પ્રથમ મુસ્લિમ
પ્રથમ મુસ્લિમ અરબી: (أول المسلمين) એ વ્યક્તિ છે જેણે ઇસ્લામના પયગંબર (સ.અ) માં સૌપ્રથમ વિશ્વાસ કર્યો (ઈમાન લાવ્યો) હતો. પ્રથમ મુસ્લિમ વ્યક્તિ બનવું એ સન્માન અને ગર્વની બાબત છે. શિયા સંપ્રદાયના અનુયાયીઓ હઝરત ખદીજા (સ.અ) ને પ્રથમ મુસ્લિમ મહિલા અને ઇમામ અલી (અ.સ.)ને પ્રથમ મુસ્લિમ પુરુષ માને છે. આનો ઉલ્લેખ (ઇમામ અલી (અ.સ.)નું નામ સુન્ની ઐતિહાસિક સ્ત્રોતોમાં પણ જોવા મળે છે.
એહલે સુન્નતના કેટલાક સ્ત્રોતોમાં, અબુ બકરનો પરિચય પ્રથમ મુસ્લિમ વ્યક્તિ તરીકે કરાવવામાં આવ્યો છે. સમકાલીન શિયા ઇતિહાસકાર રસુલ જાફરીયાને કેટલાક સુન્નીઓના આવા દાવાને મુસ્લિમોમાં ધાર્મિક સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે જેનો કોઈ ઐતિહાસિક મૂળ નથી.
મહત્વ અને સ્થાન
પ્રથમ મુસ્લિમ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેણે ઇસ્લામના પયગંબર (સ.અ) માં સૌપ્રથમ વિશ્વાસ કર્યો હતો. પ્રથમ મુસ્લિમ બનવું એ સન્માન અને ગર્વ માનવામાં આવતું હતું.[૧] કેટલાક સ્ત્રોતો અનુસાર, પયગંબર મોહમ્મદ (સ.અ) એ હઝરત અલી (અ.સ.) માટે પ્રથમ મુસ્લિમ બનવું એ એક મહાન સન્માન માન્યું હતું.[૨] ઇસ્લામ લાવનારા સૌપ્રથમ હોવાનો દાવો કરનારા સહાબીઓ પણ તેમની વિશેષતા પર ગર્વ અનુભવતા હતા.[૩]
હઝરત ખદીજા સૌપ્રથમ મુસ્લિમ મહિલા
હઝરત ખદીજા (સ.અ) ને પ્રથમ મુસ્લિમ મહિલા હોવા અંગે ઇતિહાસકારોમાં કોઈ મતભેદ નથી.[૪] હકીકતમાં, કેટલાક ઇતિહાસકારો હઝરત ખદીજાને પ્રથમ મુસ્લિમ (પુરુષો અને સ્ત્રીઓમાં) માને છે.[૫] સુન્ની ઇતિહાસકાર ઇબ્ને અસીરે મુસ્લિમોની સર્વસંમતિને સમર્થન આપ્યું છે કે હઝરત ખદીજા પયગંબર (સ.અ) પર વિશ્વાસ કરનાર પ્રથમ મુસ્લિમ હતી.[૬]
ત્રીજી સદીના ઇતિહાસકાર અહમદ બિન અબી યાકુબના મતે હઝરત ખદીજા પ્રથમ મુસ્લિમ મહિલા હતી અને હઝરત અલી (અ.સ.) પયગંબર (સ.અ) પર વિશ્વાસ કરનાર પ્રથમ પુરુષ હતા.[૭]
હઝરત અલી (અ.સ.)સૌ પ્રથમ મુસ્લિમ
રિવાયતો અનુસાર, હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ) એ હઝરત અલી (અ.સ.)ને પ્રથમ મુસ્લિમ, પ્રથમ મોમિન[૮] અને તેમના વિશ્વાસની પુષ્ટિ કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે રજૂ કર્યા.[૯] શૈખ તુસીએ ઇમામ રેઝા (અ.સ.) થી મળેલી એક રિવાયતમાં હઝરત અલી (અ.સ.) ને પયગંબર (સ.અ) માં માનનારા પ્રથમ વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે.[૧૦] એવું કહેવાય છે કે શિયાઓનો હઝરત અલી (અ.સ.) ના પહેલા મુસ્લિમ હોવા પર ઇજમા (સર્વસંમતિ) છે.[૧૧] ઇમામ અલી (અ.સ.) એ પણ પોતાના શબ્દોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ઇસ્લામ લાવનારા પ્રથમ હતા અને મુસ્લિમ બનનારા પ્રથમ હતા.[૧૨]
ચોથી સદીના શિયા લેખક, અલ્લામા મજલિસી [૧૩] અને ખુસૈબીએ હઝરત અલી (અ.સ.) નો ઉલ્લેખ પ્રથમ મુસ્લિમ તરીકે કર્યો છે.[૧૪] મોહમ્મદ બિન જુરૈર તબરી,[૧૫] શમસુદ્દીન ઝહાબી [૧૬] અને અન્ય અહલે સુન્નત[૧૭] ઇતિહાસકારોએ પણ ઇમામ અલી (અ.સ.) ને પહેલા મુસ્લિમ તરીકે ઉલ્લેખ કર્યો છે.
કેટલાક અન્ય નિવેદનો
અહલે સુન્નતે કેટલાક અન્ય નિવેદનો પણ ટાંક્યા છે. તે નિવેદનોના આધારે અબુ બકર [૧૮] અથવા ઝૈદ બિન હારેસાને પ્રથમ મુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે.[૧૯] સુન્ની ઇતિહાસકાર મકરીઝીએ તેમના પુસ્તક ઇમ્તા ઉલ-અસ્મામાં અબુ બકરને પ્રથમ મુસ્લિમ ગણાવ્યા છે જે ઇસ્લામના પયગંબર (સ.અ) ને ટેકો અને મદદ કરવા સક્ષમ હતા.[૨૦] ઇબ્ને હજરે તેમના પુસ્તક અલ-ઇસાબામાં ઇમાનદારોના ક્રમાંકમાં લખ્યું છે કે બાળકોમાં પ્રથમ મુસ્લિમ હઝરત અલી (અ.સ.), સ્ત્રીઓમાં હઝરત ખદીજા (સ.અ), પુરુષોમાં ઝૈદ બિન હારેસા અને ગુલામોમાં બિલાલ હબ્શી હતા. તેમણે અબુ બકરને પ્રથમ સ્વતંત્ર માણસ તરીકે વર્ણવ્યા હતા જેમણે ઇમાન લાવ્યું હતું.[૨૧] જોકે, મોહમ્મદ બિન જરીરે તબરીએ મોહમ્મદ બિન સાદના ટાંકણામાં જણાવ્યું છે કે અબુ બકરે પચાસ લોકો પછી ઇમાન લાવ્યું હતું.[૨૨]
શિયા સમકાલીન ઇતિહાસકાર રસુલ જાફરિયાનના મતે, કેટલાક ઐતિહાસિક સ્ત્રોતોમાં અબુ બકરનો પ્રથમ મુસ્લિમ તરીકે ઉલ્લેખ ઐતિહાસિક રીતે પાયાવિહોણો છે અને તે ફક્ત મુસ્લિમોમાં ધાર્મિક મતભેદો અને તણાવનું પરિણામ છે.[૨૩]
ઇસ્લામ સ્વીકારનારા લોકોનો ક્રમ
સુન્ની ઇતિહાસકાર ઇબ્ને અસીરે હઝરત ખદીજા, હઝરત અલી (અ.સ.), ઝૈદ બિન હારેસા, અબુ બકર [૨૪] નો ઉલ્લેખ કર્યો છે અને અલ્લામા મજલિસીએ ઇસ્લામના પયગંબર (સ.અ) પર ઈમાન લાવનારા પ્રથમ લોકો તરીકે અનુક્રમે અલી (અ.સ.), ખદીજા, જાફર ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નો ઉલ્લેખ કર્યો છે.[૨૫]
ફૂટનોટ
- ↑ મુરાવ્વીજી, તબસી, મોહમ્મદ જવાદ, અમીરે મોમેનાન વ પિશ્તાઝી દર ઇસ્લામ, મજલ્લએ ફરહંગે કૌસર, પેજ નં. 72.
- ↑ ઇબ્ને ઉકદા કુફી, ફઝાઈલે અમીર અલ-મોમેનીન (અ.સ), 1424 હિજરી, પેજ નં. 24.
- ↑ ઇબ્ને કુતૈબા, અલ-મઆરિફ, 1992, પેજ નં. 169.
- ↑ હુસૈની, નુખુસ્તીન મોમીન વ આગાહાનેતરીન ઈમાન, પેજ નં. 47.
- ↑ બલાઝરી, અન્સાબ અલ-અશરાફ, 1417 હિજરી, પેજ નં. 471; ઇબ્ને સાદ, અલ-તબકાત અલ-કુબરા, 1410 હિજરી, પેજ નં.15; ઇબ્ને ખલદુન, તારીખે ઇબ્ને ખલદુન; 1408 હિજરી, પેજ નં.546; ઇબ્ને અબ્દ અલ-બિર અલ-ઇસ્તિયાબ, 1412 હિજરી, ભાગ, 2, પેજ નં. 546; સાલેહી, દમિશ્કી, સુબુલ અલ-હુદા, 1414 હિજરી, પેજ નં. 300.
- ↑ ઇબ્ને અસીર, અલ-કામિલ, 1385 હિજરી, પેજ નં.57.
- ↑ યાકુબી, તારીખ અલ-યાકુબી, દારે સાદીર, ભાગ, 2 પેજ નં. 23.
- ↑ ઇબ્ને શહર આશુબ માઝંદરાની, મનાકિબે આલે અબી તાલિબ (અ.સ), 1379 હિજરી, ભાગ, 2 પેજ નં. 6.
- ↑ સફ્ફાર, બસાએર અલ-દરજાત, 1404 હિજરી, ભાગ, 1 પેજ નં. 84.
- ↑ શૈખ તુસી, અલ-અમાલી, 1414 હિજરી, પેજ નં. 343.
- ↑ હુસૈની, નુખુસ્તીન મોમીન વ આગાહાનેતરીન ઈમાન, પેજ નં.48.
- ↑ મજલિસી, બિહાર અલ-અનવાર, 1403 હિજરી, ભાગ, 38, પેજ નં. 284.
- ↑ મજલિસી, બિહાર અલ-અનવાર, 1403 હિજરી, ભાગ,66, પેજ નં. 102.
- ↑ ખુસૈબી, અલ-હિદાયત અલ-કુબરા, 1419 હિજરી, પેજ નં. 50.
- ↑ તબરી, તારીખ અલ-ઉમમ વ અલ-મુલુક, 1387 હિજરી, ભાગ, 2, પેજ નં. 310.
- ↑ ઝહબી, તારીખે ઈસ્લામ, 1409 હિજરી, ભાગ, 1, પેજ નં. 128.
- ↑ ઇબ્ને અબ્દ અલ-બિર અલ-ઇસ્તિયાબ, 1412 હિજરી, ભાગ, 3, પેજ નં. 1090.
- ↑ તબરી, તારીખ અલ-ઉમમ વ અલ-મુલુક, 1387 હિજરી, ભાગ, 2, પેજ નં. 315; ઇબ્ને અબ્દ અલ-બિર અલ-ઇસ્તિયાબ, 1412 હિજરી, ભાગ, 3, પેજ નં. 965.
- ↑ બલાઝરી, અહમદ બિન યાહ્યા, અન્સાબ અલ-અશરાફ, 1417 હિજરી, ભાગ, 1, પેજ નં. 470.
- ↑ મુકરીઝી, ઈમ્તા અલ-અસ્મા, 1417 હિજરી, ભાગ, 1, પેજ નં. 34.
- ↑ ઇબ્ને હજર અસકલાની, અલ-ઇસાબા,1415 હિજરી, ભાગ, 1, પેજ નં. 84.
- ↑ તબરી, તારીખ અલ-ઉમમ વ અલ-મુલુક, 1387 હિજરી, ભાગ, 2, પેજ નં. 316.
- ↑ જાફરીયાન, તારીખે સિયાસી-એ-ઇસ્લામ, સીર-એ-રસૂલે ખુદા, 1380 શમ્સી, ભાગ, 1, પેજ નં. 235.
- ↑ ઇબ્ને અસીર જઝરી, ઉસ્દ ઉલ-ગાબા, 1409 હિજરી, ભાગ, 2, પેજ નં. 130-131.
- ↑ મજલિસી, બિહાર અલ-અનવાર, 1403 હિજરી, ભાગ,66, પેજ નં. 102.
સ્ત્રોતો
- ઇબ્ને અસીર જઝરી, અલી બિન મોહમ્મદ, ઉસ્દ ઉલ-ગાબતે ફી મારેફત અલ-સહાબા, બેરૂત, દાર અલ-ફિકર, 1409 હિજરી.
- ઇબ્ને અસીર જઝરી, અલી બિન મોહમ્મદ, અલ-કામિલ ફી તારીખ, બેરૂત, દાર અલ-સાદિર, 1385 હિજરી.
- ઇબ્ને હજર અસકલાની, અહમદ બિન અલી, અલ-ઇસાબતો ફી તમીઝ અલ-સહાબા, સંશોધન: આદિલ અહમદ અબ્દુલ મૌજુદ, અલી મોહમ્મદ મુઆવીઝ, બેરૂત, દાર અલ-કુતુબ અલ-ઇલમીયા, પ્રથમ પ્રકાશન, 1415 હિજરી.
- ઇબ્ને ખલદુન, અબ્દુર રહેમાન બિન મોહમ્મદ, તારીખ ઇબ્ને ખલદુન, સંશોધન: ખલીલ શહાદા, બેરૂત, દાર અલ-ફિકર, બીજું પ્રકાશન, 1408 હિજરી.
- ઇબ્ને સાદ, મોહમ્મદ બિન સાદ, અલ-તબકાત અલ-કુબરા, સંશોધન: મોહમ્મદ અબ્દુલ કાદિર અતા, બેરૂત, દાર અલ-કુતુબ અલ-ઇલમિયા, પ્રથમ પ્રકાશન, 1410 હિજરી.
- ઇબ્ને શહર આશુબ માઝંદરાની, મનાકિબે આલે અબી તાલિબ (અ.સ), કુમ, અલ્લામા, પ્રથમ પ્રકાશન, 1379 હિજરી.
- ઇબ્ને કુતૈબા, અબ્દુલ્લા બિન મુસ્લિમ, અલ-મઆરિફ, સંશોધન: સરવત અક્કાશા, કાહેરા, અલ-હયઅત અલ-મિસરિયા તિલ- આમ્માતે લિલ-કિતાબ, બીજું પ્રકાશન, 1992.
- ઇબ્ને ઉકદા કુફી, અહમદ બિન મોહમ્મદ ફઝાઈલે અમીર અલ-મોમેનીન (અ.સ), મોહક્કીક વ મુસેહ: અબ્દુલ રઝાક મોહમ્મદ હુસૈન હિરઝુદ્દીન, કુમ, દલીલે મા, પ્રથમ પ્રકાશન, 1424 હિજરી.
- બલાઝરી, અહમદ બિન યાહ્યા, અન્સાબ અલ-અશરાફ, સંશોધન: સોહેલ ઝકાર, રિયાઝ ઝરકલી, બેરૂત, દાર અલ-ફિકર, પ્રથમ પ્રકાશન, 1417 હિજરી.
- જાફરીયાન, રસૂલ, તારીખે સિયાસી-એ-ઇસ્લામ, સીર-એ-રસૂલે ખુદા, કુમ, ઇન્તેશારાતે દલીલ, 1380 શમ્સી.
- હુસૈની, સૈયદ કરમ હુસૈન, નુખુસ્તીન મોમીન વ આગાહાનેતરીન ઈમાન, મજલ-એ-સીરાત, નં. 10, અબાન 1392 શમ્સી.
- ખુસૈબી, હુસૈન બિન હમદાન, અલ-હિદાયત- અલ-કુબરા, બેરૂત, અલ-બલાગ, 1419 હિજરી.
- ઝહબી, મોહમ્મદ બિન અહમદ, તારીખે ઈસ્લામ, સંશોધન: ઉમર અબ્દુલસ સલામ તદમીરી, બેરૂત, દાર અલ-કિતાબ અલ-અરબી, બીજું પ્રકાશન, 1409 હિજરી.
- શૈખ તુસી, મોહમ્મદ બિન હસન, અલ-અમાલી, કુમ, દાર અલ-સિકાફા, પ્રથમ આવૃત્તિ, 1414 હિજરી.
- સાલેહી, દમિશ્કી, મોહમ્મદ બિન યુસુફ, સુબુલ અલ-હુદા વ અલ-રિશાદ ફી સીરતે ખૈર અલ-એબાદ, બેરૂત, દાર અલ-કુતુબ અલ-ઇલમીયા, પ્રથમ આવૃત્તિ, 1414 હિજરી.
- સફ્ફાર, મોહમ્મદ બિન હસન, બસાએર અલ-દરજાત ફી ફઝાઈલે આલે મોહમ્મદ (સ.અ), સંશોધન: મોહસિન બિન અબ્બાસ અલી કુચે બાગી, કુમ, મકતબા આયતુલ્લાહ અલ-મરઅશી અલ-નજફી, બીજી આવૃત્તિ, 1404 હિજરી.
- તબરી, મોહમ્મદ બિન જુરૈર, તારીખ અલ-ઉમમ વ અલ-મુલુક, સંશોધન, મોહમ્મદ અબુલ ફઝલ ઈબ્રાહીમ, બેરૂત, દાર અલ-તુરાસ, બીજી આવૃત્તિ, 1387 હિજરી.
- મજલિસી, મોહમ્મદ બાકીર, બિહાર અલ-અનવાર, બેરૂત, દાર-એ-એહયા અલ-તુરાસ અલ-અરબી, બીજી આવૃત્તિ, 1403 હિજરી.
- મુરાવ્વીજી,તબસી, મોહમ્મદ જવાદ, અમીરે મોમેનાન વ પિશ્તાઝી દર ઇસ્લામ, મજલ્લએ ફરહાંગે કૌસર, નં. 750, પૃષ્ઠ 1387 શમ્સી
- મુકરીઝી, તકીઉદ્દીન, ઈમ્તા અલ-અસ્મા બેમા લિન્નબી મીન અલ-અહવાલ વ અલ-અમ્વાલ વ અલ-હિફદત વ અલ-મતા, સંશોધન: મોહમ્મદ અબ્દુલ હમીદ નમીસી, બેરૂત, દાર અલ-કુતુબ અલ-ઈલ્મીયા, પ્રથમ આવૃત્તિ, 1420 હિજરી.
- યાકુબી, અહમદ બિન અબી યાકુબ, તારીખ અલ-યાકુબી, બેરૂત, દારે સાદીર, પ્રથમ આવૃત્તિ તારીખ વગર.