લખાણ પર જાઓ

શહાદતૈન

વિકિ શિયામાંથી

આ લેખ એક ફિકહી મસઅલા વિશેનો વર્ણનાત્મક લેખ છે અને તે ધાર્મિક ક્રિયાઓ (દીની આમાલો) માટે માપદંડ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. ધાર્મિક ક્રિયાઓ માટે અન્ય સ્ત્રોતોનો સંદર્ભ લો.

શહાદતૈન (અરબી: شهادتَیْن) બે સાક્ષીઓ એ અલ્લાહની એકતા અને હઝરત મોહમ્મદ (સ.અ) ની પયગંબરી પર સાક્ષીપત્ર આપવું અને તોહીદ અને નબુવ્વતને સ્વીકારવાની શપથ લેવી એ ઇસ્લામ ધર્મના મૂળ સિદ્ધાંતો (ઉસુલે દીન) છે. શહાદતૈનને ઇસ્લામ અને કુફ્ર વચ્ચેની સીમા ગણવામાં આવે છે. જે કોઈપણ શહાદતૈનને જબાને બોલે, તેને મુસ્લિમ ગણવામાં આવે છે અને તેના પર ઇસ્લામી કાયદાઓ લાગુ થાય છે. મુસ્લિમો પ્રત્યેક નમાઝના તશહહુદમાં અને અઝાન અને ઇકામતમાં શહાદતૈનને જબાને બોલે છે.

શિયા ફકીહોએ ફિકહના વિવિધ પ્રકરણોમાં શહાદતૈન વિશે ચર્ચા કરી છે. તેમની ફત્વા મુજબ, મય્યતની નમાઝમાં પહેલી તકબીર પછી શહાદતૈન કહેવી વાજિબ છે અને મોહ્તઝર (મરણોપરાંત)ને શહાદતૈન સમજાવવી (તલ્કીન) અને તેને મય્યતના કફન પર લખવી મુસ્તહબ છે.

શહાદતૈનને ઇસ્લામી વાસ્તુકલા, કેલિગ્રાફી કલા અને સિક્કા ઢાળવામાં પણ ધ્યાનમાં લેવાયું છે.

વ્યાખ્યા

શહાદતૈન એ અલ્લાહની એકતા અને હઝરત મોહમ્મદ (સ.અ) ની પયગંબરી પર સાક્ષીપત્ર આપવું છે.[] ફકીહોના કહેવા મુજબ, શહાદતૈન આ બે વાક્યો અથવા તેમના અર્થને કહીને પ્રાપ્ત થાય છે:

" أشْهَدُ أنْ لا الهَ الاّ الله و أشْهَدُ أنَّ مُحَمَّداً رَسُولُ اللّه "

"અશહદુ અલ્-લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મોહમ્મદન રસૂલુલ્લાહ; હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ (સ.અ) અલ્લાહના રસૂલ છે."[] શૈખ સદૂકના કહેવા મુજબ, શહાદતૈન એ તોહીદ અને નબુવ્વતને સ્વીકારવાની શપથ લેવી છે જે ઇસ્લામ ધર્મના બે મૂળ સિદ્ધાંતો છે.[]

ફિકહી અને કાનૂની મૂલ્ય

મુસ્લિમોના મતે શહાદતૈન ઇસ્લામ અને કુફ્ર વચ્ચેની સીમા છે; એટલે કે જે કોઈપણ શહાદતૈનને જબાને બોલે, તેના પર ઇસ્લામી કાયદાઓ લાગુ થાય છે;[] જેમાં તેનું શરીર પાક છે અને તેની જાન અને માલ આબરૂદાર છે.[]

શૈખ સદૂકના અહેવાલ મુજબ, કેટલીક હદીસોમાં શહાદતૈન પર ઈમાનની વ્યાખ્યા કરવામાં આવી છે.[] અલ્લામા તબાતબાઈ (૧૨૮૧-૧૩૬૦ હિજરી શમ્સી)ના મત અનુસાર, ઈમાનના કેટલાક સ્તરો છે જેમાંથી પહેલો સ્તર હૃદયની માન્યતા અને શહાદતૈનના અર્થમાં વિશ્વાસ છે, જે ઇસ્લામના ફરઈ કાયદાઓને પાળવા તરફ દોરી જાય છે.[]

ફિકહની પુસ્તકોમાં શહાદતૈનનો ઉલ્લેખ મુરદારના કાયદાઓના વિભાગમાં, તહારત (પાકીગી)[] વ્યાપાર,[] નમાઝ[૧૦] અને જિહાદ[૧૧]ના પ્રકરણોમાં કરવામાં આવ્યો છે.

આદાબો અને કાયદાઓ

મોટાભાગના શિયા ફકીહોના મત મુજબ, નમાઝે મય્યતમાં પહેલી તકબીર પછી શહાદતૈન કહેવી વાજિબ છે. અન્ય ફકીહો તેને મુસ્તહબ ગણે છે.[૧૨] જે વ્યક્તિ એહતેઝાર (મરણોપરાંત)ની સ્થિતિમાં હોય, તેને શહાદતૈન અને ઇમામો (અ.સ.) ની ઇમામતની તલ્કીન (સમજણ) આપવી મુસ્તહબ છે.[૧૩] મુરદારના કફન પર એ લખવું મુસ્તહબ છે કે તે શહાદતૈનની શપથ લે છે.[૧૪] મોટાભાગના ફકીહો, નમાઝે જુમ્આના ખુતબાઓમાં ઇમામે જમાતને શહાદતૈન કહેવાનું મુસ્તહબ ગણે છે.[૧૫] સાહિબે જવાહિરના કહેવા મુજબ, હદીસોના આધારે વ્યાપારના આચારોમાંથી એક છે કે વ્યવસાયના સ્થળે સ્થિર થયા બાદ શહાદતૈન કહેવી.[૧૬]

અને એ વધુ સારું છે કે આ દુઆ, જે ઇમામ બાકિર (અ.સ.) થી પ્રસ્તુત છે, વાંચવામાં આવે:

اَشْهَدُ اَنْ لا اِلهَ اِلَّا اللَّهُ وَحْدَهُ لا شَریکَ لَهُ وَاَشْهَدُ اَنَّ مُحَمَّداً صَلَّی اللَّهُ عَلَیْهِ وَآلِهِ عَبْدُهُ وَرَسُولُهُ، اَللَّهُمَّ اِنِّی اَسْألُکَ مِنْ فَضْلِکَ رِزْقاً حَلالاً طَیِّباً، وَاَعُوذُ بِکَ مِنْ اَنْ اَظْلِمَ اَوْ اُظْلَمَ وَاَعُوذُ بِکَ مِنْ صَفْقَهٍ خاسِرَهٍ وَیَمینٍ کاذِبَهٍ

« અશહદુ અલ્-લા ઇલાહા ઇલ્લલ્લાહ વહ્દહુ લા શરીકા લહુ , વ અશહદુ અન્ના મોહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ, અલ્લાહુમ્મા ઇન્ની અસ્અલુકા મિન ફદ્લિકા હલાલન તૈયબન વ આઊઝુ બિકા મિન અન્ અઝલિમા અવ ઉઝલમા વ આઊઝુ બિકા મિન સફકતિન ખાસિરતિન , વ યમીનિન કાઝિબહ»[૧૭]

ઇસ્લામી સંસ્કૃતિમાં ઉપયોગ

ઇસ્લામિક સ્થાપત્યમાં શહાદતૈનનો ઉપયોગ

મુસ્લિમોની દુઆઓ અને રીતરિવાજોમાં શહાદતૈનના શબ્દસમૂહનો ખૂબ જ ઉપયોગ થાય છે.[૧૮] ઉદાહરણ તરીકે, મુસ્લિમો પ્રત્યેક નમાઝના તશહહુદમાં[૧૯] અને અઝાન અને ઇકામતમાં[૨૦] શહાદતૈનને જબાને બોલે છે.

શહાદતૈનને ઇસ્લામી વાસ્તુકલા, કેલિગ્રાફી કલા અને સિક્કા ઢાળવામાં પણ ધ્યાનમાં લેવાયું છે.[૨૧]

સંબંધિત લેખો

શહાદતે સાલેસા

ફુટનોટ

  1. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 41, પૃષ્ઠ 630.
  2. ઉદાહરણ માટે, નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 41, પૃષ્ઠ 630 ને જુઓ.
  3. શૈખ સદૂહિજરીમન લા યહઝરહુલ ફકીહ, 1413 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 299.
  4. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 41, પૃષ્ઠ 630; તબાતબાઈ, અલ-મીઝાન, 1417 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 301-303 ને જુઓ.
  5. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 21, પૃષ્ઠ 143.
  6. શૈખ સદૂહિજરીમન લા યહઝરહુલ ફકીહ, 1413 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 299-300.
  7. તબાતબાઈ, અલ-મીઝાન, 1417 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 301, 303.
  8. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 12, પૃષ્ઠ 40; યઝદી તબાતબાઈ, અલ-ઉર્વત અલ-વુસ્કા1409 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 417.
  9. ઉદાહરણ માટે, નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 22, પૃષ્ઠ 452 જુઓ.
  10. ઉદાહરણ માટે, નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 10, પૃષ્ઠ 245, 246, 264 જુઓ.
  11. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 41, પૃષ્ઠ 630.
  12. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 12, પૃષ્ઠ 40.
  13. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 4, પૃષ્ઠ 14.
  14. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 9, પૃષ્ઠ 224.
  15. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 11, પૃષ્ઠ 216; નજફી, કશફ અલ-ગતા, 1422 હિજરી, વોલ્યુમ 3, પૃષ્ઠ 255.
  16. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 22, પૃષ્ઠ 452.
  17. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 22, પૃષ્ઠ 452.
  18. ઉદાહરણ માટે, શૈખ તુસી, મિસ્બાહ અલ-મુતહજ્જદ, 1411 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 15, 16, 49 જુઓ.
  19. નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 10, પૃષ્ઠ 245, 246.
  20. શૈખ તુસી, મિસ્બાહ અલ-મુતહજ્જદ, 1411 હિજરી, વોલ્યુમ 1, પૃષ્ઠ 29; નજફી, જવાહિર અલ-કલામ, 1404 હિજરી, વોલ્યુમ 9, પૃષ્ઠ 81, 82.
  21. ઉદાહરણ માટે, જુઓ: અફરોગ,: مضامین و عناصر شیعی در هنر عصر صفوی با نگاهی به هنر قالی بافی، نگارگری و فلزکاری"મઝામીન વ અનાસિરે શીઈ દર હોનર-એ-અસર-એ-સફવી બા નિગાહી બે હોનર-એ-કાલી-બાફી, નેગારગરી વ ફુલિઝકારી", પૃષ્ઠ 48; અબ્બાસઝાદે,بررّسی نقش مذهب شیعه بر هنر و معماری امام‌زادگان ایران "બરરસી-એ-નક્શ-એ-મઝહબ-એ-શીઆ બર હોનર વ મે'મારી-એ-ઇમામઝાદગાને ઇરાન".

સ્ત્રોતો

  • અફરોગ, મોહમ્મદ, مضامین و عناصر شیعی در هنر عصر صفوی با نگاهی به هنر قالی بافی"મઝામીન વ અનાસિરે શીઈ દર હોનર-એ-અસર-એ-સફવી બા નિગાહી બે હોનર-એ-કાલી-બાફી, નેગારગરી વ ફુલિઝકારી", મુતાલેઆતે ઇરાની, શુમારે 20, પાઇઝ, 1390શમ્સી.
  • શૈખ સદૂક, મોહમ્મદ બિન અલી, મન લા યહઝરહુલ ફકીહ, કુમ, દફ્તરે ઇન્તેશારાતે ઇસ્લમી વાબ્સ્તે બે જામએ મુદર્ર્સીને હૌઝ એ ઇલ્મિયા કુમ, 1413 હિજરી.
  • શૈખ તુસી, મોહમ્મદ બિન હસન, મિસ્બાહ અલ-મુતહજ્જદ વા સિલાહ અલ-મુતઅબબદ, બેરુત, મોઅસ્સસએ ફિકહ અલ-શિયા, 1411 હિજરી.
  • તબાતબાઈ, સય્યદ મોહમ્મદ હુસેન, અલ-મીઝાન ફી તફ્સીર અલ-કુરાન, કુમ, દફ્તરે ઇન્તેશારાતે ઇસ્લમી વાબ્સ્તે બે જામએ મુદર્ર્સીને હૌઝ એ ઇલ્મિયા કુમ, 1417 હિજરી.
  • અબ્બાસઝાદે:بررّسی نقش مذهب شیعه بر هنر و معماری امام‌زادگان ایران મોઇતફર વ ઇલગાર અર્દબીલચી વ રેહાના યકૂબી વ સબા મખલૂકી, "ઇરાનના ઇમામઝાદેહના આર્ટ એન્ડ આર્કિટેક્ચર પર શિયા ઇસ્લામના પ્રભાવનો અભ્યાસ", અલ-શિયા વેબસાઇટ પર પ્રકાશિત, 7 ઓર્દીબેહેશ્ત 1402 શમ્સી જોવામાં આવ્યું. "બરરસી-એ-નક્શ-એ-મઝહબ-એ-શીઆ બર હોનર વ મે'મારી-એ-ઇમામઝાદગાન-એ-ઇરાન"
  • નજફી, જાફર બિન ખિઝર, કાશિફ અલ-ગિતા અન મુબ્હમાત અલ-શરીઆ અલ-ગરરા, કુમ, દફ્તરે તબ્લીગાતે ઇસ્લામી હૌઝ એ ઇલ્મિયા કુમ, 1422 હિજરી.
  • નજફી, મોહમ્મદ હસન, જવાહિર અલ-કલામ ફી શરહ શરાઈ અલ-ઇસ્લામ, બેરુત, દાર ઇહ્યા અલ-તુરાસ અલ-અરબી, 1404 હિજરી.
  • યઝદી તબાતબાઈ, સય્યદ મોહમ્મદ કાઝિમ, અલ-ઉર્વત અલ-વુસ્કા ફીમા તઅમ્મુ બિહી અલ-બલવા, બેરુત, મોઅસ્સસએ અલ-આલમી લિલ મતબુઆત, 1409 હિજરી.