લખાણ પર જાઓ

સૂર એ કૌસર

વિકિ શિયામાંથી

સૂર એ કૌસર (અરબી:سورة الكوثر) કુરાનની ૧૦૮મી સૂરા છે અને કુરાનની મક્કી સૂરાઓમાંની એક છે, જે કુરાનના જુઝ ૩૦ માં છે. આ સૂરા કુરાનમાં સૌથી ટૂંકી સૂરા છે અને તેને કૌસર કહેવામાં આવે છે કારણ કે તે પહેલી આયતમાં પયગંબર (સ.અ) માટે કૌસર નામની નેમતની વાત કરે છે અને પયગંબરને આ મહાન નેમતના બદલામાં નમાઝ પઢવા અને બલિદાન આપવાનું કહે છે.

હૌઝે કૌસર, સ્વર્ગમાં એક નદી, પુષ્કળ ભલાઈ (ખૈરે કસીર), ઇસ્લામ, નબુવ્વત, કુરાન, મોટી સંખ્યામાં સાથીઓ અસ્હાબ, શફાઅત, અને પુષ્કળ સંતાન કૌસરના ઉદાહરણો છે. ઘણા શિયા વિદ્વાનો માને છે કે હઝરત ફાતિમા (સ.અ) અને તેમના બાળકો કૌસરના ઉદાહરણોમાંના એક છે; કારણ કે આ સૂરાનું અવતરણ તે લોકોના જવાબમાં છે જેઓ પયગંબર (સ.અ) ને સંતાન અને વંશજ વિના માનતા હતા.

સૂરએ કૌસર વાંચવાના ગુણ વિશે, એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ સૂરાને દૈનિક નમાઝમાં તિલાવત કરશે તે કૌસરના કુંડમાંથી પાણી પીશે અને કયામતના દિવસે તુબાના ઝાડ નીચે અલ્લાહના રસૂલનો સાથી બનશે.

પરિચય

નામકરણ

આ સુરાને અલ-કૌસર કહેવામાં આવે છે કારણ કે તેની પહેલી આયત અલ-કૌસર નામની નેમત વિશે વાત કરે છે જે અલ્લાહે પયગંબર (સ.અ) ને આપી હતી.[]

ક્રમ અને નાઝિલ થવાનું સ્થાન

સૂરએ કૌસર મક્કાની સૂરાઓમાંથી એક છે [નોંધ 1] અને તે પયગંબર (સ.અ) પર નાઝિલ કરાયેલ પંદરમી સૂરા છે. મુસહફની વર્તમાન ગોઠવણીમાં, આ સૂરો એકસો આઠમો સૂરો છે અને કુરાનના ત્રીસમા ભાગમાં છે.[]

આયતો અને શબ્દોની સંખ્યા

સૂરએ કૌસરમાં 3 આયતો (શ્લોકો), 10 શબ્દો અને 43 અક્ષરો છે. આ સૂરો કુરાનમાં સૌથી ટૂંકો સૂરો છે.[]

શાને નુઝુલ

સૂરએ કૌસર આસ બિન વાઇલે પયગંબર (સ.અ) વિશે કરેલા નિવેદન અંગે નાઝિલ થયો હતો. કારણ કે અબ્દુલ્લાહ, જે અલ્લાહના રસૂલના પુત્ર હતા, તેમનું અવસાન થયું હતું અને પયગંબરનો કોઈ પુત્ર નહોતો, તેમણે કુરૈશના વડીલોમાં પયગંબરનો ઉલ્લેખ અબ્તર (નિઃસંતાન) તરીકે કર્યો.[]સૂરા દ્વારા, પયગંબરને દિલાસો આપ્યો કે તેમને પુષ્કળ ભલાઈ (ખૈરે કસીર) આપવામાં આવી છે. તેમણે તેમને ખુશખબર પણ આપી કે તેમના દુશ્મનો અબ્તર હશે.[]

સામગ્રી

સૂરા અલ-કૌસર, જે, સૂરાઓ અલ-દુહા અને અલ-ઇન્શરાહની જેમ, તેની બધી આયતોમાં પયગંબર (સ.અ.) ને સંબોધે છે[], અલ-કૌસર નામની નેમતનો ઉલ્લેખ કરે છે જે અલ્લાહે તેમના પયગંબરને આપી હતી.[] મુફસ્સીરોએ અલ-કૌસરનું અર્થઘટન પુષ્કળ ભલાઈ[] તરીકે કર્યું છે, એક ભલાઈ જેના માટે પયગંબરને નમાઝ પઢવા અને બલિદાન આપવા માટે કહેવામાં આવ્યું હતું.[]

કૌસરના ઉદાહરણો

મુખ્ય લેખ: કૌસર

અલ-કૌસરનું ઉદાહરણ શું છે તે અંગે મુફસ્સીરોના અલગ અલગ મંતવ્યો છે. સ્વર્ગમાં એક નદી, હૌઝે કૌસર, ખૈરે કસીર, ઇસ્લામ, નબુવ્વત, કુરાન, મોટી સંખ્યામાં સાથીઓ અને અનુયાયીઓ, પયગંબર સાહેબના વંશજોની મોટી સંખ્યા અને શફાઅત એ કૌસરના કેટલાક ઉદાહરણો છે.[૧૦]

તફસીરે નુમાનામાં, મોટાભાગના શિયા ઇમામિયા વિદ્વાનોના મંતવ્યને વ્યક્ત કરતા, કૌસરના મિસદાકને હઝરત ફાતિમા ઝહરા (અ.સ.) માનવામાં આવે છે, કારણ કે આ સૂરા એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પયગંબર (સ.અ) ને નિઃસંતાન અને વંશાવળી વગર હોવાનો ત્રાસ આપતા હતા, જોકે પયગંબર (સ.અ) નો વંશ તેમની પુત્રી હઝરત ફાતિમા (અ.સ) દ્વારા ચાલુ રહ્યો અને આ વંશ (ઝુર્રીયત) છે જેને અલ્લાહે ઇમામતની મહાન જવાબદારી સોંપી છે.[૧૧] કુરાનના દુભાષિયા અબ્દુલ્લા જવાદી આમોલી કહે છે કે આ સૂરા પુષ્ટિ આપે છે કે કૌસર અને ખૈરે કસીર હઝરત ફાતિમા (અ.સ) સાથે સંબંધિત છે કે અલ્લાહે આ મહાન મહિલા (અ.સ) ને પયગંબર (સ.અ) ને બક્ષિસ આપી હતી અને તેમનાથી અગિયાર ઇમામોનો જન્મ થયો જે વિશ્વનું ગૌરવ બન્યા અને હવે વિશ્વના પૂર્વ અને પશ્ચિમ આ અગિયાર ઇમામો અને તેમના વંશજોના આશીર્વાદિત નામથી શાસન કરે છે.[૧૨] શિયા મુફાસ્સીર, અલ્લામા તબાતબાઈએ તેમના પુસ્તક અલ-મીઝાનમાં નિર્દેશ કર્યો છે કે આ સૂરાના નાઝિલ થવાનું કારણ પયગંબર (સ.અ) ને સાંત્વના આપવાનું અને ઇન્ના આતૈનાકા (إِنَّا أَعْطَيْنَاكَ) ના શબ્દો દ્વારા તેમને જણાવવાનું હતું કે તેમને કૌસર પર અધિકાર છે અને તેઓ તેના માલિક છે. આ પરથી એવું જાણવા મળે છે કે હઝરત ફાતિમા (અ.સ) ના બાળકો અને વંશજો પયગંબર (સ.અ) ના બાળકો અને વંશજો છે. અને આ કુરાનની અદ્રશ્ય સમાચારોમાંની એક છે કારણ કે પયગંબર (સ.અ) ના મૃત્યુ પછી, અલ્લાહે હઝરત ફાતિમા (અ.સ.) ના વંશજોને એટલી બરકત આપ્યા કે આખી દુનિયામાં કોઈ પણ રાજવંશ તેમના વંશજો જેટલો જોવા મળતો નથી. જ્યારે તેમના વંશજો પર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા અને તેમના વંશજોના ઘણા લોકો યુદ્ધોમાં શહીદ થયા હતા.[૧૩]


નહર શબ્દના અર્થઘટન પર વિવિધ મંતવ્યો

મુખ્ય લેખ: નહર

નહર શબ્દના અર્થઘટન પર વિવિધ મંતવ્યો છે. ફઝલ બિન હસન તબરસી (મૃત્યુ 548 હિજરી)[૧૫] અને અલ્લામા તબાતબાઈ (મૃત્યુ 1360 શમ્સી)[૧૬] જેવા વિવેચકો, શિયા અને સુન્ની રિવાયતોના અનુસાર, તેને તકબીર દરમિયાન હાથ ઉંચા કરીને ચહેરાની સામે લાવવા તરીકે અર્થઘટન કરે છે. જો કે, આયતુલ્લાહ મકારિમ શીરાઝી માને છે કે નહરનું બલિદાન તરીકે અર્થઘટન વધુ યોગ્ય છે કારણ કે તેનો હેતુ મૂર્તિપૂજકોના કાર્યોને નકારી કાઢવાનો છે જેઓ અલ્લાહ સિવાય અન્ય લોકોની પૂજા અને બલિદાન આપતા હતા.[૧૭] કેટલાક મુફસ્સીરો માને છે કે "નહર" (બલિદાન) શબ્દનો આધ્યાત્મિક અર્થ એ છે કે પયગંબર (સ.અ) એ પોતાના અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કર્યો અને સત્ય (અલ્લાહ) માં લીન થઈ ગયા જેથી તેઓ શાશ્વત સત્યના પ્રકાશમાં શાશ્વત રહી શકે.[૧૮]

સૂરએ કૌસરની તિલાવતના ગુણ અને લાક્ષણિકતાઓ

ઇમામ હુસૈન (અ.સ.) ના હરમના એક દિવાર પર સૂરા કૌસર

મુખ્ય લેખ: સૂરાઓની ફઝીલત અબુ બસીર ઇમામ સાદિક (અ.સ.) થી વર્ણન કરે છે: જે વ્યક્તિ પોતાની દૈનિક નમાઝમાં સૂરએ કૌસરની તિલાવત કરશે તે હૌઝે કૌસર મેળવશે અને તૌબાના ઝાડની છાયા નીચે પયગંબર (સ.અ) સાથે રહેશે.[૧૯] મજમા-ઉલ-બયાનમાં પયગંબર (સ.અ) વર્ણન કરે છે: જે વ્યક્તિ સૂરએકૌસરની તિલાવત કરશે તેને અલ્લાહ સ્વર્ગની નદીઓથી સિંચશે અને ઈદે કુર્બાનીના દિવસે મુસ્લિમો અને અહલે કિતાબ દ્વારા અર્પણ કરાયેલ કુરબાની જેટલું સવાબ મળશે.[૨૦]

નમાઝમાં સૂરએ કૌસરની તિલાવત

કેટલીક મુસ્તહબ નમાઝમાં સૂરએ કૌસર વાંચવાનું નક્કી કરવામાં આવ્યું છે: 1 રમઝાન મહિનાની અગિયારમી રાત્રિની નમાઝ: તે બે રકઅતની નમાઝ છે જેમાં દરેક રકઅતમાં એક વાર સૂરએ હમ્દ અને દરેક રકઅતમાં વીસ વાર સૂરએ કૌસર વાંચવામાં આવે છે.[૨૧] 2 રમઝાન મહિનાની અઢારમા રાત્રિની નમાઝ: તે ચાર રકઅતની નમાઝ છે જેમાં દરેક રકઅતમાં એક વાર સૂરએ હમ્દ અને દરેક રકઅતમાં પચીસ વાર સૂરએ કૌસર વાંચવામાં આવે છે.[૨૨]

કલાકૃતિ

સૂરએ કૌસર એ વિવિધ મસ્જિદો, માસુમના મકબરાઓ અને ધાર્મિક શાળાઓની ઇમારતો પર કોતરેલી સૂરાઓમાંની એક છે, જેમ કે ઇમામ હુસૈન (અ.સ.) ના દરગાહમાં જોવા મળે છે.[૨૩] ઇબ્રાહિમ તેહરાની દ્વારા શેખ સદુકના મજાર પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.[૨૪] મદ્રેસા સિપહે સાલાર[૨૫] અને સૈયદ ઇસ્ફહાન મસ્જિદના પ્રવેશદ્વાર પર જોવામાં આવ્યો છે.[૨૬]

સંબંધિત લેખો

કૌસર

ફૂટનોટ

  1. ખુર્રમશાહી, કવામુદ્દીન, સુર એ કૌસર, પૃષ્ઠ. 1269.
  2. મારેફત, મોહમ્મદ હાદી, આમોઝિશે ઉલૂમે કુરાન, 1371 શમ્સી, ભાગ. 2, પૃષ્ઠ. 166.
  3. ખુર્રમશાહી, કવામુદ્દીન, સુર એ કૌસર, પૃષ્ઠ. 1269.
  4. તબરસી, મજમા-અલ-બયાન ફી તફસીર-અલ-કુરાન, 1372 શમ્સી, ભાગ.10, પૃષ્ઠ. 836; વાહેદી અસબાબ-અલ-નુઝુલ-અલ-કુરાન, 1411 હિજરી.
  5. મકારિમ શીરાઝી, તફસીરે નમુના, 1371 શમ્સી, ભાગ. 27, પૃષ્ઠ. 369.
  6. મકારિમ શીરાઝી, તફસીરે નમુના, 1371 શમ્સી, ભાગ. 27, પૃષ્ઠ. 370.
  7. મકારિમ શીરાઝી, તફસીરે નમુના, 1371 શમ્સી, ભાગ. 27, પૃષ્ઠ. 370_371.
  8. તબરસી, મજમા-અલ-બયાન ફી તફસીર-અલ-કુરાન, 1372 શમ્સી, ભાગ.10, પૃષ્ઠ. 835.
  9. મકારિમ શીરાઝી, તફસીરે નમુના, 1371 શમ્સી, ભાગ. 27, પૃષ્ઠ. 372.
  10. તબરસી, મજમા-અલ-બયાન ફી તફસીર-અલ-કુરાન, 1372 શમ્સી, ભાગ.10, પૃષ્ઠ 836-837. તબાતબાઈ, અલ-મિઝાન, 1390 હિજરી, ભાગ. 20, પૃષ્ઠ. 370.
  11. મકારિમ શીરાઝી, તફસીરે નમુના, 1371 શમ્સી, ભાગ. 27, પૃષ્ઠ. 375. તબાતબાઈ, અલ-મિઝાન, 1390 હિજરી, ભાગ. 20, પૃષ્ઠ. 370.
  12. જવાદી આમોલી, અબ્દુલ્લાહ, દુરુસે તફસીર, સુરએ કૌસર.
  13. તબાતબાઈ, અલ-મિઝાન, માનશુરાતે ઈસ્માઈલીયાન, ભાગ. 20, પૃષ્ઠ. 371.
  14. ख़ामागर, मुहम्मद, साख़्तार-ए सूरा-यी कु़रआन-ए करीम, तहय्ये मुअस्सेसा -ए फ़रहंगी-ए कु़रआन वा 'इतरत-ए नूर अल-सक़लैन, क़ुम:नशर नशरा, भाग 1, 1392 शम्सी
  15. તબરસી, મજમા-અલ-બયાન ફી તફસીર-અલ-કુરાન, 1372 શમ્સી, ભાગ.10, પૃષ્ઠ 836.
  16. અલ્લામેહ તબાતબાઈ, અલ-મિઝાન, 1390 હિજરી, ભાગ. 20, પૃષ્ઠ. 370.
  17. મકારિમ શીરાઝી, તફસીરે નમુના, 1371 શમ્સી, ભાગ. 27, પૃષ્ઠ. 374.
  18. ઇબ્ન અલ-અરબી, તફસીર ઇબ્ન અલ-અરબી, 1422 હિજરી, ભાગ. 2, પૃષ્ઠ. 434.
  19. સદૂક, સવાબ-અલ-આમાલ, 1406 હિજરી, પૃષ્ઠ 126 અને 127.
  20. તબરસી, મજમા-અલ-બયાન ફી તફસીર-અલ-કુરાન, 1372 શમ્સી, ભાગ.10, પૃષ્ઠ 835.
  21. કુમ્મી, મફાતીહ અલ-જિનાન, બખ્શે નમાઝહાએ શબહાએ માહે રમઝાન.
  22. કુમ્મી, મફાતીહ અલ-જિનાન, બખ્શે નમાઝહાએ શબહાએ માહે રમઝાન.
  23. કુદામ આયાત વ રેવાયાત દર ઝરીહે "ઇમામ હુસૈન (અ.સ.) " દરજ શુદે અસ્ત. મવઉદ વેબસાઇટ.
  24. મુસ્તફવી, આસારે તારીખી, 1361 શમ્સી, ભાગ ૧, પૃષ્ઠ ૨૪૩.
  25. મેહજૂર, ફિરોઝ અને મૈસમ અલી, "બરરસી કતીબાહા-એ-મસ્જિદ, મદ્રેસા-એ-શહીદ મુતાહરી (સિપહેસાલાર)", પૃષ્ઠ ૫૭.
  26. "સૈયદ મસ્જિદ ઓફ ઇસ્ફહાન," કોવીરહા વ બ્યાનહાએ ઈરાન વેબસાઇટ.

નોંધ

સૂરએ કૌસરના નાઝીલેશનના સ્થાન વિશે મતભેદ છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ સૂરા મક્કામાં નાઝિલ થઈ હતી અને કેટલાક વિદ્વાનો માને છે કે સૂરા કૌસર મદીનામાં નાઝિલ થઈ હતી. પરંતુ એ વાત જાણીતી છે કે આ સૂરા મક્કી સૂરાઓમાંથી એક છે. મકારિમ શીરાઝી, તફસીર નમુના, ૧૩૭૪ શમ્સી, ભાગ ૨૭, પાનું ૩૬૮.

સ્ત્રોત

  • ઇબ્ન અલ-અરબી, મોહી અલ-દીન, તફસીર ઇબ્ન અલ-અરબી, સંશોધન, સુધારણા અને પરિચય: શૈખ અબ્દ અલ-વારિસ મોહમ્મદ અલી, આવૃત્તિ: અલ-અવલા સેન્ના અલ-તબા: 1422 - 2001 એડી, પ્રકાશક: લેબનોન/બેરૂત - દાર-અલ-કુતુબ અલ-અલમિયા.
  • કુરાન કરીમ, મોહમ્મદ તકી ફૌલાદ વન્દ, તેહરાન, દારુલ કુરાન કરીમ, 1418 હિજરી
  • ખામેગર, મોહમ્મદ, સાખ્તારે સૂર-એ-કુરાન કરીમ, તહય્યે મોઅસ્સ-એ-ફરહંગી કુરાન અને ઇતરત નૂરૂસ સકલૈન, કુમ, નશરે નશરા, પ્રકરણ 1, 1392 શમ્સી.
  • કુરાન મોહમ્મદ હુસૈન નજફી (સરગોધા) દ્વારા અનુવાદિત.
  • ખુર્રમશાહી, કવામુદ્દીન, સુરએ કૌસર, કુરાન વ કુરાન પઝોહિશી, તેહરાન: દોસ્તાને નાહીદ, 1377.
  • સદૂક, મોહમ્મદ બિન અલી, સવાબ-અલ-આમાલ વ ઈકાબ-અલ-આમાલ, કુમ, દારુશ શરીફ રઝી, 1406 હિજરી.
  • કુમ્મી, અબ્બાસ, મફાતીહુલ જીનાન, તેહરાન, ઉસ્વા, 1384 શમ્સી.
  • તબાતબાઈ, સૈયદ મોહમ્મદ હુસૈન, અલ-મિઝાન ફી તફસીર-અલ-કુરાન, બૈરુત, મોઅસ્સએ આલમી લિલ મતબુઆત, 1390 હિજરી.
  • તબરસી, ફઝલ બિન હસન, મજમા-અલ-બયાન ફી તફસીર-અલ-કુરાન, મુકદ્દમા મોહમ્મદ જવાદ બલાગી, તેહરાન: નાસિર ખુસરો, 1372 શમ્સી.
  • મારેફત, મોહમ્મદ હાદી, આમોઝિશે ઉલૂમે કુરાન, મરકઝે ચાપ વ નશરે સાઝમાને તબલીગાતે ઈસ્લામી, પ્રકરણ 1, 1371 શમ્સી.
  • મેહજૂર, ફિરોઝ અને મૈસમ અલી, "બરરસી કતીબાહા-એ-મસ્જિદ, મદ્રેસા-એ-શહીદ મુતાહરી (સિપહેસાલાર)", દર મજલ્લે હુનરહા-એ-ઝેબા- હુનરહા-એ-તજુસ્સુમી, અંક 48, વિન્ટર 1390 શમ્સી.
  • મુસ્તફવી, મોહમ્મદ તકી, આસારે તારીખી તેહરાન, 1361 શમ્સી.
  • મકારિમ શીરાઝી, નાસિર, તફસીરે નમુના, તેહરાન: દારુલ-કુતુબ અલ-ઈસ્લામીયા, 1374 શમ્સી.