેઉલ-બયાન, ૧૪૧૨ હિજરી, ભાગ ૧૭, પૃષ્ઠ, ૫.
  15. સફ્ફાર કુમ્મી, બસાઇર અલ-દરજાત, ૧૪૦૪ હિજરી, બાબ ૧૯, પૃષ્ઠ, ૩૮-૪૩.
  16. સફ્ફાર કુમ્મી, બસાઇર અલ-દરજાત, ૧૪૦૪ હિજરી, બાબ ૧૯, પૃષ્ઠ, ૪૦.
  17. કુલૈની, અલ-કાફી, ૧૪૦૭ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૩૦૩.
  18. મજલિસી, બિહાર અલ-અન્વાર, ૧૪૦૩ હિજરી, ભાગ ૨૩, પૃષ્ઠ, ૧૭૨.
  19. શેઅરાની, નસર તૂબા, ૧૩૯૮ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૨૭૬.
  20. મકારિમ શીરાઝી, તફસીર નમૂના, ૧૩૭૧ શમ્સી, ભાગ ૧૧, પૃષ્ઠ, ૨૪૪.
  21. નજ્જાર ઝાદગાન વ હાદીલો, "બરરસી વ અરઝયાબી વજુહે જમએ બયને રવાયાતે અહલુઝિક્ર", પૃષ્ઠ, ૩૫.
  22. તબાતબાઈ, અલ-મીઝાન, ૧૩૯૦ હિજરી, ભાગ ૧૨, પૃષ્ઠ, ૨૫૯.
  23. બશવી, "નક્દ વ બરરસી દીદગાહે ફરીકૈન દરબારએ અહલે ઝિક્ર", પૃષ્ઠ, ૫૭.
  24. કુર્તુબી, અલ-જામેઉ લિ અહકામ અલ-કુરઆન, ૧૩૬૪ શમ્સી, ભાગ ૧૦, પૃષ્ઠ, ૧૦૮.
  25. ઇબ્ને કસીર, તફસીર અલ-કુરઆન અલ-અઝીમ, ૧૪૧૯ હિજરી, ભાગ ૪, પૃષ્ઠ, ૪૯૨.
  26. શેખ અંસારી, ફરાઇદ અલ-ઉસૂલ, ૧૪૧૬ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૨૯૦-૨૯૧; આખુંદ ખુરાસાની, કિફાયત અલ-ઉસૂલ, ૧૪૩૧ હિજરી, ભાગ ૨, પૃષ્ઠ, ૭૬; ગરવી, અલ-તન્કીહ (તકરીરાતે દરસે ફિકહે આયતુલ્લાહ ખોઈ), ૧૪૦૭ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૬૭.
  27. જુઓ: ખોમૈની, અલ-ઇજતેહાદ વ અલ-તકલીદ, ૧૪૦૯ હિજરી, પૃષ્ઠ, ૮૯-૯૦.
  28. વાએઝ હુસેની બેહસૂદી, મિસ્બાહ અલ-ઉસૂલ (તકરીરાતે દરસે ઉસૂલે ફિકહે આયતુલ્લાહ ખોઈ), ૧૪૨૨ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૨૨૦.
  29. શેખ અંસારી, ફરાઇદ અલ-ઉસૂલ, ૧૪૧૬ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ ૧૩૨; આખુંદ ખુરાસાની, કિફાયત અલ-ઉસૂલ, ૧૪૦૯ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૩૦૦.
  30. શેખ અંસારી, ફરાઇદ અલ-ઉસૂલ, ૧૪૧૬ક, ભાગ ૧, પૃષ્ઠ, ૧૩૩.

નોંધ

આ હદીસો આ મુદ્દાને અલગ અલગ વિષયો સાથે સંબોધે છે: ઉદાહરણ તરીકે, એક હદીસમાં કહેવામાં આવ્યું છે કે કુરાન ઝિક્ર છે અને અમે, આલે રસૂલ, અહલે ઝિક્ર છીએ, અથવા બીજા હદીસમાં પયગંબર (સ.અ.) ને ઝિક્ર તરીકે અને તેમના અહલે બૈતને અહલે ઝિક્ર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. (કુલૈની, અલ-કાફી, ૧૪૦૭ હિજરી, ભાગ ૧, પૃષ્ઠ, ૩૦૩-૩૦૪; હુરરે આમેલી, વસાઇલ અલ-શીઆ, ૧૪૦૯ હિજરી, ભાગ ૨૭, પૃષ્ઠ, ૭૩.)

સ્રોતો

  • ઇબ્ને કસીર, ઇસ્માઈલ બિન ઉમર, તફસીર અલ-કુરઆન અલ-અઝીમ, તહકીક મોહમ્મદ હુસેન શમ્સ અલ-દીન, બેરૂત, દાર અલ-કુતુબ અલ-ઇલ્મિયા, ચાપ અવ્વલ, ૧૪૧૯ હિજરી.
  • અબૂહય્યાન, મોહમ્મદ બિન યૂસુફ, અલ-બહ્ર અલ-મોહીત ફી અલ-તફસીર, બેરૂત, દાર અલ-ફિકર, ૧૪૨૦.
  • આખુંદ ખુરાસાની, મોહમ્મદ કાઝિમ, કિફાયત અલ-ઉસૂલ, કુમ, મોઅસ્સસએ આલ અલ-બૈત, ૧૪૦૯ હિજરી.
  • અસગરપૂર કુરામલકી, મોહસિન, "અહલુઝિક્ર", દર દાઇરત અલ-મઅરિફ કુરઆને કરીમ, કુમ, બુસ્તાને કિતાબ, ૧૩૮૩શમ્સી.
  • શૈખ અંસારી, મુરતઝા, ફરાઇદ અલ-ઉસૂલ, કુમ, મોઅસ્સસએ નશરે ઇસ્લામી, ૧૪૧૬ હિજરી.
  • બશવી, મોહમ્મદ યાકૂબ, "નક્દ વ બરરસી દીદગાહે ફરીકૈન દરબારએ અહલે ઝિક્ર", દર મજલ્લેએ પઝોહેશનામેએ હિકમત વ ફલસફેએ ઇસ્લામી, કુમ, જામિઅત અલ-મુસ્તફા અલ-આલમિયા, શુમારએ ૭, પાઇઝ ૧૩૮૨, શમ્સી.
  • હુર્રે આમેલી, મોહમ્મદ બિન હસન, વસાઇલ અલ-શીઆ, કુમ, મોઅસ્સસએ આલે બૈત લિ ઇહ્યાઅ અલ-તુરાસ, ૧૪૧૪, હિજરી.
  • હસકાની, ઉબૈદુલ્લાહ બિન અબ્દુલ્લાહ, શવાહેદ અલ-તન્ઝીલ લિ કવાઇદ અલ-તફઝીલ, તેહરાન, વઝારતે ફરહંગ વ ઇરશાદે ઇસ્લામી, ૧૪૧૧ હિજરી.
  • હુવૈઝી, અબ્દ અલ-અલી બિન જુમઅ, તફસીર નૂર અલ-સકલૈન, મુસેહહ હાશિમ રસૂલી, કુમ, ઇસ્માઈલિયાન, ૧૪૧૫ હિજરી.
  • શેઅરાની, અબૂ અલ-હસન, નસર તૂબા, તેહરાન, દાર અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, ૧૩૯૮ હિજરી.
  • સફ્ફાર કુમી, મોહમ્મદ બિન અલ-હસન, બસાઇર અલ-દરજાત ફી ફઝાઇલે આલે મોહમ્મદ સ.અ તસહીહ વ તાલીક મીર્ઝા મોહસિન કૂચે બાગી તબ્રીઝી, કુમ, ઇન્તેશારાતે કિતાબખાનએ આયતુલ્લાહ અલ-ઉઝમા મરઅશી નજફી, ૧૪૦૪, હિજરી.
  • તબાતબાઈ, સૈયદ મોહમ્મદ હુસેન, અલ-મીઝાન ફી તફસીર અલ-કુરઆન, બેરૂત, મોઅસ્સસએ અલ-આલમી લીલ મતબુઆત, ૧૩૯૦, હિજરી.
  • તબરસી, ફઝલ બિન હસન, મજમઉલ બયાન, તેહરન, નાસિર ખુસરો, ૧૩૭૨, શમ્સી.
  • તબરી, મોહમ્મદ બિન જરીર, જામેઉલ-બયાન ફી તફસીર અલ-કુરઆન, બેરૂત, દાર અલ-મઅરિફા, ૧૪૧૨, હિજરી.
  • ગરવી, અલી, અલ-તન્કીહ ફી શરહ અલ-ઉરવત અલ-વુસકા (તકરીરાતે દરસે ફિકહે આયતુલ્લાહ ખોઈ), કુમ, ઇન્તેશારાતે લુત્ફી, ૧૪૦૭, હિજરી.
  • કુર્તુબી, મોહમ્મદ બિન અહમદ, અલ-જામેઉ લિ અહકામ અલ-કુરઆન, તેહરાન, નાસિર ખુસરો, ૧૩૬૪, શમ્સી.
  • કુલૈની, મોહમ્મદ બિન યાકૂબ, અલ-કાફી, તેહરાન દાર અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, ૧૪૦૭, હિજરી.
  • મજલિસી, મોહમ્મદ બાકિર, બહાર અલ-અન્વાર, બેરૂત, દાર ઇહ્યાઅ અલ-તુરાથ અલ-અરબી, ૧૪૦૩ક.
  • મુહક્કિક, મોહમ્મદ બાકિર, નમૂના બય્યેનાત દર શાને નુઝૂલે આયાત, તેહરાન, ઇસ્લામી, ૧૩૬૧, શમ્સી.
  • મકારિમ શીરાઝી, નાસિર, તફસીર નમૂના, તેહરાન, દાર અલ-કુતુબ અલ-ઇસ્લામિયા, ૧૩૭૧, શમ્સી.
  • નજ્જાર ઝાદગાન, ફતહુલ્લાહ વ હાદી લો, સમીયા, "બરરસી વ અરઝયાબી વજુહે જમએ બયને રવાયાતે અહલુઝિક્ર", મજલ્લેએ ઉલૂમે હદીસ, પૃષ્ઠ ૬૫, પાઇઝ ૧૩૯૧.
  • વાહેદી, અલી બિન અહમદ, અસબાબે નુઝૂલ અલ-કુરઆન, તહકીક કમાલ બસ્યૂની ઝગલૂલ, બેરૂત, દાર અલ-કુતુબ અલ-ઇલ્મિયા, ૧૪૧૧, હિજરી.
  • વાએઝ હુસેની બેહસૂદી, મોહમ્મદ સરવર, મિસ્બાહ અલ-ઉસૂલ (તકરીરાતે દરસે ઉસૂલે ફિકહે આયતુલ્લાહ ખોઈ), કુમ, મોઅસ્સસએ ઇહ્યાએ આસાર અલ-ઇમામ અલ-ખોઈ, ૧૪૨૨, હિજરી.